Advertisement
Author: નોબત સમાચાર

જામનગર ડિવિઝનને સાતમ-આઠમમાં બે કરોડથી વધુની ભાડાની આવક મળી

એસ ટી ડિવિઝનને તહેવારો ફળ્યા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગરના રાજ્ય વાહન વ્યવહાર નિગમ (એસ ટી ) ને સાતમ-આઠમના તહેવારો ફળ્યા છે અને કુલ પાંચ દિવસમાં જામનગર એસટી ડિવિઝનને રૂ. બે કરોડથી વધુની આવક મુસાફરી ભાડા તરીકે મળવા પામી છે.

સાતમ આઠમના તહેવારોમાં મુસાફરોની ભારે અવર જવર રહેવા પામી હતી. ૧૪ ઓગસ્ટ થી ૧૮ ઓગસ્ટ સુધીમાં જામનગર એસ ટી ડિવિઝનને રૂપિયા ૨.૦૧, ૧૮,૮૫૩ રૂપિયાની મુસાફરી ભાડા તરીકેની આવક થવા પામી હતી.

ગત વર્ષે આજ સમયગાળા દરમિયાન રૂ. ૧.૨૯,૯૧,૫૩૭ની મુસાફરી ભાડાની આવક થઇ હતી.એટલે કે ગત વર્ષ ની સખામણી એ આ વર્ષે રૂ. ૭૧,૨૭,૩૧૬ની વધુ આવક મળી છે. જામનગર એસ ટી ડિવિઝન હેઠળના જામનગર, ધ્રોલ, જામજોધપુર, ખંભાળિયા અને દ્વારકા એમ પાંચ ડિવિઝનની મળીને કુલ રૂ. બે કરોડથી વધુની આવક થવા પામી છે. તેમ જામનગર એસ ટી ડિવિઝન ના વિભાગીય નિયામક બી.સી. જાડેજાએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh