Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયે ધ્વજારોહણ

જિનાલયની ર૩ મી વર્ષગાંઠ નિમિત્તે આવતીકાલે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગર શહેરના પટેલ કોલોનીમાં આવેલ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબ મૂર્તિપૂજક તપગચ્છ ટ્રસ્ટ દ્વારા સંચાલિત જિનાલયની આવતીકાલે ર૩ મી વર્ષગાંઠ નિમિત્તે ૧પ/ર ને રવિવારે ધર્મોત્સવ અંતર્ગત ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું છે.

પ.પૂ. સાધ્વજી ભવ્યવર્ધનાશ્રીજી મ.સા. આદિ ઠાણાની પાવન નિશ્રામાં ધ્વજારોહણ વિધિસર યશભાઈ રામાણી સાથે સવારે ૯ કલાકે વિધિ ચાલુ થશે, તેમજ ૧૭ ભેદીપૂજા મહેકભાઈ શેઠ ભણાવશે. રાત્રે જિનાલયમાં પરમાત્માને લાખેણી આંગી તેમજ ૧૦૮ દિવાની આરતી અને ભક્તિગતની રમઝટ રાત્રે ૮ કલાકે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયમાં થશે.

ધ્વજારોહણ તથા સતર મેદી પૂજાના લાભાર્થી મહેતા ચુનિલાલ ડાયાલાલ ભાણવડવાળા તથા ધ્વજારોહણના લાભાર્થીઓમાં ગાંધી ચંદ્રિકાબેન રમણિકલાલ આરંભડાવાળા શ્રી જીરાવાલા પાર્શ્વનાથ ભગવાન, મહેતા મનુભાઈ ડાયાભાઈ શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાન, દોશી હેમલતાબેન મહેન્દ્રભાઈ હ. ચાર્મીબેન શ્રી પુંડરીક સ્વામી ભગવાન પ.પૂ. મુનિરાજ હેમરસવિજયજી મ.સા. સંસારી પરિવાર શ્રી ગૌતમસ્વામી ભગવાન, પારેખ હેમલતાબેન લક્ષ્મીચંદ શ્રી માણીભદ્રદાદા, રાખીબેન અશોકભાઈ જાડેજા શ્રી પદ્માવતી માતાજીને ધ્વજા ચઢાવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh