Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેનેજર અમિતકુમારનો અનોખો પ્રકૃતિપ્રેમ !
ખંભાળીયા તા. ૨: સામન્ય રીતે સરકારી કચેરી કે કોઈ બેંકની મેઈન બ્રાંચના મેનેજમેન્ટના ટેબલની આપણે મુલાકાત લઈએ તો ટેબલ પર ફાઈલોના ઢગલા જોવા મળે પણ ખંભાળીયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (મેઈન) ના મેનેજર અને પ્રકૃતિપ્રેમી અમિતકુમારના ટેબલ પર ફાઈલો કરતા કુંડામાં નાના વૃક્ષોનો ઢગલો દેખાય છે.!!
ખંભાળીયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના મેઈન બ્રાન્ચના મેનેજર અમિતકુમાર દ્વારા મેઈન બજારમાં ભરચક વિસ્તારમાં આવેલ બેંકની શાખાના આંગણામાં સાઈડની જગ્યા ના પગથિયા પર વિશેષ વૃક્ષો વાવીને આંગણામાં પ્રવેશ કરતા જ પ્રકૃતિના તત્વો સાથે મીઠો પંખીનો કલરવ સાંભળવા મળે, જાણે બેંક નહીં પણ બાગમાં આવ્યા હોય : સુંદર મજાના પંખીઓ પણ સારી સુવિધા સાથે રાખવામાં આવ્યા છે તથા તેમના ટેબલ પર પણ નાના વૃક્ષોના કુંડાથી ટેબલ તથા સાઈડ ટેબલ પણ પ્રકૃતિના તત્ત્વોનું પ્રદર્શન કરે છે. માત્ર પ્રકૃતિ જ નહીં પણ કામગીરીમાં પણ એસ.બી.આઈ.નો તેમણે અવ્વલ નંબરે પહોંચાડીને નાનો કબાટ ભરાય તેટલા મેડલો અને પ્રશંસા પત્રો બે વર્ષમાં મેળવીને ગ્રાહકોને પરેશાની ન થાય તે માટેનું વાતાવરણ સાથે લોન, ડિપોઝીટ તથા કામગીરીમાં પણ નંબર મેળવ્યા છે.
દ્વારકા જિલ્લામાં સૌથી મોટા સરકારી વિભાગના ખાતા પેન્શનરોના ખાતા હોવા છતાં પણ બેંકનો ઝડપી તથા ગ્રાહકલક્ષી અભિગમ સાથે મેનેજરનો પ્રકૃતિપ્રેમ ગ્રાહકોમાં ખૂબજ લોકપ્રિય બન્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial