Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
(જિતેન્દ્ર ભટ્ટ દ્વારા)
જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોટા ડેમો અને કેનાલોનો તારાંકિત પ્રશ્નોત્તરીમાં હેમંત હરદાસ ખવાના પ્રશ્નના જવાબમાં નાયબ મંત્રી મુકેશ પટેલ તરફથી વ્યવસ્થિત જવાબ મળી ગયો છે. તેમ છતાં પુરક પ્રશ્નો પણ પૂછ્યા હતાં. મેઘજીભાઈ ચાવડા તથા દિવ્યેશ અકબરીએ પણ પેટા પ્રશ્નો પૂછ્યા હતાં.
ચૈત્તર વસાવા ચૂપ કેમ
'આપ' ના બોલકા અને તોફાની છાપ ધરાવતા દક્ષિણના ચૈત્તર વસાવા પોલીસ જાપ્તા હેઠળ (સાદા ડ્રેસમાં) વિધાનસભામાં હાજરી આપે છે. વિધાનસભાના દ્વારે મુખ્ય દરવાજે 'નોબત' ના પત્રકારે પૂછતાં જણાવ્યું હતુ કે, હું પોલીસની નિગરાનીમાં છું. તેથી અઘટિત કે વિરોધી બોલું તો તરત મારૂ રેકોર્ડીંગ રજૂ થાય તેમ છે. તેથી થોડી વધુ મુશ્કેલી પેદા થાય તેમ છે. તેથી બોલતો નથી...!!
નિયમોનો ઉલાળ્યો
સરકારની આંખ સામે જ હાઈ સિક્યુરીટી હેઠળ તથા વિધાનસભાના હેલીપેડ પાસેના પાર્કિંગમાં ત્રણ ડઝન જેટલી બ્લેક ફિલ્મ - નંબર પ્લેટ વગરની કાર પાર્કિંગમાં ગોઠવાઈ ગઈ હતી. જાણવા મળ્યું કે, પોલીસ પરિવારની જ આ ગાડીઓ હતી...!!
ચિઠ્ઠીની બોલબાલા
વિધાનસભાના ધારાસભ્યોને ડીજીટેલાઈઝેશન માટે પેપર લેસ (કાગળ વગર) કામ કરવાની પદ્ધતિ માટે બે-બે ટેબલેટ અપાયા છે. છતાં પણ ગૃહમાં કર્મચારી દ્વારા જે-તે સભ્યોને સમજાવી ચાલુ પણ કરી દે છે. સવાલોનો જવાબ હજુ પણ ચીઠ્ઠી દ્વારા જ અપાય છે.
છેલ્લા દિવસે રજૂ થયેલા કેગના રિપોર્ટમાં 'કંગાળ' અવલોકન !
ગાંધીનગરઃ તા. ૧૧: વિધાનસભાનું ચોમાસુ સત્ર ૩ દિવસમાં શાંતિપૂર્ણ પસાર થયું, પણ કોંગ્રેસ અને સત્તાધારી પક્ષનું ઈલુ ઈલુ ગૃહમાં ખુલ્લુ દેખાતું હતું. મનરેગાના કથિત કૌભાંડમાં ગૃહની બહાર કોંગ્રેસે દેખાવ કર્યો, પણ ગૃહની કામગીરીમાં ડો. તુષાર અમરસિંહ ચૌધરીની નેતાગીરીમાં બધું જ ગોઠવાઈ ગયું. હવે બોલકા ધારાસભ્યોમાં શૈલેષ પરમાર સિનિયર ધારાસભ્ય તથા જીજ્ઞેશ મેવાણી જ રહ્યા છે. અમીત ચાવડા જિલ્લા પ્રમુખ થતાં તેમની પાસે કામગીરી પણ બેવડાઈ ગઈ હોય તેમ લાગે છે.
આપ પણ દમ વગરનું
વિસાવદરમાં આપના ગોપાલ ઈટાલીયા અને મોરબીના કાંતિ અમૃતિયા વચ્ચે ચાલુ ગૃહમાં શાબ્દિક ટપાટપી થઈ હતી. બંનેના નાટકો જુના છે. કાંતિ અમૃતિયા રાજીનામું આપવાના મુદ્દે ગાંધીનગર તેમના કાર્યકરો વચ્ચેનું નાટક જુનું છે. તેમ કાંતિ અમૃતિયા બોલબોલ કરીને ખુલ્લા પડી ગયા હતા.
કારખાના ધારા વિધેયકનો વિરોધ
કોંગ્રેસના જીજ્ઞેશ મેવાણીએ કારખાના ધારા વિધેયકનો વિરોધ કરી જણાવ્યું કે શેઠીયાઓ અને તેમની પત્નીને તથા ધારાસભ્યોને ઈંટોના ભઠ્ઠામાં કેવી રીતે કામ થાય છે તે જોવા તો મોકલો ?
કેગનો રિપોર્ટ અતિ કંગાળ
વિધાનસભામાં છેલ્લા દિવસે કેગના રિપોર્ટ રજૂ કરવામાં આવે તેવી જૂની પ્રણાલિકા છે. આ વખતે સરકારના નાણાકીય મેનેજમેન્ટ અત્યંત કંગાળ હોવાનું 'કેગે' અવલોકન કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial