Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગયા વર્ષે ભણગોરમાં થયેલી હત્યાનો મામલોઃ
જામનગર તા. ૧૩: લાલપુરના ભણગોરમાં ગયા વર્ષે થયેલી એક હત્યામાં જે દુકાન પાસે બનાવ બન્યો હતો તે દુકાનદાર ગયા મહિને કોર્ટમાં જુબાની આપવા આવ્યા હતા. તેઓને અન્યના મોબાઈલમાંથી કોલ કરી એક આરોપીએ ખોટી જુબાની આપવાનું કહી ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
લાલપુર તાલુકાના ભણગોર ગામના રહેવાસી પ્રદ્યુમનસિંહ લાલુભા જાડેજા ગઈ તા.૧૪ના દિને પોતાના ગામમાં હતા ત્યારે તેમના ગામના પંકજ રાયચુરાને ભણગોરના જ અનિલ આહિરના મોબાઈલ પર હરપાલસિંહ નામના શખ્સનો વોટ્સએપ કોલ આવ્યો હતો. જેમાં સામા છેડે રહેલા ભણગોર ગામના રાજદીપસિંહ જગદીશસિંહ જાડેજા ઉર્ફે પિન્ટુ નામના શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
થોડા મહિનાઓ પહેલાં પ્રદ્યુમનસિંહના પિતરાઈ ભાઈ વિરેન્દ્રસિંહ જાડેજાની હત્યા થઈ હતી. જેમાં રાજદીપસિંહ ઉર્ફે પિન્ટુ સહિતના વ્યક્તિઓ સામે ગુન્હો નોંધાયો હતો. તે પછી આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી અને હાલમાં રાજદીપસિંહ કાચા કામના કેદી તરીકે જામનગરની જિલ્લા જેલમાં રહેલો છે.
ઉપરોક્ત બનાવ પાનની એક દુકાને બન્યો હતો. તે દુકાનના માલિક પંકજ રાયચુરા નજરે જોનાર સાક્ષી તરીકે નોંધાયેલા છે. તેઓ ગઈ તા.૧૪ના દીને જામનગર કોર્ટમાં મુદ્દત હોવાથી આવ્યા હતા ત્યારે રાજદીપસિંહે પોતાના સાળા હરપાલસિંહના મોબાઈલમાંથી પંકજ રાયચુરાને વોટ્સએપ કોલ કરી ધમકી આપી જણાવ્યું હતું કે, કોર્ટમાં તું સાચી જુબાની આપીશ તો કે મારૂ નામ બોલીશ તો મને સજા થશે અને તે પછી મારી પાસે પચ્ચાસ વીઘા જમીન છે તે જમીન વેચીને પણ તને મારી કે મરાવી નાખીશ, એકને મારી નાખવામાં જેટલી સજા છે એટલી જ સજા બે-ત્રણને મારી નાખવામાં થવાની છે તો તું ખોટો પુરાવો આપજે તેમ કહી ધમકી આપી હતી. પ્રદ્યુમનસિંહની ફરિયાદ પરથી લાલપુર પોલીસે રાજદીપસિંહ ઉર્ફે પિન્ટુ સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial