Advertisement
Author: નોબત સમાચાર

અકસ્માત સર્જી મૃત્યુ નિપજાવવાના કેસમાં મોટરચાલકનો થયો છૂટકારો

અઢી વર્ષ પહેલાં સર્જાયો હતો અકસ્માતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરના એક યુવાનનું અકસ્માતમાં અઢી વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. ઈકો મોટરના ચાલક સામે પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતા અદાલતે મોટર ચાલકનો છૂટકારો કર્યાે છે.

જામનગરના રવિભાઈ સોઈગામા નામના યુવાન ગઈ તા.૧૪-૧૧-ર૩ના દિવસે પોતાના બાઈક પર જામનગર તરફ આવતા હતા ત્યારે એક ઈકો મોટર તેમની સાથે ટકરાઈ પડી હતી. ગંભીર ઈજા પામેલા રવિભાઈનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી મોટરચાલક યુવરાજસિંહ કે. જાડેજા સામે ગુન્હો નોંધ્યો હતો. તે કેસ ચાલી જતા અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ અર્શ કાશમાણી, સચિન જોષી, જાનકી ગાગીયા, સિદ્ધાર્થ બોરીચા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh