Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ તસ્કરો સીસીટીવીમાં કેદ થયાઃ
ખંભાળિયા તા. રપઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના ઘુમલીમાં ડુંગરપર બરડામાં આવેલ પ્રાચીન અને ઐતિહસિક ગણાતા આશાપુરા માતાજીના મંદિરે ત્રણ યુવાનો દ્વારા ચોરી કરાતા ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે.
મંદિરમાં રહેલા સી.સી. ટી.વી.માં આ ત્રણ યુવાનો આશાપુરા, આમુરી માતાજીના ત્રણ મંદિરોના તાળા તોડીને અંદર જઈને છત્ર અને અન્ય આભૂષણોની ચોરી કરી લઈ જતા હોવાનું દૃશ્યમાન થાય છે. રાત્રે વરસાદી વાતાવરણમાં આ તસ્કરો તલવાર જેવા હથિયાર સાથે આવેલા તથા સી.સી. ટી.વી. હોવાની ખબર હોય, મોઢા પર બૂકાની બાંધીને આવ્યા હતાં તથા ખોટા આભૂષણો છોડી દીધા હતાં.
ઉલ્લેખનિય છે કે, છ વર્ષ પહેલા પણ આ ઘુમલી માતાજીના મંદિરે કોઈ હરામખોરો દ્વારા મંદિરના પૂજારીની હત્યા કરીને સોના-ચાંદીના આભૂષણોની ઊઠાંતરી કરાઈ હતી તથા જાણકાર તસ્કરો તે વખતે સી.સી. ટી.વી.નું ડી.વી.આર. પણ સાથે લઈ જતા હજુ સુધી આ હત્યા-ચોરીનો ભેદ ઉકેલાયો નથી, ત્યારે ફરી એક વખત આવો ચોરીનો બનાવ આ મંદિરમાં બનતા ચકચાર જાગી છે.
ગત્ વખતે લૂંટના બનાવ પછી અહીં દિવસમાં હોમગાર્ડઝ, જી.આર.ડી.નો બંદોબસ્ત પણ રખાય છે, પણ રાત્રે તસ્કરો આવ્યા હતાં. બનાવ અંગે ભક્તોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial