Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંત્રીસ કોલેજોના ૧૩૦ વિદ્યાર્થી ભાઈઓ-બહેનો જોડાયા
જામનગર ભવન્સ એચ.જે.દોશી ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી ઈન્સ્ટિટ્યુટના યજમાનપદે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધા ભાઈઓ-બહેનો માટે યોજવામાં આવી હતી. જેમાં ૩૫ કોલેજોના ૧૩૦ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. બહેનોના વિભાગમાં ચોટીલાની કોલેજની વિદ્યાર્થિની અસ્મીતાબેન પ્રથમ નંબરે તથા ભાઈઓના વિભાગમાં રાજકોટની કોલેજના વનરાજ વાઘેલા પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ટીમ કેટેગરીમાં ભાઈઓમાં રાજકોટની ડી.એચ.કોલેજ તથા બહેનોમાં ધ્રાંગધ્રાની એસ.એસ.પી.જૈન કોલેજ વિજેતા થઈ હતી. આ સ્પર્ધા પ્રસંગે વી.એમ.મહેતા કોલેજના આચાર્ય ડો.જી.બી.સિંધ, કે.પી.શાહ લો કોલેજના આચાર્ય ડો.વિમલ પરમાર તથા ભવન્સ એ.કે.દોશી મહિલા કોલેજના આચાર્ય ડો.ચેતનાબેન ભેંસદડીયા, સેન્ટ્રલબેંક ઓફ ઈન્ડિયાના રાકેશ જૈન (ચીફ મેનેજર) અને સતીષ કુમાર (બ્રાંચ મેનેજર) તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણના ડાયરેકટર ડો. હરીશ રાબા, ડી.કે.વી.કોલેજના આચાર્ય પરેશભાઈ બાણુંગારીયા, હરિયા કોલેજના આચાર્ય ડો. ચિંતન વોરા, ગોસરાણી કોલેજના હેતલબેન સાવલા, એસ.ઓ.જી. ક્રિકેટ કોચ રીનાબા ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર સ્પર્ધાનું સંચાલન કોલેજના પ્રિન્સીપાલ તથા શારીરિક શિક્ષણ અધ્યાપક ડો. તૌસીફખાન પઠાણ દ્વારા કરવામાં આવેલ હતું. તેમજ કોલેજના વાઈસ પ્રિન્સીપાલ ડો. રવિભાઈ ઓઝા તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial