Advertisement
Author: નોબત સમાચાર

કારખાનેદારને ચેક પરતમાં સજા સામે અપીલ અંગે મનાઈહુકમ ઉઠાવી લેવાયો

બિનજામીનલાયક વોરંટનો થયો આદેશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરના એક કારખાનેદારને ચેક પરતના કેસમાં કરાયેલી સજા સામે અપીલ થયા પછી અદાલતે મનાઈહુકમ ઉઠાવી લઈ બિનજામીનલાયક વોરંટનો હુકમ કર્યાે છે.

જામનગરના કારખાનેદાર સોહિલ નીતિનભાઈ મોદી પાસેથી ડુ મેટલ્સ નામની પેઢીવાળા પ્રણવ પંકજભાઈ સાવલીયાએ રૂ।.સાડા સાત લાખથી વધુનો સામાન ઉધાર લઈ આપેલો ચેક પરત ફર્યાની ફરિયાદ ચાલી જતાં અદાલતે આરોપીને એક વર્ષની કેદ અને ચેકની રકમનો દંડ ફટકાર્યાે હતો.

તે હુકમ સામે પ્રણવ સાવલીયાએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. તે અપીલ અન્વયે સમય મર્યાદામાં આરોપીએ ૨૦ ટકા રકમ જમા ન કરાવતા અદાલતે અપીલ અંગે આપવામાં આવેલો મનાઈહુકમ રદ્દ કર્યાે છે અને બિનજામીનલાયક વોરંટ કાઢ્યું છે. ફરિયાદી સોહિલભાઈ તરફથી વકીલ એમ.એચ. ઉનડદલ રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh