Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતીય રાજદૂતની સ્પષ્ટ વાતઃ
નવી દિલ્હી તા. રપઃ ભારતમાં ક્રૂડ ઓઈલનો વપરાશ હાલમાં વિશ્વમાં સૌથી મોટો ચર્ચાનો મુદ્દો છે, જ્યારે ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા પર અમેરિકાએ નારાજગી વ્યક્ત કરી રહ્યું છે. હવે ભારતે પણ સ્પષ્ટ કર્યું છે કે, ક્યાંથી ક્રૂડ ઓઈલ ખરીદશું તે અમારા પર નિર્ભર છે. રશિયામાં ભારતના રાજદૂત વિનય કુમારે કહ્યું કે, 'ભારતીય કંપનીઓ જ્યાંથી પણ વધુ સારી ડીલ મળશે ત્યાંથી ક્રૂડ ઓઈલ ખરીદશે.'
રાજદૂત વિનય કુમારે કહ્યું, 'ભારત ૧.૪ અબજ લોકોના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા લાદવામાં આવેલા પ૦ ટકા ટેરિફ પછી પણ સરકાર ભારતીયોના હિતોની સેવા કરવાથી પાછળ હટશે નહીં અને હંમેશાં રાષ્ટ્રીય હિતને પ્રાથમિક્તા આપશે.'
ભારત સરકારના વલણને સ્પષ્ટ કરતા વિનયે કુમારે કહ્યું, 'ભારત સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે, અમારૃં લક્ષ્ય ભારતના ૧.૪ અબજ લોકોની ઊર્જા જરૂરિયાતોનું ધયાન રાખવાનું છે. આપણે રશિયા અને અન્ય ઘણાં દેશો સાથે મળીને વૈશ્વિક ક્રૂડ બજારમાં સ્થિરતા લાવવામાં મદદ કરવી પડશે. રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા બદલ અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફ સંપૂર્ણપણે અન્યાયી, ગેરવાજબી અને ખોટો નિર્ણય છે. અમારી સરકાર રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં હોય તેવું કોઈપણ પગલું ભરવામાં અચકાશે નહીં.'
ભારતીય રાજદૂત વિનય કુમારે કહ્યું કે, 'દુનિયામાં કોઈપણ વેપાર સારી ડીલ અને આર્થિક પરિસ્થિતિઓ પર આધારિત હોય છે, તેથી વધુ સારી ડીલ અને આયાતની દૃષ્ટિએ જે યોગ્ય હશે તે કરવામાં આવી રહ્યું છે. ભારતીય ક્રૂડ કંપનીઓ જ્યાંથી પણ સારી ડીલ મળી રહી છે, ત્યાંથી ખરીદી કરવાનું ચાલુ રાખશે. આ વર્તમાન પરિસ્થિતિ છે. ભારત અને રશિયા વચ્ચેનો વેપાર પરસ્પર સમજણ અને બન્ને બાજુના લોકોની સામાન્ય લાગણીઓ પર આધારિત છે. આ બન્ને દેશોના ભલા માટે છે અને તે બજારથી સંપૂર્ણપણે ઉપર પણ છે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial