Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દારૂના બે પાઉચ સાથે ઝડપાયો હતો એક શખ્સઃ
જામનગર તા. ૯: જામજોધપુરમાં ૧૩ વર્ષ પહેલાં દારૂના બે પાઉચ સાથે જઈ રહેલા એક શખ્સને બે પોલીસકર્મીએ પકડ્યા પછી રૂ।.૧૮ હજારની લાંચ માંગ્યાની ફરિયાદ એસીબીમાં થતા છટકુ ગોઠવી આરોપીઓને પકડી લેવાયા હતા. તે કેસ ચાલી જતા અદાલતે બંને પોલીસ કર્મચારીને એક વર્ષની સખત કેદ તથા કુલ રૂ।.૧પ હજારનો દંડ ફટકાર્યાે છે.
જામજોધપરનો એક યુવાન ગઈ તા.૫-૧૨-૧૩ની સાંજે પોતાના બાઈક પર પસાર થતો હતો ત્યારે પોલીસ કર્મચારી નારણભાઈ વિરમભાઈ ગઢવી તથા લખુભા ગંભીરસિંહ રાઠોડે તેને રોકાવ્યો હતો. આ યુવાનની તલાશી લેવાતા તેની પાસેથી દારૂના બે પાઉચ મળી આવ્યા હતા. તે પછી કેસ કરવાની તજવીજ કરાતા આ યુવાને કેસ ન કરવા વિનંતી કરતા રૂ।.ર૦ હજારની માગણી કરાઈ હતી. જેમાં રકઝકના અંતે રૂ।.૧૮ હજાર આપવાનું નક્કી થયું હતું.
તે પછી તા.૬ના દિને પૈસા આપી જવાનું તેને કહેવાતા પૈસા કાલે આવશે તેમ કહ્યા પછી આ આસામીએ તા.૭ના દીને જામનગર એસીબી કચેરીમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે તા.૮ના દિને એસીબીએ છટકુ ગોઠવ્યંુ હતું અને છટકામાં રૂ।.૧૮ હજારની લાંચ લેવા આવેલા લખુભા ગંભીરસિંહ સપડાઈ ગયા હતા. એસીબીએ બંને પોલીસકર્મી સામે ગુન્હો નોંધ્યો હતો.
આ કેસ જામનગરની અદાલતમાં ચાલવા પર આવતા સાત સાહેદની જુબાની અને ૪૦ દસ્તાવેજી પુરાવા સરકાર પક્ષ તરફથી રજૂ થયા હતા. કેસની સુનાવણીમાં ફરિયાદી હોસ્ટાઈલ જાહેર થયા હતા. તેમ છતાં સરકારી વકીલે કરેલી દલીલો ફરિયાદીની જુબાનીમાં રજૂ થયેલી વિગતોને ધ્યાને લઈ શકાય તેવી કરેલી દલીલ ગ્રાહ્ય રાખવામાં આવી હતી. ફરિયાદીએ પોતાનંુ બાઈક એક ગેરેજવાળાને રીપેરીંગ માટે આપ્યાની અને તેના પૈસા ગેરેજવાળાને ન ચૂકવતા ગેરેજવાળાએ બાઈક આપવાની ના પાડ્યા પછી ફરિયાદી આરોપી પોલીસકર્મીઓને મળ્યા હોવાની અને પોલીસે ગેરેજવાળાને બોલાવી સમાધાન કરાવ્યા પછી ફરિયાદી ગેરેજવાળાને તે રકમ આપી જશે તેવી દલીલ કરાઈ હતી પરંતુ ગેરેજવાળાની ઉલટ તપાસમાં આ વાત ખોટી હોવાનું સાબિત કરાયું હતું.
ત્યારપછી અદાલતે આરોપી પોલીસ કર્મચારી નારણભાઈ ગઢવી તથા લખુભા રાઠોડને તકસીરવાન ઠરાવી કલમ ૭ હેઠળ છ મહિનાની સજા અને રૂ।.પ હજારનો દંડ, કલમ-૧રમાં છ મહિનાની સજા, રૂ।.પ હજારનો દંડ, કલમ-૧૩ (૧) (ર)માં એક વર્ષની કેદ અને રૂ।.પ હજારનો દંડ ફટકાર્યાે છે. સરકાર તરફથી પીપી દીપક ત્રિવેદી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial