Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એલ.પી.જી.ની અછત અંગે સરકારે શ્રેણીબદ્ધ કદમ ઉઠાવ્યા... અફવાઓથી દૂર રહેવા અપીલ
નવી દિલ્હી તા. ૧૩: એલપીજીની અછત નિવારણ કેન્દ્ર સરકારે હોટલ, રેસ્ટોરન્ટ અને ઉદ્યોગોને કોલસો, કેરોસીન જેવા વૈકલ્પિક ઈંધણ વાપરવાની છૂટ આપી દીધી છે. આ ઉપરાંત ગેસના બાટલાના બે બુકીંગ વચ્ચેનો સમયગાળો પણ વધુ વધાર્યો છે.
પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે દેશમાં રાંધણ ગેસના પુરવઠા પર માઠી અસર પડી છે. ગેસની અછતને પહોંચી વળવા અને ઘરેલું ગ્રાહકોને મુશ્કેલી ન પડે તે માટે કેન્દ્ર સરકારે હોટલ, રેસ્ટોરન્ટ અને ઉદ્યોગો માટે કોલસો, કેરોસીન અને બાયોમાસ જેવા વૈકલ્પિક ઇંધણોના ઉપયોગને મંજૂરી આપી દીધી છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ લોકસભામાં જણાવ્યું હતું કે એલપીજી પરનું દબાણ ઘટાડવા માટે આ પગલાં લેવાયા છે. પર્યાવરણ મંત્રાલયે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સૂચના આપી છે કે, એક મહિના સુધી હોસ્પિટાલિટી અને રેસ્ટોરન્ટ સેક્ટરમાં બાયોમાસ, આરડીએફ પેલેટ્સ, કેરોસીન અને કોલસાનો ઉપયોગ કરવા દેવામાં આવે. કોલ ઈન્ડિયા અને સિંગરેણી કોલિયરીઝને નાના અને મધ્યમ ગ્રાહકોને વધુ પ્રમાણમાં કોલસો ફાળવવા આદેશ અપાયો છે. સરકાર દ્વારા રાજ્યોને વધારાનું ૪૮,૦૦૦ કિલોલીટર કેરોસીન ફાળવવામાં આવ્યું છે.
અછતના ડરથી લોકોમાં 'પેનિક બુકિંગ' (વધારે પડતું બુકિંગ) વધતા સરકારે બે સિલિન્ડર વચ્ચેના અંતરમાં ફેરફાર કર્યો છે. બે સિલિન્ડર બુકિંગ વચ્ચેનો લઘુત્તમ ગાળો વધારીને ૪૫ દિવસ કરવામાં આવ્યો છે. શહેરોમાં આ ગાળો ૨૫ દિવસ રહેશે. અગાઉ આ મર્યાદા ૨૧ દિવસની હતી, જે સંઘર્ષ શરૂ થયા બાદ વધારવામાં આવી છે.
સરકારે સ્પષ્ટતા કરી છે કે, ખોટી માહિતી અને અફવાઓને કારણે બુકિંગમાં અનેકગણો વધારો થયો છે. સરકારે ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ ગભરાઈને બિનજરૂરી બુકિંગ ન કરે. વ્યાપારી ઉપયોગ માટે માસિક જરૂરિયાતના ૨૦% એલપીજી ફાળવવાનો નિર્ણય પણ લેવાયો છે જેથી સપ્લાય ચેઈન જળવાઈ રહે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial