Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને 'આપ'ના નેતા
નવી દિલ્હી તા. ર૬: દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને 'આપ'ના નેતા સૌરભ ભારદ્વાજના ઘર સહિત ૧૩ ઠેકાણા પર ઈ.ડી.ના દરોડા પડ્યા છે. હોસ્પિટલ કૌભાંડમાં આ કાર્યવાહી થઈ રહી હોવાનું જાણવા મળે છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજના ઘર સહિત ૧૩ સ્થળોએ દરોડા પાડ્યા છે. દિલ્હીની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (એસીબી) એ જૂનમાં પૂર્વ આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈન સામે કેસ નોંધ્યો હતો, જેમાં 'આપ' સરકાર દરમિયાન આરોગ્ય માળખાગત સુવિધાઓ સંબંધિત પ્રોજેક્ટ્સમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
તે પછી આ કેસ ઈ.ડી.ને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, અને કેન્દ્રિય એજન્સીએ જુલાઈમાં કેસ નોંધ્યો હતો. અહેવાલો અનુસાર રૂ. પ,પ૯૦ કરોડ રૂપિયાના કથિત કૌભાંડમાં 'આપ'ના કાર્યકાળના બે આરોગ્ય મંત્રીઓ, સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈનની ભૂમિકા તપાસ હેઠળ છે.
ઈ.ડી. અનુસાર આમ આદમી પાર્ટી સરકારે ર૦૧૮-૧૯ માં ર૪ હોસ્પિટલ પ્રોજેક્ટ્સને મંજુરી આપી હતી. યોજના છ મહિનામાં આઈસીયુ હોસ્પિટલો તૈયાર કરવાની હતી, પરંતુ એવો દાવો કરવામાં આવે છે કે કામ હજુ પૂર્ણ થયું નથી, જ્યારે ૮૦૦ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં માત્ર પ૦ ટકા કામ પૂર્ણ થયું છે. ઈ.ડી. તપાસમાં સામે આવ્યું કે દિલ્હી સરકારની લોકનાયક હોસ્પિટલનો બાંધકામ ખર્ચ ૪૮૮ કરોડ રૂપિયાથી વધીને ૧,૧૩પ કરોડ રૂપિયા થઈ ગયો. ઘણી હોસ્પિટલોમાં યોગ્ય મંજુરી વિના બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું.
તદુપરાંત અસીબી દવારા નોંધાયેલી ફરિયાદ અનુસાર શહેરભરમાં હોસ્પિટલો, પોલીક્લિનિક અને આઈસીયુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં મોટી અનિયમિતતાઓ, બિનજરૂરી વિલંબ અને ભંડોળનો મોટા પાયે દુરૂપયોગ જોવા મળ્યો છે. ખર્ચમાં કરોડો રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો હતો અને એક પણ પ્રોજેક્ટ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થયો નહતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial