Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલમાં આઈશ્રી મચ્છુ માતાજીનો ભવ્ય મહોત્સવઃ શોભાયાત્રા-મહાપ્રસાદ યોજાશે

સમસ્ત ભરાવડ સમાજ દ્વારા તા. ૧૨ જુલાઈએ

                                                                                                                                                                                                      

ધ્રોલ તા. ૯: ધ્રોલ આઈશ્રી પંચની ૧૪૨ ગામ ધણી મચ્છુ મૉં ના સાનિધ્યમાં ધ્રોલમાં સમસ્ત ભરવાડ સમાજ દ્વારા તા. ૧૨-૦૭-૨૦૨૬ ને રવિવાર (જેઠ વદ તેરસ) ના એક ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન અવસરે માતાજીના મંદિરે વિશેષ દૂધ અભિષેક, ભવ્ય શોભાયાત્રા અને વિશાળ ભંડારાનું આયોજન કરાયું છે. આ પ્રસંગે મોરબી મચ્છુ માતાજીની જગ્યાના પરમ પૂજ્ય મહંતશ્રી કિસન ભગત ખાસ ઉપસ્થિત રહીને ભક્તોને આશીર્વચન પાઠવશે.

કાર્યક્રમની વિગત આપતા આયોજકોએ જણાવ્યું છે કે, રવિવારે બપોરે ૨ થી ૪ કલાકે ધ્રોલમાં આવેલા ભરવાડ સમાજની વાડીથી એક ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરશે, જે શહેરના પરંપરાગત માર્ગો પર ફરીને ભરવાડ શેરી સ્થિત મચ્છુ માતાજીના મંદિરે પહોંચશે. આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ પરંપરાગત ભરવાડી પહેરવેશમાં સજ્જ સમાજના ભાઈઓ-બહેનો અને ૨૫૧ પાણીની હેલ (બેડા) સાથે જોડાનારી મહિલાઓ રહેશે, જે આપણી ભવ્ય સંસ્કૃતિ અને એકતાના દર્શન કરાવશે. આયોજકો દ્વારા તમામ માતૃશક્તિને પોતાના ઘરેથી બેડા લઈને આવવા અનુરોધ કરાયો છે.

શોભાયાત્રાની પૂર્ણાહુતિ બાદ સાંજે ૭ કલાકે તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદ (ભંડારા)નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે 'સમસ્ત ભરવાડ સમાજ ધ્રોલ' ના કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહૃાા છે. સમાજના તમામ ભાઈ-બહેનોને પોતાની પરંપરા અને સંસ્કૃતિના ગૌરવ સમાન આ ઉત્સવમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh