Advertisement
Author: નોબત સમાચાર

હાલારમાં બોર્ડની પરીક્ષાઓનું કાઉન્ટડાઉન શરૃઃ જામનગર જિલ્લામાં ર૮,૪૧૭, દ્વારકા જિલ્લામાં ૧૩,૩૯ર પરીક્ષાર્થી

ધોરણ ૧૦ અને ધોરણ ૧રના વિદ્યાર્થીઓની કસોટી

                                                                                                                                                                                                      

જામનગર તા.૧૧ : હાલાર ના બન્ને જિલ્લાઓ જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું કાઉન્ટ ડાઉન શરૂ થતા તંત્ર સજ્જ બન્યું છે. જામનગર જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ ના ૨૮,૪૧૭ અને દેવભૂમિ-દ્વારકા  જિલ્લાના ૧૩,૩૯૨ સહિત કુલ ૪૧૮૦૯ પરીક્ષાર્થી નોંધાયા છે.

હાલાર સહિત રાજયભરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૨૬મી ફેબ્રુઆરીથી ધો.૧૦ અને ધો. ૧૨ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થશે.જે માટે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું શિક્ષણ તંત્ર સજજ બન્યું છે.

જામનગરમાં ધોરણ ૧૦માં ૧૭,૩૪૩ વિધાર્થીઓ, જ્યારે ધોરણ ૧૨ સાયન્સમાં ૧૯૦૫ વિદ્યાર્થીઓ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૯,૧૬૯ વિદ્યાર્થીઓ સહિત ૨૮,૪૧૭ છાત્રો બોર્ડ ની પરીક્ષા આપશે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધો. ૧૦ માં ૯,૧૨૫ છાત્રો, અને ધોરણ ૧૨ સાન્યસમાં ૩૩૧ છાત્રો, અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૩,૯૩૬ પરીક્ષાર્થીઓ નોંધાયા છે. જે અનુસાર બન્ને જિલ્લાનો પરીક્ષા વ્યવસ્થા અંગેનો એકશનપ્લાન જાહેર કરાયો છે.

જામનગર જિલ્લામાં આગામી તા.૨૬મી ફેબ્રુઆરથી ધો.૧૦ અને ધો. ૧૨ ની બોર્ડ પરીક્ષાને અનુલક્ષીને શિક્ષણ તંત્ર સજજ બન્યું છે. જામનગરમાં ધોરણમાં ૧૭,૩૪૩ વિદ્યાર્થી માટે જુદા જુદા નવ પરીક્ષા કેન્દ્રોના ૫૯ બિલ્ડીંગના ૫૭૫ બ્લોકમાં પરીક્ષા યોજાશે, જયારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની ૧૯૦૫ વિધાર્થીઓ માટે બે પરીક્ષા કેન્દ્રના ૧૦ બિલ્ડીંગના ૯૫ બ્લોકમાં યોજાશે.જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહના ૯૧૬૯ વિધાર્થીઓ પાંચ પરીક્ષા કેન્દ્રના ૩૧ બિલ્ડીંગના ૩૦૧ બ્લોકમાં પરીક્ષા આપશે.

જામનગર જીલ્લામાં આગામી બોર્ડ પરીક્ષામાં સંસ્કૃત પ્રથમ માં ૪૬ પરીક્ષાર્થીઓ અને સંસ્કૃત મધ્યમાં ૭૫ વિધાર્થીઓ નોંધાયા છે. જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને શિક્ષણ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહૃાો છે. જિલ્લામાં ધો.૧૦ની પરીક્ષામાં નોંધાયેલા ૯,૧૨૫ વિદ્યાર્થીઓ માટે જુદા જુદા આઠ પરીક્ષા કેન્દ્રોના ૩૫ વ્યવસ્થા બિલ્ડીંગોમાં ગોઠવાશે.જયારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહામાં કુલ ૩૩૧ પરીક્ષાર્થીઓ જુદા જુદા બે સેન્ટર પર પરીક્ષા આપશે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા પાંચ પરીક્ષા કેન્દ્રના ૧૬ બિલ્ડીંગમાં લેવાશે.

આમ, જામનગર જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ ની પરીક્ષાના ૨૮,૪૭૧ વિધાર્થીઓ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧૩,૪૯૨ વિધાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પેપર આપી શકે, તે માટે વ્યવસ્થાઓને આખરી ઓપ અપાઈ રહૃાો છે.

બોર્ડ પરીક્ષાના સુચારૂ આયોજન માટે સંભવત આવતી કાલે તા. ૧૨ના  જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાશે.જયારે   સીસીટીવી મોટા ભાગ ના પરીક્ષા કેન્દ્રોના તમામ બિલ્ડીંગો કેમેરાની સુવિધાથી સજજ રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh