Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાની એસ.એન.ડી.ટી. હાઈસ્કૂલમાં યોજાઈ પ્રદર્શની

ગુજરાત રાજય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત સપ્તાહ હેઠળ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા.૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયા તાલુકાની જાણીતી શૈક્ષણિક સંસ્થા સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટની એસ. એન. ડી. ટી. હાઈસ્કૂલમાં તા ૬ થી ૮ ઓગસ્ટ સુધી *ગુજરાત રાજ્ય સંસ્કૃત બોડે* તથા ગુજરાત સરકાર દ્વારા પ્રેરીત *સંસ્કૃત સપ્તાહમોત્સવ* નિમિતે ' સંસ્કૃત પુસ્તક પ્રદર્શની'નું આયોજન થયું આ કાર્યક્રમમાં નોડલ ઓફિસર માડમ મહોદય, પાથર મહોદય, ટ્રસ્ટના પ્રમુખ પરાગભાઇ બરછા, આદરણીયા રોહિણીબહેન ઓઝા, નટુભારતી મહોદય, પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબહેન ભટ્ટ, ડો. પડિયા મહોદય, મનુભાઈ પાબારી, લાયન્સ કલબના પ્રમુખ પરબતભાઇ ગઢવી, પરેશભાઈ મહેતા, સંદીપભાઈ નકુમ (જીઈબી)  પી. ડી.નકુમ (પત્રકાર), વિજયભાઈ કટારીયા, જાયન્ટસ ક્લબના પ્રમુખ કુ. હિતાક્ષી ખેતિયા, શ્રીમતી કિરણબહેન સરપદડિયા, ડાંગર મહોદય( જિલ્લા મુખ્ય ગ્રંથપાલ) વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહૃાા હતાં.

ડો. રંજનબેન જોષીએ સંસ્કૃત મંત્રોચ્ચાર કરી વાતાવરણ પવિત્ર બનાવ્યું હતું. તથા હિરપરાએ સુંદર રંગોળી બનાવી હતી. નગરનાં અન્ય વિદ્યાલય દાસુ ગર્લ્સ હાઈસ્કૂલની છાત્રાઓ પણ ઉપસ્થિત રહી હતી. પુસ્તક પ્રદર્શની શ્રી અન્સારી દૂરદર્શન પર મલ્ટી મીડિયાના માધ્યમથી ચિત્ર પ્રદર્શની પણ દેખાડવામાં આવી હતી. પરાગભાઇ બરછાએ છાત્રોને પ્રેરક ઉદ્બોધન આપ્યું હતું.

સમગ્ર સંસ્કૃત સપ્તાહોત્સવ ઉજવણી કાયેક્રમના શાળાસંયોજક તરીકે સંસ્કૃતાચાયે પ્રણવકુમાર શુકલએ દાયિત્વ નિભાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh