Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોસ્કો સ્થિત યુનિવર્સિટીની હોસ્ટેલમાં છરીથી ચાર ભારતીયો ઘાયલ
નવી દિલ્હી તા. ૧૦: રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓના શોષણના કેસો વધ્યા છે. ૨૦૨૫માં વિશ્વભરમાં ૩૫૦ ફરિયાદો નોંધાઈ હતી. જેમાં ૨૦૦ રશિયામાં નોંધાઈ છે.
રશિયાની એક યુનિવર્સિટી હોસ્ટેલમાં ૭ ફેબ્રુઆરીના છરીથી કરવામાં આવેલા હુમલામાં ચાર ભારતીય વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતાં. આ ઘટના પછી ત્યાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સમસ્યાઓ ફરીથી ચર્ચામાં આવી ગઈ. આ દરમિયાન વિદેશ મંત્રાલયના આંકડાઓ પરથી જાણવા મળ્યું છે કે દુનિયાભરમાં ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી શોષણ અને જાતિગત ભેદભાવની ફરિયાદોમાંથી અડધાથી વધુ કેસ રશિયાના છે.
આંકડાઓ મુજબ, વર્ષ ૨૦૨૫માં ૧૯૬ દેશોમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓએ શોષણ, અત્યાચાર અને જાતિગત ભેદભાવ સંબંધિત લગભગ ૩૫૦ ફરિયાદો નોંધાવી હતી. તેમાંથી ૨૦૦થી વધુ ફરિયાદો ફક્ત રશિયામાંથી આવી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં આ કેસોમાં ઝડપથી વધારો થયો છે. વર્ષ ૨૦૨૩માં આવી ૬૮ ફરિયાદો નોંધાઈ હતી. ૨૦૨૪માં આ સંખ્યા વધીને ૭૮ થઈ ગઈ અને ૨૦૨૫માં વધીને ૨૦૧ સુધી પહોંચી ગઈ.
રશિયામાં અભ્યાસ કરતા મોટાભાગના ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ રાજસ્થાન, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ અને તમિલનાડુથી આવે છે. ઓછી ફી અને સરળતાથી પ્રવેશ મળવાને કારણે રશિયા લાંબા સમયથી મેડિકલનો અભ્યાસ કરનારાઓની પ્રથમ પસંદગી રહૃાું છે.
જોકે, હવે ત્યાંથી સતત ફરિયાદો આવવા લાગી છે, જેના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ચિંતા વધી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને અવારનવાર અન્ય દેશોના વિદ્યાર્થીઓ તરફથી ભેદભાવનો સામનો કરવો પડે છે. ઘણીવાર યુનિવર્સિટી પણ તેમને માનસિક રીતે પરેશાન કરે છે અને નાની-નાની બાબતો પર કોલેજમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે. વિઝા અને અભ્યાસ સંબંધિત મુશ્કેલીઓના ડરથી ઘણા વિદ્યાર્થીઓ પોતાની પરેશાની ખુલ્લેઆમ જણાવી પણ શકતા નથી.
મોસ્કોની બશ્કિર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી ચૂકેલા એક વિદ્યાર્થીએ મીડિયાને જણાવ્યું કે તેમના હોસ્ટેલની રસોઈમાં સામાન્ય બોલાચાલી પછી કેટલાક વિદેશી વિદ્યાર્થીઓએ ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો અને છરી બતાવીને ડરાવ્યા હતા.
ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ સાથે સંકળાયેલા સંગઠનોનું કહેવું છે કે રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે અવારનવાર જાતિગત ભેદભાવ થાય છે. ઘણીવાર તેમની સાથે ગાળાગાળી પણ કરવામાં આવે છે અને જ્યારે તેઓ ફરિયાદ કરે છે ત્યારે યુનિવર્સિટી તરફથી તેમને યોગ્ય મદદ મળતી નથી. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે નિયમો અનુસાર એક યુનિવર્સિટીમાં લગભગ ૨૦૦ વિદેશી વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવો જોઈએ, પરંતુ કેટલીક યુનિવર્સિટીઓ તેનાથી ક્યાંય વધુ, ૧,૨૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે. પછીથી આ જ વિદ્યાર્થીઓને, ઘણીવાર છઠ્ઠા વર્ષમાં પણ અભ્યાસમાંથી બહાર કરી દેવામાં આવે છે. આનાથી વિદ્યાર્થીઓને ભારે આર્થિક નુકસાન થાય છે અને તેઓ માનસિક તણાવમાં પણ આવી જાય છે.
પરિસ્થિતિ બગડવાને કારણે હવે ઘણા ભારતીય વિદ્યાર્થીઓ રશિયાને બદલે કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાન જેવા દેશોમાં અભ્યાસ કરવાનું વધુ સુરક્ષિત માની રહૃાા છે. ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મનોજ કુમારે મીડિયાને જણાવ્યું કે આ બધી મુશ્કેલીઓના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયા જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ૫૦% ઘટી ગઈ છે. તેમણે એમ પણ કહૃાું કે ૨૦૨૨માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછીથી સુરક્ષા અને અભ્યાસને લઈને અનિશ્ચિતતા વધી છે, જેનાથી વિદ્યાર્થીઓનો વિશ્વાસ વધુ ઘટ્યો છે.
આ જ મુદ્દે લોકસભામાં સવાલ પૂછવામાં આવતા વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું કે વિદેશોમાં ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારોની મદદ માટે ભારતીય દૂતાવાસોમાં ખાસ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે કહૃાું કે દૂતાવાસ સતત વિદ્યાર્થીઓના સંપર્કમાં રહે છે, તેમને ત્યાંના પડકારો અને જોખમો વિશે જણાવે છે અને વરિષ્ઠ અધિકારીઓ વિદેશી યુનિવર્સિટીઓમાં જઈને ભારતીય વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત પણ કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial