Advertisement
Author: નોબત સમાચાર

લગ્નમાં આમંત્રણ આપવામાં ન આવતા યુવાન તથા તેના માતા પર થયો હૂમલો

ધોકા, પાઈપથી પાંચ શખ્સ તૂટી પડ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: લાલપુરના ધરમપુરમાં તાજેતરમાં યોજાયેલા એક પરિવારના લગ્ન પ્રસંગમાં તેમના કુટુંબીને આમંત્રણ આપવામાં ન આવતા ગઈકાલે નવવધુને વાયણુ વળાવવા માટે ગયેલા એક યુવાન તથા તેના માતા પર પાંચ શખ્સે ધોકા, ઢીકાપાટુ, પાઈપથી હૂમલો કરી માર માર્યો હતો. ફ્રેકચર થઈ જતા મહિલાને સારવારમાં ખસેડાયા છે.

લાલપુર તાલુકાના ધરમપુર ગામમાં રહેતા મુકેશભાઈ જીણાભાઈ ખરા ગઈકાલે પોતાના નાનાભાઈ મનોજના પત્ની હંસાબેનનું વાયણુ વળાવવા માટે ધરમપુર ગામની સીમમાં આવ્યા હતા ત્યારે ત્યાં હાજર ખંભાળીયા તાલુકાના સગપર ગામના સંજય જેસાભાઈ ખરા તથા દિનેશ ખીમાભાઈ ખરાએ બોલાચાલી કરી હતી.

આ શખ્સોએ મુકેશભાઈ પાસે આવી મનોજના લગ્નની કંકોત્રી અમને કેમ ન આપી ? તેમ કહી બોલાચાલી કરતા મુકેશભાઈએ અમારે તમારી સાથે વહેવાર રાખવો કે નહીં તે અમારી મરજી છે તેમ કહેતા મામલો બીચક્યો હતો અને સંજય ખરાએ પાઈપથી હૂમલો કરી મુકેશ જીણાભાઈને માર માર્યો હતો, જયારે મુકેશ ખીમાભાઈએ લાકડીથી અને દિનેશ ખીમાભાઈએ ઢીકાપાટુ થી માર મારવાનું શરૂ કર્યું હતું.

ત્યારે જ ધસી આવેલા ખીમાભાઈ દેવાભાઈ ખરા, રાજેશ કરશનભાઈ ખરાએ પણ ધોકાથી હૂમલો કર્યો હતો. મુકેશભાઈ જીણાભાઈના માતા નાથીબેન વચ્ચે પડતા તેઓને માથામાં ધોકો ફટકારવામાં આવ્યો હતો અને દાઢીમાં ધોકો મરાતા આ મહિલાને ફ્રેકચર થઈ ગયું હતું. ત્યાર પછી ધમકી આપી ગાળો ભાંડી પાંચેય હૂમલાખોર નાસી ગયા હતા. લાલપુર પોલીસ મથકમાં મુકેશ જીણાભાઈએ ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh