Advertisement
Author: નોબત સમાચાર

પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ગૌમાંસ વેંચવાની ચેષ્ટા કરનાર દોષિતો સામે કડક કાર્યવાહીની માગણી

દ્વારકામાં હિન્દુ સંગઠનોએ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢીઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૪: યાત્રાધામ દ્વારકામાં પકડાયેલ ગૌમાંસના વિરોધમાં હિન્દુ સંગઠનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પાઠવી સખત પગલાંની માગણી કરવામાં આવી છે.

દ્વારકા નજીકના રૂપેણ બંદરમાં તાજેતરમાં એક મહિલા સહિત બે શખ્સો દ્વારા ગૌમાંસ વેંચાણની ઘટના સામે આવ્યા પછી પોલીસ દ્વારા બન્ને ઈસમો સહિત સપ્લાયરની ધરપકડ સહિતની કાર્યવાહી કરાઈ છે.

તાજેતરમાં દ્વારકાના શંકરાચાર્ય તેમજ પૂ. મોરારિબાપુ દ્વારા ઘટના અંગે સખત પ્રતિક્રિયા આપ્યા પછી હિન્દુ સંગઠનો દ્વારા સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હિન્દુ સંગઠનના અગ્રણીઓ તેમજ ગૌપ્રેમીઓ સહિતના સ્થાનિકોએ પ્રાંત કચેરીએ આપેલ આવેદનમાં આ ઘટનામાં જવાબદાર ઈસમો સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.

દ્વારકાના રબારી ગેઈટથી પ્રાંત કચેરી સુધી સાધુ-સંતો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, મહિલા પાંખ સહિતના હિન્દુ સંગઠનો તેમજ ગૌભક્તોએ વિશાળ રેલીમાં સૂત્રોચ્ચાર સાથે યાત્રાધામમાં બનેલી ઘટના અંગે રોષ વ્યક્ત કર્યો હતો અને પ્રાંત અધિકારીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh