Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલીક ટ્રેનો રદઃ ટ્રેનોનું સ્ટોપેજ રદઃ રીશિડયુલ ટ્રેનોઃ
જામનગર તા. ૫: રાજકોટ ડિવિઝનમાં આવેલા લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શન માં ડબલ ટ્રેક ના કામ ના કારણે ૫ ઓગસ્ટ થી ૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ સુધી ટ્રેન વ્યવહાર પ્રભાવિત થશે.
જેમાં ટ્રેન નં. ૫૯૫૫૨ ઓખા-રાજકોટ લોકલ ૦૬.૦૮.૨૦૨૫ થી ૨૨.૦૮.૨૦૨૫ સુધી અને. ટ્રેન નં. ૫૯૫૫૧ રાજકોટ-ઓખા લોકલ ૦૬.૦૮.૨૦૨૫ થી ૨૨.૦૮.૨૦૨૫ સુધી રદ રહેશે.
ટ્રેન નં. ૧૯૨૫૧ ઓખા-વેરાવળ એક્સપ્રેસ ૨૦.૦૮.૨૦૨૫ થી ૨૨.૦૮.૨૦૨૫ સુધી અને ટ્રેન નં. ૧૯૨૫૨ વેરાવળ-ઓખા એક્સપ્રેસ ૨૦.૦૮.૨૦૨૫ થી ૨૨.૦૮.૨૦૨૫ સુધી રદ રહેશે.
જ્યારે આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનોમાં ટ્રેન નં. ૫૯૨૦૬ પોરબંદર-કાનાલુસ લોકલ ૦૬.૦૮.૨૦૨૫ થી ૨૨.૦૮.૨૦૨૫ સુધી લાલપુર જામ-કાનાલુસ વચ્ચે અને ટ્રેન નં. ૫૯૨૦૫ કાનાલુસ-પોરબંદર લોકલ ૦૬.૦૮.૨૦૨૫ થી ૨૨.૦૮.૨૦૨૫ સુધી કાનાલુસ-લાલપુર જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
આ ઉપરાંત જે ટ્રેનો નું સ્ટોપેજ રદ કરાયું છે.તેમાં ટ્રેન નં. ૧૯૨૦૯ ભાવનગર-ઓખા એક્સપ્રેસ ૦૬.૦૮.૨૦૨૫ થી ૨૩.૦૮.૨૦૨૫ સુધી અને ટ્રેન નં. ૧૯૨૧૦ ઓખા-ભાવનગર એક્સપ્રેસ ૦૫.૦૮.૨૦૨૫ થી ૨૨.૦૮.૨૦૨૫ સુધી લાખાબાવળ સ્ટેશન પર નહીં ઉભી રહે.
રીશિડ્યુલ કરાયેલી ટ્રેનો માં ટ્રેન નં. ૧૯૨૧૦ ઓખા-ભાવનગર એક્સપ્રેસ ૦૮.૦૮.૨૦૨૫ ના ઓખા થી તેના નિર્ધારિત સમય ના બદલે ૨ કલાક અને ૩૦ મિનિટ મોડી એટલે કે ૧૭:૪૫ વાગ્યે, ૦૯.૦૮.૨૦૨૫ના ઓખાથી ૧ કલાક અને ૩૦ મિનિટ મોડી એટલે કે ૧૬:૪૫ વાગ્યે, ૧૦.૦૮.૨૦૨૫ ના ઓખાથી ૧ કલાક અને ૩૦ મિનિટ મોડી એટલે કે ૧૬:૪૫ વાગ્યે, ૧૧.૦૮.૨૦૨૫ ના ઓખાથી ૧ કલાક અને ૩૦ મિનિટ મોડી એટલે કે ૧૬:૪૫ વાગ્યે, ૧૨.૦૮.૨૦૨૫ ના ઓખાથી ૧ કલાક અને ૪૦ મિનિટ મોડી એટલે કે ૧૬:૫૫ વાગ્યે, ૧૩.૦૮.૨૦૨૫ ના ઓખા થી ૧ કલાક અને ૩૦ મિનિટ મોડી એટલે કે ૧૬:૪૫ વાગ્યે, ૧૪.૦૮.૨૦૨૫ ના ઓખા થી ૨ કલાક અને ૨૦ મિનિટ મોડી એટલે કે ૧૭:૩૫ વાગ્યે, ૧૫.૦૮.૨૦૨૫ ના ઓખા થી ૨ કલાક અને ૩૦ મિનિટ મોડી એટલે કે ૧૭:૪૫ વાગ્યે, ૧૬.૦૮.૨૦૨૫ ના ઓખા થી ૧ કલાક અને ૩૦ મિનિટ મોડી એટલે કે ૧૬:૪૫ વાગ્યે, તા.૧૭.૦૮.૨૦૨૫ ના ઓખા થી ૧ કલાક અને ૩૦ મિનિટ મોડી એટલે કે ૧૬:૪૫ વાગ્યે , તા. ૧૮.૦૮.૨૦૨૫ ના ઓખા થી ૧ કલાક અને ૩૦ મિનિટ મોડી એટલે કે ૧૬:૪૫ વાગ્યે અને ૧૯.૦૮.૨૦૨૫ના ઓખાથી ૧ કલાક અને ૩૦ મિનિટ મોડી એટલે કે ૧૬:૪૫ વાગ્યે ઉપડશે.
ટ્રેન નં. ૨૨૯૬૯ ઓખા-બનારસ એક્સપ્રેસ ૧૪.૦૮.૨૦૨૫ના ઓખાથી તેના નિર્ધારિત સમય ની જગ્યા એ ૨ કલાક અને ૫૦ મિનિટ મોડી એટલે કે ૧૭:૧૫ વાગ્યે ઉપડશે.
માર્ગમાં મોડી થનારી ટ્રેનોમાં ટ્રેન નં. ૨૨૯૨૫ /૨૨૯૨૬ અમદાવાદ-ઓખા-અમદાવાદ વંદે ભારત ૦૬.૦૮.૨૫ થી ૨૨.૦૮.૨૫ સુધી માર્ગમાં ૩૦ મિનિટ સુધી મોડી થઈ શકે છે. ટ્રેન નં. ૧૯૨૧૦ ઓખા-ભાવનગર એક્સપ્રેસ ૦૬.૦૮.૨૫ અને ૦૭.૦૮.૨૦૨૫ ના માર્ગમાં ૩૦ મિનિટ મોડી થશે. ટ્રેન નં. ૨૨૯૬૯ ઓખા-બનારસ એક્સપ્રેસ ૦૭.૦૮.૨૦૨૫ ના માર્ગમાં ૩૦ મિનિટ મોડી થશે. ટ્રેન નં. ૧૯૫૭૬ નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ ૦૮.૦૮.૨૫ અને ૧૫.૦૮.૨૫ના માર્ગમાં ૪ કલાક અને ૨૫ મિનિટ મોડી થશે. ટ્રેન નં. ૨૨૯૪૦ બિલાસપુર-ઓખા એક્સપ્રેસ ૧૨.૦૮.૨૦૨૫ ના માર્ગમાં ૩ કલાક અને ૨૫ મિનિટ મોડી થશે. ટ્રેન નં. ૨૦૯૬૭ ઉમદનગર-પોરબંદર એક્સપ્રેસ ૧૪.૦૮.૨૫ના માર્ગમાં ૩૦ મિનિટ મોડી થશે.
રેલવે તંત્ર એ મુસાફરોને અનુરોધ કર્યો છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની માહિતી માટે રેલવેની વેબસાઈટની મુલાકાત લે જેથી કરીને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial