Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અચાનક શરૂ થયેલા વંટોળીયા વચ્ચે મોત ત્રાટક્યું:
જામનગર તા. ૨૦: જામજોધપુર નજીકના ધ્રાફા ગામની સીમમાં ફૂલઝર નદીના કાંઠે ગઈકાલે સાંજે જામજોધપુર તાલુકાના જૂની આંબરડી ગામના એક ભરવાડ પ્રૌઢ પોતાની ભેંસો ચરાવી રહ્યા હતા ત્યારે અચાનક શરૂ થયેલા વંટોળીયા વચ્ચે તેમના પર આકાશી વીજળી ત્રાટકી હતી. દાઝી ગયેલા આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. શેઠવડાળા પોલીસે આગળની કાર્યવાહી કરી છે.
જામનગર શહેર-જિલ્લા ઉપરાંત રાજ્યભરમાં ગઈકાલે ભારે પવન સાથે માવઠું વરસી પડ્યું હતું. જેમાં જામનગર શહેરમાં પણ બપોરે સાડા ત્રણેક વાગ્યે ફૂંકાયેલા ભારે પવન વચ્ચે વરસાદ શરૂ થતાં દોડધામ મચી હતી. જામનગર શહેરમાં ઠેકઠેકાણે વૃક્ષો, થાંભલાઓ તેમજ હોર્ડિંગ્સ પડી જવાના બનાવ બન્યા હતા અને વીજળીના ટ્રાન્સફોર્મર કે થાંભલાઓ પર રહેલા વાયરો તૂટી પડતા વીજળી ગુલ થઈ ગઈ હતી.
તે દરમિયાન જામનગર જિલ્લામાં પણ વાવાઝોડા જેવા માવઠાએ ભારે ખાનાખરાબી કરી હતી. જેમાં ગઈકાલે સાંજે જામજોધપુર શહેરમાં પણ વાવાઝોડા જેવા વંટોળીયા સાથે માવઠું વરસ્યું હતું. જેમાં જામજોધપુર નજીકના જૂની આંબરડી ગામના કાબાભાઈ માયાભાઈ વકાતર નામના ભરવાડ પ્રૌઢ પોતાની ભેંસોને ધ્રાફા ગામ નજીકના ફૂલઝર નદીના કાંઠે પાણાખાણ સીમમાં ચરાવી રહ્યા હતા. ત્યારે આકાશમાં વીજળીની દોડાદોડી વચ્ચે વીજળી ત્રાટકી હતી.
અચાનક શરૂ થયેલા વંટોળીયાના કારણે પોતાની ભેંસોને સહી સલામત રીતે ઠેકાણે પહોંચાડવા માટે પ્રયત્નશીલ કાબાભાઈ પર આકાશી વીજળી ત્રાટકતા દાઝી જવાથી આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. વીસાભાઈ માયા ભાઈ વકાતરે પોલીસને જાણ કરી છે. શેઠવડાળા પોલીસે બનાવની નોંધ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial