Advertisement
Author: નોબત સમાચાર

નગરના સ્થાપના દિને "સહકારથી સમૃદ્ધિ સુધી" વિષય પર યોજાયો સેમિનારઃ ફોટો એક્ઝિબીશન

જામનગર જિલ્લા સહકારી સંઘ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે તેમજ જામનગર શહેરના સ્થાપના દિન પ્રસંગે તા. ૩૧-૭-૨૫ના રોજ જામનગર જિલ્લા સહકારી સંઘ દ્વારા "સહકારથી સમૃદ્ધિ" વિષય ઉપર એક સહકારી સેમિનાર તેમજ જામનગરના જન્મદિવસની ઉજવણી કાર્યક્રમ કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં સંઘના પ્રમુખ જયંતભાઈ સી. વિરાણીએ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરતા જણાવેલ કે જામનગર શહેર આજે ૪૮૫ વર્ષ પુરા કરી ૪૮૬માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. આ પ્રસંગે તેઓએ જામનગરની જુની યાદો તાજી કરી ઉપસ્થિત સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ "સહકારથી સમૃદ્ધિ" સુત્ર આપેલ છે તેને સાર્થક કરવા અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત શહેરના કોર્પોરેટર તેમજ સંઘના ડાયરેકટર સરોજબેન વિરાણીએ જામનગરના ઈતિહાસ વિશે રસપ્રદ માહિતી આપી, સંઘની કામગીરી વિશે માહિતી આપી હતી. કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ભવન્સ એ.કે.દોશી મહિલા કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ અને પ્રખ્યાત વક્તા પ્રોફેસર હસમુખભાઈ પડીયાએ જામનગર વિશે ખૂબજ રસપ્રદ માહિતી તેઓની આગવી શૈલીમાં રજૂ કરી હતી. કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયાએ જામનગરની ભવ્ય જાહોજલાલી વિશે વાત કરી જિલ્લા સહકારી સંઘને આ કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન આપ્યા હતા.

આ ઉજવણી કાર્યક્રમમાં રિદ્ધિ સિદ્ધ બચત અને ધિરાણ સહકારી મંડળીના પ્રમુખ દિલીપભાઈ ધ્રુવે જુનું જામનગર અને નવું જામનગર વિશેનું ફોટો એક્ઝીબીશન તેમજ રાજાશાહી વખતના ચલણી સિક્કાઓ, દસ્તાવેજો વગેરે રાખેલ, જે જોઈને ઉપસ્થિત પ્રતિનિધિઓએ હર્ષની લાગણી અનુભવી હતી અને દિલીપભાઈ ધ્રુવને તેમના કલેકશન માટે અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે દિલીપભાઈ ધ્રુવ તરફથી જામનગર વિશે પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવેલ અને તેના સાચા જવાબ આપનારને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટીઓ, સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ.સોસાયટીના ચેરમેન કરશનભાઈ ટીંબડીયા તેમજ ડાયરેકટર, પૂર્વ મેયર સનતભાઈ મહેતા, પૂર્વ ભાજપ શહેર પ્રમુખ મુકેશભાઈ દાસાણી, સંઘના ડાયરેકટર પ્રહલાદસિંહ બી.જાડેજા તેમજ જામનગરની જુદી જુદી સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાજરી આપેલ અને સહુએ સાથે કેક કાપી જામનગરના સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. કાર્યક્રમના અંતે સંઘના માનદમંત્રી વશરામભાઈ ચોવટીયાએ આભારવિધિ કરેલ તેમજ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંઘના એક્ઝિક્યુટીવ ઓફિસર પ્રજ્ઞેશ પી.નાકરાણીએ કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh