Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકાએ જાહેર કરેલ નવા નકશાને મોરારી બાપુએ આવકાર્યોઃ
દ્વારકા તા. ૧૦: હાલમાં યાત્રાધામ દ્વારકામાં પ્રસિદ્ધ રામકથાકાર મોરારિ બાપુની રામકથા ચાલી હી છે. કથા દરમ્યાન પૂ. મોરારિ બાપુએ અમેરિકાએ ભારતના જારી કરેલ નવા નકશા અંગે જણાવ્યું કે, અખબારોના માધ્યમથી ધ્યાનમાં આવ્યું છે કે, અમેરિકા દ્વારા પાડોશી દેશના કબ્જામાં રહેલ જમ્મુ કાશ્મીરના પી.ઓ.કે. તથા અકસાઈ ચીન ભાગોને ભારતના અભિન્ન ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ નિર્ણયનો વ્યાસપીઠ વતી સ્વાગત કરતા પૂ. મોરારિ બાપુએ જણાવ્યું કે, અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવા તરફ આ નકશો એક પગલું છે. આ સાંભળતા જ કથા શ્રવણ કરવા આવેલ શ્રોતાગણે બાપુના વકતવ્યને તાળીઓથી વધાવી લીધુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial