Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૭ ફેબ્રુઆરી, શનિવાર અને મહા વદ છઠ્ઠનું રાશિફળ

મકર સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વધારો થાય. કામમાં સાનુકૂળતા જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

નોકરી-ધંધાની સાથે બીજું કોઈ કામ, અન્ય સહકર્મીનું કામ આવી જતા આપના કાર્યભારમાં વધારો  જણાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૪

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૭

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપે તન-મન-ધન, વાહનથી સંભાળીને શાંતિથી કામકાજ કરવું. કૌટુંબિક પ્રશ્ને ચિંતા-ઉચાટ જણાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૪-૧

 

Cancer (કર્ક: ડ-હ)

દેશ-પરદેશ, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુંનો સહકાર  જણાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૯

 

Leo (સિંહ: મ-ટ)

દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાુનં બને. મિત્રવર્ગના સહકારથી કામ  ઉકેલાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૬-૩

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કામમાં સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી  લાભ-ફાયદો રહે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૪-૮

 

Libra (તુલા: ર-ત)

આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ આવ્યા કરે. નાણાકીય રોકાણ-વ્યવહારના કામમાં તકેદારી  રાખવી.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૫-૧

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપની ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. અગત્યના કામ અંગે  મુલાકાત થાય.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૪-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કામની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવું પડે. ધંધામાં આકસ્મિક ઘરાકીથી લાભ  થાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૭-૬

 

Capricorn (મકર: ખ-જ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ અનુભવો. પરદેશના કામમાં  સાનુકૂળતા જણાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૨

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપને કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહના કામમાં સાવધાની રાખવી પડે. ઉચાટ જણાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૧

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના કામમાં  સરળતા જણાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૮



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh