Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના જામ દેવળીયા ગામમાંથી દારૂના બાર ચપલા સાથે એક શખ્સ ઝબ્બે

તળાવના પાછલા ભાગ પાસેથી ૮ બોટલ દારૂ ઝડપાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: કલ્યાણપુર તાલુકાના જામ દેવળીયા ગામમાં ગઈકાલે દ્વારકા એલસીબીએ વોચ રાખી એક શખ્સને ઈંગ્લીશ દારૂના બાર ચપલા સાથે પકડી પાડયો છે. જ્યારે નગરમાં તળાવના પાછલા ભાગમાંથી એક શખ્સ ઈંગ્લીશ દારૂની ૮ બોટલ સાથે ઝડપાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામ દેવળીયા ગામમાં એક શખ્સ પાસે ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા ગઈકાલે દ્વારકા એલસીબીના સ્ટાફે પીઆઈ બી.જે.સરવૈયા ની સૂચના તથા પીએસઆઈ બી.એમ.દેવમુરારીના વડપણ હેઠળ દેવળીયા ગામમાં વોચ રાખી હતી.

તે દરમ્યાન વેજાભાઈ રામદેભાઈ માડમ નામનો શખ્સ મળી આવ્યો હતો. તેની એલસીબીએ તલાશી લેતા આ શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂના બાર ચપલા મળી આવ્યા હતા. એલસીબીએ રૂ।. ૩૯૦૦ની કિંમતના ચપલા કબજે કરી વેજાભાઈ માડમની અટકાયત કરી છે. આ શખ્સ સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ગૂન્હો રજીસ્ટર કરાવાયો છે.

જામનગર શહેરના રણમલ તળાવની પાછળના ભાગમાં આશાપુરા ચોકડી પાસેથી ગઈકાલે સાંજે પસાર થતાં દિગ્વિજય પ્લોટની શેરી નં. ૪૯માં રહેતા રાજેશ રમેશભાઈ નંદા નામના શખ્સને પોલીસે શકના આધારે રોકાવી તેની તલાશી લીધી હતી.

આ શખ્સ પાસેથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની આઠ બોટલ સાંપડી હતી. પોલીસે રૂ।. ૪૦૦૦ની બોટલ કબજે કરી રાજેશ નંદાની ધરપકડ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh