Advertisement
Author: નોબત સમાચાર

ઉચાપતના કિસ્સામાં વર્ગ-૪ના કર્મચારીઓ સામે જ ફરિયાદ શા માટે...? સહી કરનાર સામે કેમ નહીં ?

ગુજરાત રાજય સરકારી કર્મચારી (ચોથા વર્ગ) મંડળની સી.એમ.ને રજૂઆત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગરની ગુરૂ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલના વર્ગ-૪ના કર્મચારી ઉપર ઉચાપતની ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે પણ ઉચાપત થાય ત્યાર માત્ર નાના કર્મચારી સામે જ ફરિયાદ કરવામાં આવે છે. જ્યારે મોટા અધિકારીઓ સામે ફરિયાદો થતી નથી. હકીકતે ઉપરી અધિકારીની સહી વગર કોઈપણ બિલની ચુકવણી થતી નથી, તો આવા અધિકારીઓને શા માટે બચાવવામાં આવે છે ? આ અંગે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય સરકારી ચોથા વર્ગ કર્મચારી મહામંડળ જામનગર જિલ્લા યુનિટના પ્રમુખ અનિલ બાબરીયાએ રાજ્યના મુખ્યમંત્રીને વિસ્તૃત પત્ર પાઠવીને રજૂઆત કરી છે કે, જામનગરની ગુરૂ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલમાં વર્ગ-૪ ના કર્મચારી ઉપર ખોટો પગાર ચડાવી ઉચ્ચાપાત કરવાની ફરિયાદ જામનગર ગુરૂ ગોવિંદસિંધ સરકારી હોસ્પિટલના અધિકારી મેડિકલ ઓફિસર દ્વારા કરવામાં આવી છે અને હાલ પોલીસ તપાસ ચાલુ છે.

આ અગાઉ પણ આઉટસોર્સિંગ કર્મચારી દ્વારા જી.જી. સરકારી હોસ્પિટલમાં ઉચ્ચાપાત થયેલ હતી અને તેમની વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. આવા અનેક કિસ્સા બનેલ છે. તેમાં ફક્ત વર્ગ-૪ના કર્મચારીની વિરૂદ્ધમાં ફરિયાદ કરવામાં આવી છે. આ ઉચ્ચાપત થયેલ છે, તે ઘણા લાંબા સમયથી ઉચ્ચાપત કરે છે, તેવી ફરિયાદ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. આ ઉચ્ચાપત આટલા સમયથી ચાલતી હોય અને અધિકારીઓને ખબર ના હોય તેવું બને ખરૃં ? પરંતુ જયારે આવા કૌભાંડો ખુલે ત્યારે નાના કર્મચારી ઉપર આંગળી ચિંધવામાં આવે છે. અને ફરિયાદ કરી અને અધિકારી ઓ આમાં છટકબારી કરી છુટ્ટી જાય છે. આવા ઉચાપતના પ્રકરણ વારંવાર બનતા હોય છે તો શું ઉપરી અધિકારી ઓ અજાણ હોય ? જયારે પણ કોઈ ફરિયાદ કરવામાં આવે તો અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે કે, અમે વિશ્વાસથી સહી કરી દઈએ છીએ. પરંતુ ઘણાં સમયથી આ બનાવ બનતા હોય છે તે તેને ધ્યાન જ હોય છે. અને અધિકારી પોતે પણ આમાં સંડોવાયેલા હોય છે. અને આમાં ભાગ બટાઈમાં સામેલ હોય છે. બધા જ બીલોમાં અધિકારીઓની સહી આવે છે, અને પછી જ ટ્રેઝરી ઓફિસમાં જાય છે અને પછી જ પાસ થાય છે.

આ બધી તપાસની જવાબદારી અધિકારીની હોય છે. આઉટસોર્સિંગ એજન્સી સેનેટરી ઇન્સ્પેકટર તેમજ વહીવટી અધિકારીને બીલ મુકે છે તે અધિકારી તપાસ કરી અને પછી જ બીલમાં સહીઓ કરે છે. તો શું આ બધા અધિકારીઓને ખબર વગર એમ જ સહી કરી નાખે છે ? આ બધા અધિકારીઓ જેમાં મેડિકલ ઓફિસર, વહીવટી અધિકારી તેમજ એકાઉન્ટ ઓફિસર આમાં સામેલ હોય છે. અને આઉટસોર્સિંગ એજન્સી સાથે મળેલ હોય છે અને તેને બીલ પાસ કરવા માટે મોટી મોટી રકમ આપવામાં આવતી હોય છે. અને એજન્સીએ બીલ પાસ કરવવા માટેના પૈસા પાસ કરવા માટે ખોટા આઉટસોર્સિંગ એજન્સીઓ કર્મચારીઓના નામ બતાવે છે. અને આમ નાના કર્મચારીઓને સંડોવે છે. આમાં નાનો કર્મચારી ચિઠ્ઠીનો ચાકર હોય છે.

આજ દિવસ સુધી જયારે જયારે આવા બનાવ બનેલ છે તેમાં ફક્ત અને ફક્ત નાનો કર્મચારીની જ સંડોવણી ખુલતી હોય છે. અને મોટા-મોટા મગરમચ્છો આમાંથી બાકાત રહી જતા હોય છે. ક્યારેય પણ પોલીસ દ્વારા કે ઉપરથી આવતી તપાસ દ્વારા અધિકારીઓની તપાસ કરવામાં આવતી નથી અને નાના કર્મચારીઓને જ ફસાવી દેવામાં આવે છે.

આ ઉચાપતમાં મોટા માથાઓ અધિકારીઓ સામેલ છે. તેની તટસ્થ રીતે તપાસ થાય અને સત્ય બહાર લાવવામાં આવે તેવી અમારી કર્મચારી મહામંડળ જિલ્લા યુનિટ જામનગરની લાગણી અને માંગણી છે. આગામી સમયમાં આ તપાસ કરવામાં નહિ આવે અને અધિકારીઓ ઉપર પગલા લેવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે.

આ બધા પ્રકરણમાં આઉટસોર્સિંગ એજન્સી ઓનો મોટો ફાળો છે. અને પોતાને કમાવવા માટે અન્યની બલી ચડાવવામાં આવે છે. આઉટસોર્સિંગ એજન્સીઓના કર્મચારી હોય અને તેની તમામ જવાબદારી આઉટસોર્સિંગ એજન્સીની થાય છે. પરંતુ આની સાથે સાથે ગુરૂ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર, વહીવટી અધિકારી તેમજ એકાઉન્ટ ઓફિસર પણ સામેલ છે. જેથી આઉટસોર્સિંગ એજન્સીને પોલીસ ફરિયાદથી બચાવવાના પ્રયત્ન કરીને સીધે સીધી પોલીસ ફરિયાદ કર્મચારી ઉપર કરવામાં આવે છે. જેથી તાકીદે પગલા લેવા જોઈએ. તેમ પણ અનિલભાઈ પી. બાબરિયા (પ્રમુખ ગુજરાત રાજ્ય સરકારી ચોથા વર્ગ કર્મચારી મહામંડળ જિલ્લા યુનિટ જામનગર)એ આ રજૂઆતમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh