Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાતરના વેંચાણમાં ગોલમાલની વ્યાપક ફરિયાદોઃ
જામનગર તા. પઃ જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં આવેલી ગુજરાત ફર્ટીલાઈઝર ડીલર એસોસિએશનની કચેરી મારફતે ખાતરના વેંચાણના મામલે ગોલમાલ થઈ હોવાનું ધ્યાનમાં આવતા ગાંધીનગરની વડી કચેરીના આદેશ અનુસાર ખેતીવાડી શાખા દ્વારા ડીલર્સ એસો.નું લાયસન્સ ૧પ દિવસ માટે રદ્ કરી દેવાયું છે. એક પખવાડિયા સુધી જામનગરની પેઢીનું લાયસન્સ રદ્ કરાતા ભારે દોડધામ થઈ છે.
તાજેતરમાં ગાંધીનગરમાં ખાતર વિક્રેતાઓની મળેલ બેઠકમાં જામનગરની પેઢીની ક્ષતિઓ સામે આવી હતી, અને ખેડૂોને અપાતો ખાતરનો જથ્થો કે જેનું બારોબાર ઉદ્યોગમાં અથવા અન્યત્ર વેંચાણ કરી દેવામાં આવ્યું છે, અને ખેડૂતોને ખાતરનો જથ્થો મળ્યો નથી તેવી ફરિયાદો ઊઠવા પામી હતી.
જેને લઈને જામનગરની ખેતવાડી નિયામકની ટીમે હરકતમાં આવીને કડક કાર્યવાહી કરી હતી અને ગુજરાતની વડી કચેરીના આદેશ અનુસાર જામનગરના લીમડાલેન વિસ્તારમાં આવેલી ગુજરાત ડીલર્સ એસો.ની કચેરીનું લાયસન્સ પખવાડિયા માટે રદ્ કરી નાખવામાં આવ્યું છે, જેથી ભારે દોડધામ થઈ છે.
ખાતર વેંચાણમાં થઈ રહેલી ગોલમાલને લઈને કોંગ્રેસે પણ રોષ જતાવ્યો છે. આ મામલે જામનગર એસો.ના હોદ્દેદારોએ મોઢા સીવી લીધા છે, અને કાંઈ બોલવા માટે કોઈ તૈયાર નથી. એક તરફ રાજ્યભરમાં ખાતર નહિં મળતુ હોવાની ખેડૂતોની ફરિયાદ વચ્ચે આ સૂચક કાર્યવાહીને લઈને ભારે દેકારો બોલી ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial