Advertisement
Author: નોબત સમાચાર

એશિયાની સૌથી મોટી કાયાકિંગ સ્પર્ધામાં નગરના નચિકેતા ગુપ્તા પહોંચ્યા સેમિફાઈનલમાં

આ સિદ્ધિ મેળવનાર એકમાત્ર ગુજરાતીએ વધાર્યુ રાજ્યનું ગૌરવઃ મલબાર રિવર ફેસ્ટિવલમાં ગુંજ્યુ ગુજરાતનું નામ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: એશિયાની સૌથી મોટી કાયાકિંગ સ્પર્ધામાં જામનગરના યુવક નચિકેતા ગુપ્તા મલબાર રિવર ફેસ્ટિવલ-૨૦૨૫માં ભાગ લેનારા ગુજરાતના એક માત્ર પ્રતિસ્પર્ધી જેઓ સેમિફાઈનલ સુધી પહોચ્યા છે.

અલબેલાં સાહસ અને પ્રવાહી સંઘર્ષ વચ્ચે જામનગર જીલ્લાના નચિકેતા ગુપ્તાએ મલબાર રિવર ફેસ્ટિવલ ૨૦૨૫માં ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. એશિયાની સૌથી મોટી વ્હાઇટ વોટર કાયાકિંગ સ્પર્ધા તરીકે ઓળખાતી આ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં નચિકેતા ગુપ્તા જેઓએ ગુજરાતમાંથી ભાગ લેનારા એકમાત્ર પ્રતિસ્પર્ધી તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. તેમણે સેમિફાઇનલ સુધી પહોંચીને સૌપ્રથમ વખત ગુજરાતનું નામ મલબારના તીવ્ર પ્રવાહોમાં ગૂંજાવ્યું છે.

નચિકેતા ગુપ્તા જામનગર સિંચાઈ વિભાગમાં આસિસ્ટન્ટ એન્જિનિયર (ગેજેટેડ) તરીકે ફરજ બજાવે છે. તેમની નોકરીની જવાબદારીઓ વચ્ચે સમય કાઢીને તેઓએ સતત કઠોર મહેનત અને પ્રેક્ટિસ દ્વારા પોતાની કાયકિંગ કૌશલ્યમાં નિખાર લાવ્યો છે. એમના માટે આ માત્ર હોબી નથી  એ એક લાગણી, એક સાહસિક જીવનશૈલી છે. નચિકેતા ગુપ્તા માત્ર કાયકર જ નથી, તેઓ એક બહુઆયામી ઍડવેન્ચર એથ્લીટ છે. સ્કીંગ, પેરાગ્લાઇડિંગ અને માઉન્ટેનિયરિંગ જેવી વિવિધ સાહસિક પ્રવૃત્તિઓમાં પણ તેઓ એક ઓળખ ધરાવે છે. ગુજરાતના પ્રથમ કાયકિંગ સેમિફાઈનલિસ્ટ તરીકે તેમનું સ્થાન નોંધપાત્ર છે. તેઓ જણાવે છે કે, *માલાબાર જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ  કરવું એ મારા માટે ગૌરવની વાત છે. હું ઈચ્છું છું કે, વધુ યુવાઓ વ્હાઇટ વોટર કાયકિંગ જેવી રમત તરફ પ્રેરાય.*

મલબાર રિવર ફેસ્ટિવલ, જે કેરળના કોઝિકોડ જિલ્લાના પેરિયાર, ચાલીપુઝા અને ઇરૂવાઝિંજી નદીઓ પર આયોજિત થાય છે. દર વર્ષે ભારત તથા યુરોપ, ન્યુઝીલેન્ડ, કેનેડા અને અમેરિકા જેવા ૧૦થી વધારે  દેશોના શ્રેષ્ઠ કાયકરો પ્રતિસ્પર્ધા કરે છે. સ્પર્ધાની મુખ્ય કેટેગરીઓ  બોટર ક્રોસ, ડાઉનરીવર રેસ અને એક્સટ્રીમ સ્લેલોમ - તમામ આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુસરીને યોજવામાં આવે છે. અહીં રમતકૌશલ્ય ઉપરાંત સ્નાયુ શક્તિ, સંતુલન અને તટસ્થતા પણ કસોટીમાં મુકાય છે. આ તીવ્ર સ્પર્ધા વચ્ચે, નચિકેતાએ પોતાની પ્રતિભા દ્વારા પોતાનું સ્થાન બનાવ્યું છે.

કાયાક એ એક સાંકડી અને લાંબી બોટ હોય છે, કાયાકિંગએ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત રમત છે અને ઓલિમ્પિક રમતોમાં પણ સમાવેશ પામે છે. વ્હાઇટ વોટર કાયકિંગએ કાયકિંગનો પ્રકાર છે જેમાં પર્વતીય વિસ્તારોમાં વહેતી ઝડપભરી અને ઉછળતા પાણીવાળી નદીઓમાં કાયાક ચલાવવામાં આવે છે. આ પ્રકારનું કાયકિંગ ઊંડા જળપ્રવાહ, પથ્થરો અને વળાંકોથી ભરેલું હોવાથી સાહસિક રમતોમાં આગવું સ્થાન ધરાવે છે, જેથી એ ખૂબ જ દમદાર કૌશલ્ય, શારીરિક તાકાત અને સતર્કતા માંગે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh