Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દાતાઓ-તેજસ્વી તારલાઓનું સન્માનઃ સ્વચ્છતાની પ્રશંસા
જામનગર તા. ૧૦: શ્રી વિશ્વકર્મા પ્રભુજીનો પ્રાગટય દિવસ "વિશ્વકર્મા જયંતી" ગુર્જર સુતાર જ્ઞાતિ જામખંભાળીયા દ્વારા ખૂબજ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. જ્ઞાતિના સંકુલ વિશ્વકર્મા બાગને સુંદર શણગાર કરાયો હતો. વિશ્વકર્મા જયંતી મહોત્સવના કાર્યક્રમોમાં શ્રી વિશ્વકર્મા દાદાની આરતી, પાટોત્સવ હવન, નૂતન ધ્વજારોહણ, દાતાઓનું સન્માન, સમૂહ ભોજન, વિદ્યાર્થી સન્માન સમારોહ, સંધ્યા મહા આરતી, સંધ્યા સમૂહ ભોજન અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરેનું સુંદર આયોજન થયું હતું. વિશ્વકર્મા જયંતી મહોત્સ્વના સંપૂર્ણ કાર્યક્રમોના દાતા ઠાકરશીભાઈ ગોરધનભાઈ વડગામા પરિવાર ખાખરડાવાળા હતા.
આ મહોત્સવમાં દાતાઓ તથા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય અતિથિ ધર્મિષ્ઠાબેન વી. ગજ્જર (અધ્યક્ષ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ, ગાંધીનગર), અને ડોક્ટર ખુશ્બુ સુરેલીયા ડે. સર્જન (જામનગર) તથા જ્ઞાતિના શ્રેષ્ઠીઓ, સંસ્થાઓના અગ્રણીઓ, મહાનુભાવો અને મહેમાનો તેમજ બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા સૌએ આયોજન તથા જ્ઞાતિના સંકુલની સ્વચ્છતાના ભરપૂર વખાણ કર્યા હતા.
સંચાલન જયંતીભાઈ સુરેલીયાએ કર્યું હતું અને વિશ્વકર્મા જયંતી મહોત્સ્વના આયોજનમાં જ્ઞાતિના પ્રમુખ, ટ્રસ્ટીગણ તથા નાના-મોટા સૌ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial