Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ભવન્સ એચ.જે. દોશી કોલેજમાં સાયબર ક્રાઈમ અંગે યોજાયો જાગૃતિ કાર્યક્રમ

બેંક દ્વારા 'સાયબર સાથી' પુસ્તિકાનું વિતરણ કરાયું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: પ્રર્વતમાન સમયમાં દેશ-દુનિયામાં સાયબર ક્રાઈમમાં થઈ રહેલા વધારાને અંકુશમાં લેવા લોકોની જાગૃતિ જ અસરકારક પરિણામ લાવી શકે એ દિશામાં કાર્ય કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજયના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન મુજબ રાજય સરકાર વધુમાં વધુ પ્રયાસો કરી તે દિશામાં વિવિધ પગલાં લઈ રહી છે.

ગુજરાત સરકાર આ દિશામાં સક્રિય કાર્યરત છે ત્યારે ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંકના ચેરમેન અજયભાઈ પટેલે આ દિશામાં સક્રિય સહયોગ આપવાના ઉદેશ સાથે 'સાયબર સાથી * નામક પુસ્તિકાનું પ્રકાશન કર્યું છે. હાલારના સાંસદ પૂનમબેન માડમના માર્ગદર્શન મુજબ જામનગર જીલ્લા સહકારી બેંક ચેરમેન શ્રી જીતુભાઈ લાલના સૂચન મુજબ સાયબર ક્રાઈમ સામે સાવચેત રહેવા માટે લોકોને જાગૃત કરવાની દિશામાં કાર્યરત બની છે.

જેના ભાગરૂપે શહેર  જિલ્લામાં સાયબર ક્રાઈમ અંગે લોકો સાવધાની કેવી રીતે રાખી શકે તે માટે માર્ગદર્શન આપવા શૈક્ષણિક સંસ્થાઓમાં વિશેષ સેમિનારના આયોજન મુજબ આ પ્રકારનો પ્રથમ કાર્યક્રમ જામનગરની ભવન્સ શ્રી એચ.જે.દોશી કોલેજમાં આયોજન કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત છાત્રાઓને સંબોધન કરતાં જામનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન જીતુભાઈ લાલે કહયું હતું કે, આજના ડિઝીટલ યુગમાં બહોળો જનસમુદાય મોબાઈલ ફોન, કોમ્પયુટર, શોપિંગ, ઓનલાઈન બેંકીગ, સોશ્યલ મીડિયાના માધ્યમોથી ઈન્ટરનેટ સાથે જોડાયેલો છે. જેણે જીવનશૈલી ઝડપી અને સરળ બનાવી છે જેથી વિકાસને પણ વેગ મળી રહયો છે. પરંતુ ઝડપી વિકાસનું આ માધ્યમ સાયબર ફ્રોડના ઉભા થયેલા જોખમોનું પ્લેટફોર્મ બન્યું છે અને જેની સામે લડવાનું કામ એટલે જ સાયબર સુરક્ષા ઈન્ટરનેટ ઉપયોગથી થતાં જોખમો સામે આપણું રક્ષણ આપણે જ કરી શકીએ તે માટે સાયબર ફ્રોડ સામે જનજાગૃતિ જ અમોધ શસ્ત્ર બની શકે તેમ છે.

આ સેમિનારમાં ભવન્સ શ્રી એચ.જે.દોશી કોલેજ (જામનગર)ની મેનેજીંગ કમિટીના ચેરમેન મહેશભાઈ શારડા, કોલેજોના પ્રિન્સીપાલો ડો.તોષિફખાન પઠાણ, ડો.ચેતનાબેન ભેંસદડીયા, ભારતીબેન વાઢેર, વાઈસ પ્રિન્સીપાલ ડો. રવિભાઈ ઓઝા, જિલ્લા સહકારી બેંકના ઈન્ચાર્જ જનરલ મેનેજર અલ્પેશભાઈ મોલીયા તથા વિજયભાઈ રાજયગુરૂ તેમજ કોલેજના પ્રાધ્યાપકગણ, જિલ્લા બેંકના કર્મચારીગણ અને છાત્રાઓ વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહૃાા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh