Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વાદળોની અવર-જવર હોવા છતાં મેઘરાજા મહેરબાન નહીં

જિલ્લામાં કયાંય નોંધપાત્ર વરસાદ નહીં:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણાં દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહૃાું છે. દિવસ દરમિયાન સૂર્યનારાયણ પણ વાદળોની ઓટમાં રહેતા હોવાથી ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અને ગરમીમાં પણ આંશિક રાહત અનુભવાઈ રહી છે.

જોકે આકાશમાં વાદળોની અવરજવર સતત જોવા મળતી હોવા છતાં મેઘરાજા મન મૂકીને વરસતા નથી. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં માત્ર છાંટા કે ઝાપટાં પડ્યા હોવાની સ્થિતિ છે, પરંતુ નોંધપાત્ર વરસાદ થયો નથી.

હવામાન વિભાગના ઉપલબ્ધ આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર જિલ્લાના કોઈપણ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. પરિણામે વરસાદની આતુરતાપૂર્વક રાહ જોતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેતીના વિવિધ કાર્યો વરસાદ પર આધારિત હોવાથી સમયસર સારો વરસાદ થાય તેવી ખેડૂતોની અપેક્ષા છે.

બીજી તરફ શહેર અને જિલ્લાના લોકો પણ ઉકળાટભર્યા વાતાવરણમાંથી કાયમી રાહત મળે અને જળાશયોમાં નવા પાણીની આવક શરૂ થાય તે માટે મેઘરાજા મન મૂકીને વરસે તેવી આશા રાખી રહૃાા છે. હાલમાં સમગ્ર જિલ્લામાં સૌની નજર આકાશ તરફ મંડાયેલી છે અને ક્યારે મેઘરાજા મહેરબાન થશે તેની રાહ જોવાઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh