Advertisement
Author: નોબત સમાચાર

રૂપેણ બંદર પર ગૌવંશના માંસના ૫૦ કિલો જથ્થા સાથે માતા-પુત્ર ઝડપાયા

ખંભાળીયાનો શખ્સ ગૌવંશનો વધ કરતો હોવાનું ખુલ્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: દ્વારકાના રૂપેણ બંદર પર દાતારી ચોક પાસેથી ગઈકાલે પોલીસે એક મહિલા તથા તેના પુત્રને ગૌમાંસનું વેચાણ કરતા દબોચી લીધા છે. તેઓની પાસેથી ૫૦ કિલો ગૌવંશનું માંસ કબજે કરાયું છે. આ વ્યક્તિઓએ ખંભાળીયાનો એક શખ્સ ગૌવંશનો વધ કરી તેનું માંસ વેચાણ માટે મોકલતો હોવાની કબૂલાત આપી છે.

ઓખા મંડળમાં આવેલા દ્વારકા નજીકના રૂપેણ બંદરમાં શાંતિનગર પાસે દાતારી ચોકમાં એક મહિલા તથા તેના પુત્ર દ્વારા ગૌમાંસનો વેપલો કરવામાં આવી રહ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે દ્વારકા પોલીસના સ્ટાફે દરોડો પાડયો હતો. તે સ્થળેથી સલમાબેન ઈલીયાસ ભાડેલા તથા તેમનો પુત્ર વસીમ ઈલીયાસ ભાડેલા મળી આવ્યા હતા.

આ માતા પુત્ર પાસેથી અંદાજે પ૦ કિલો જેટલું ગૌવંશનું માંસ મળી આવતા પોલીસે માંસ કબજે કરી બંને માતા પુત્રની અટકાયત કરી પોલીસ મથકે ખસેડયા હતા અને પુછપરછ શરૂ કરી હતી.

ઉપરોક્ત વ્યક્તિઓએ ખંભાળીયાના જાવેદ નામના શખ્સ પાસેથી ગૌવંશનું માંસ મેળવ્યાની કબૂલાત કરી છે. અને જાવેદ ગૌવંશનો વધ કરી તે માંસ વેચાણ માટે સલમાબેન તથા વસીમ ભાડેલાને મોકલતો હોવાનું બહાર આવ્યું છે. ત્રણેય વ્યક્તિ સામે દ્વારકા પોલીસ મથકના જમાદાર થારીયાભાઈ સુમણીયાએ ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh