Advertisement
Author: નોબત સમાચાર

શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ કૂતરાઓના સર્વે કરવાના આદેશનો ઉગ્ર વિરોધઃ બહિષ્કારની ચિમકી

રાજ્ય શૈક્ષણિક સંઘ દ્વારા

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૪: રાજ્યના શિક્ષકોને શિક્ષણ ઉપરાંત બી.એલ.ઓ. ચૂંટણીથી માંડીને વસ્તી ગણતરી સહિત ૪૦થી પ૦ પ્રકારની કામગીરી સોંપવામાં આવે છે, જ્યારે ૧૧/ર ના પત્રથી શિક્ષણ નિયામક દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને જાણ કરીને ત્રણ દિવસમાં સુપ્રિમ કોર્ટના આદેશ અન્વયે રાજ્યની તમામ સંસ્થાઓ, શાળાઓ, હોસ્પિટલો, દવાખાના, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન જેવી સંસ્થાઓમાં કૂતરાઓની સંખ્યા અંગે સત્વરે માહિતી સર્વે કરીને તાકીદે આપવા આદેશ કરતા શિક્ષકોએ ભણાવવાના કામને બદલે કૂતરા ગણવા જવાની સ્થિતિ થતા ઉગ્ર વિરોધ સાથે રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના તમામ શૈક્ષણિક, બીનશૈક્ષણિક સંઘો, આચાર્ય સંઘ, વર્ગ-૪ પટાવાળા, ક્લાર્ક સંગઠન, ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ, ઉ.મા. શિક્ષક સંઘ દ્વારા નિયામકશ્રીને લેખિત જાણ કરીને સંસ્થાઓમાં શ્વાનોના સર્વેનો બહિષ્કાર કરવા જણાવાયું છે.

જે તે શૈક્ષણિક સંસ્થા શાળાના કેમ્પસ પૂરતી કૂતરાની સંખ્યા ગણવા કામગીરી થશે, પણ અન્ય કચેરીઓ કે હોસ્પિટલો, રેલવે, બસ સ્ટેશન જેવા સ્થળોએથી આવો સર્વે કરવા કે માહિતી તૈયારની કામગીરી નહીં કરવામાં આવે તેમ જણાવાયું છે.

કોંગ્રેસ પ્રવક્તા દ્વારા પણ હાલ ત્રણ હજાર શાળામાં એક જ શિક્ષક છે, ૪૦ હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, ત્યારે શિક્ષકોને આવી શ્વાન સર્વેની કામગીરી સોંપવાનો પરિપત્ર તુરંત જ રદ્ કરવા માગણી કરી છે.

આ પ્રશ્ને ભારે ઉહાપોહ થયો હતો અને કોંગ્રેસ પક્ષ દ્વારા પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન થયા હતાં. આથી શિક્ષણ વિભાગે ખાસ પરિપત્ર બહાર પાડીને કૂતરાઓનો સર્વે કરવાની કામગીરીમાં શિક્ષકોને નહીં જોડવાના નથી, તેવું જણાવતા શિક્ષકોને રાહત થઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh