Advertisement
Author: નોબત સમાચાર

મણિપુરમાં ભારેલો અગ્નિઃ હિંસા પછી કર્ફયુનો આદેશ

ઉખરૂલમાં આગચંપીઃ ઈન્ટરનેટ બંધ

                                                                                                                                                                                                      

ઈન્ફાલ તા. ૧૦: મણિપુરમાં ફરી ભારેલો અગ્નિ પ્રજ્જવલિત થયો છે. ઉખરૂલમાં હિંસા પછી કર્ફયુનો આદેશ આપ્યો છે, અને પાંચ દિવસ માટે ઈન્ટરનેટ બંધ કરાયું છે.

મણિપુરમાં ફરીથી હિંસા ભડકતા સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી છે. મહિનાઓ સુધી હિંસાગ્રસ્ત રહ્યા પછી થોડા દિવસથી મણિપુરમાં શાંતિ હતી, પરંતુ હવે ઉખરૂલના એક ગામમાં અનેક ઘર પર હુમલો કરી આગચંપી કરવામાં આવી છે. લિટન સારેઈખોંગ ગામમાં આગચંપી અને હિંસા પછી સમગ્ર ઉખરૂલ જિલ્લામાં કર્ફયુ લગાવવાના આદેશ આપવામાં આવ્યા છે. ઈન્ટરનેટ સેવાઓ પણ પાંચ દિવસ માટે રદ્ કરી દેવામાં આવી છે. હિંસક તત્ત્વોએ પર્વતીય વિસ્તારોમાં હવામાં ફાયરીંગ પણ કર્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

કેટલાક ગ્રામીણો ઘર છોડીને સુરક્ષિત સ્થાનો પર પલાયન કરી ગયા છે. ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાતા તાત્કાલિક ધોરણે ઈન્ટરનેટ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

આ ઘટનાક્રમ અંગે તંત્ર કહી રહ્યું છે કે, શનિવારે રાત્રે ગામ પાસે સાત-આઠ લોકોએ એક વ્યક્તિને ઢોર માર માર્યો. તે પછી સમાધાન કરાવવાના પ્રયાસ કરવામાં આવ્યા. રવિવારે બેઠક મળવાની હતી, પણ એ પણ થઈ શકી નહીં. તે પછી સોમવારે અડધી રાતે હથિયારો સાથે આવેલા હુમલાખોરોએ એક વિશેષ સમુદાયના લોકોના ઘરમાં આગ લગાવી દીધી, પછી તે સમુદાયના લોકોએ પણ સામેપક્ષે આગચંપીના પ્રયાસો કર્યા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh