Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૪૮ કલાકમાં ભારેથી અતિભારે વરસાદનું રેડએલર્ટઃ જનજીવન પ્રભાવિત
મુંબઈ તા. ૧પઃ શનિવાર રાત્રિના મુંબઈમાં અચાનક વીજળીના કડાકા સાથે મેઘરાજાની તોફાની બેટીંગથી સર્વત્ર જળબંબાકાર થતા જનજીવન પ્રભાવિત થયું છે. આગામી ૪૮ કલાક ભારેથી અતિભારે વરસાદની ચેતવણી પણ અપાઈ છે.
દક્ષિણ-મધ્ય મુંબઈ, નવી મુંબઈ અને થાણે સહિત મુંબઈ મેટ્રોપોલિટન રિજનના મોટાભાગના વિસ્તારોમાં વરસાદે જોર પકડ્યું છે. હવામાન વિભાગ અને ખાનગી વેધર એજન્સીઓએ આગામી ર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને નાગરિકોને સાવચેત રહેવા તાકીદ કરી છે.
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં શનિવારે મોડી રાતથી રવિવાર સુધી અચાનક ગાજવીજ અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં અને જનજીવન પ્રભાવિત થયું હતું.
સોશિયલ મીડિયા પર લોકોએ વરસાદ અને વીજળીના ફોટો-વીડિયો શેર કર્યા હતાં. હવામાન વિભાગ અને ખાનગી વેધર એજન્સીઓએ આગામી ર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને નાગરિકોને સાવચેત રહેવા જણાવ્યું છે. મુંબઈગરાઓ જ્યારે દિવસભરના કામકાજ પછી આરામની તૈયારીમાં હતાં, ત્યારે જ મોડી રાત્રૈ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું અને વીજળીના પ્રચંડ કડાકા-ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
અચાનક શરૂ થયેલા વરસાદે મુંબઈની રફતાર પર બ્રેક લગાવી દીધી હતી. રાત્રિના લગભગ ૧૦-૩૦ વાગ્યાની આસપાસ દક્ષિણ-મધ્ય મુંબઈ, નવી મુંબઈ અને થાણે સહિત મુંબઈ મેટ્રોપોલિટન રિજનના મોટાભાગના વિસ્તારોમાં વરસાદે જોર પકડ્યું હતું.
સોશિયા મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (ટ્વિટર) પર ભારે વરસાદના દૃશ્યો ટ્રેન્ડ થવા લાગ્યા હતાં. અનેક નાગરિકો અને વેધર ટ્રેકર્સ દ્વારા પોસ્ટ કરાયેલી તસ્વીરો અને સેટેલાઈટ ઈમેજમાં મુંબઈ પર વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી સ્પષ્ટ દેખાઈ રહી હતી. ખાસ કરીને દક્ષિણ મુંબઈ, દાદર, સાયન, માટુંગા, કુર્લા અને ચેમ્બરુ જેવા મધ્ય ઉપનગરીય વિસ્તારોમાં માત્ર ૧ કલાકમાં ભારે વરસાદ ખાબક્યો હતો, જેના પગલે અંધેરી સબવે, કિંગ્સ સર્કલ અને ગાંધી માર્કેટ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી.
ભારે વરસાદ અને વીજળીના ચમકારાને કારણે રાત્રિનું વાતાવરણ ભયાવહ બન્યું હતું. જાણીતી વેધર એજન્સીઓ અને 'મુંબઈ નાઉકાસ્ટ' જેવા સ્થાનિક વેધર હેન્ડલ્સે ૧ થી ર કલાકમાં જ સમગ્ર મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી આપી હતી, જે સાચી ઠરી હતી. તેમના જણાવ્યા મુજબ 'આ તો માત્ર શરૂઆત છે, આગામી ર દિવસ મુંબઈ માટે વધુ ભારે હોઈ શકે છે.'
ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ આગામી ૪૮ કલાક માટે મુંબઈ અને કોંકણ વિસ્તારમાં ભારેથી અતિભાર વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
બૃહ્દ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટને સતર્ક રહેવા આદેશ આપવામાં આવ્યો છે અને નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અને પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. આમ અચાનક આવેલા ભારે વરસાદે મુંબઈની ગતિને થંભાવી દીધી છે અને આગામી બે દિવસ શહેર માટે પડકારજનક બની રહેવાની પૂરી સંભાવના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial