Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા-કલ્યાણપુરની ચાર વ્યક્તિઓ નેપાળમાં થયેલી હિંસાના કારણે ફસાયા

સુરક્ષિત રીતે પરત લાવવા જિલ્લા તંત્રની વ્યવસ્થાઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૧: નેપાળમાં થયેલ તોફાન તથા સરકારના વિસર્જન અને ભારે તંગદિલી છે, ત્યારે ખંભાળિયા-કલ્યાણપુરના ચાર આહિર વ્યક્તિ નેપાળમાં યાત્રા કરવા ગયેલા હોય, ફસાઈ જતા જિલ્લા તંત્ર દોડ્યું હતું.

ખંભાળિયા તાલુકાના કેશોદના વીરમદળ, વડત્રા તથા કલ્યાણપુરના ગોલણ શેરડીના કુલ ચાર વ્યક્તિઓ દેવાભાઈ ગોઝિયા, વીરમદળ રહેવાસી, જેસાભાઈ લાખાભાઈ નંદાણિયા કેશોદ, પીઠાભાઈ ભીખાભાઈ જોગલ ગોલણ શેરડી તથા રામદે મેરૂ ચાવડા વડત્રાના છે.

આ ચારેય વ્યક્તિઓ ઈન્ડિગોની ફ્લાઈટમાં કાઠમંડુ ગયા હોય, તોફાન વખતે વાસ્તુ બુટીક નામની હોટલમાં હતાં, જેથી સદ્ભાગ્યે તેમને કોઈ પરેશાની થઈ નથી.

દ્વારકા જિલ્લા તંત્રને જાણ થતા જિલ્લા કલેક્ટર શ્રી રાજેશ તન્ના તથા ડિઝાસ્ટર મામલતદાર વિશાલ પટેલ દ્વારા આ તમામને વ્યવસ્થિત રીતે ભારત ખંભાળિયા પરત આવે તે માટેની વ્યવસ્થા કેન્દ્ર સરકારના સહયોગથી ગોઠવી છે. તેઓ હાલ સુરક્ષીત છે. દ્વારકા જિલ્લાના કોઈપણ વ્યક્તિ કાઠમંડુમાં નેપાળમાં ક્યાંય ફસાયા હોય કે ઈમરજન્સી મદદની જરૂર હોય તો ભારતીય દુતાવાસના નંબર ૯૭૭ ૯૮૦ ૮૬૦ ર૮૮૧, ૯૭૭ ૮૧૦ ૩ર૬ ૧૩૪ અથવા દ્વારકા જિલા ડિઝસ્ટારના ૦ર૮૩૩ ર૩ર૦૮૪, ર૩ર૧રપ ઉપર સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh