Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧રર બેઠકો પર ૩.૭૦ કરોડ મતદારોઃ નીતિશ કુમાર સરકારનું ભાવિ ઈવીએમમાં કેદઃ ઈ.વી.એમ. બગડતા કેટલાક બૂથ પર મોડી શરૂઆતઃ
પટણા તા. ૧૧: બિહાર વિધાનસભાની ચૂંટણી માટે આજે ૧રર બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, અને બીજા તબક્કામાં મતદાન પછી નીતિશ કુમાર સરકારનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. તા. ૧૮ નવે.ના મત ગણતરી થશે. આજે ૩.૭૦ કરોડ મતદારો ૧૩૦ર ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. બપોર સુધીમાં બાવન ટકા મતદાન નોંધાયું છે.
બિહાર વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ અંતિમ તબક્કામાં બિહારના આશરે ૩.૭૦ કરોડ મતદારો કુલ ૧રર બેઠકો પર મેદાનમાં રહેલા ૧૩૦ર ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. મતદાન કુલ ૪પ,૩૯૯ મતદાન કેન્દ્રો પર થઈ રહ્યું છે, જેમાંથી ૪૦,૦૭૩ કેનદ્રો ગ્રામ્ય વિસ્તારોમાં છે. ર૦ જિલ્લાના ૪પ,૩૯૯ પૈકી ૪૧૦૯ બૂથ સંવેદનશીલ જહેર કરાયા છે. બપોર સુધીમાં બિહારમાં ૦૦૦૦૦ ટકા મતદાન થયું છે.
આ તબક્કામાં પશ્ચિમ ચંપારણ,પૂર્વી ચંપારણ, સીતામઢી, મધુબની, સુપૌલ, અરરિયા અને કિશનગંજ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લાઓ નેપાળની સરહદને અડીને આવેલા હોવાથી અહીં વિશેષ ચોક્સાઈ રાખવામાં આવી રહી છે. આ બીજા તબક્કાના મતદાનમાં નીતિશ કુમારના મંત્રીમંડળના અડધો ડઝનથી વધુ મંત્રીઓ, જેમ કે બિજેન્દ્ર પ્રસાદ યાદવ (સુપૌલ), પ્રેમ કુમાર (ગયા ટાઉન), રેણુ દેવી (બેતિયા), નીરજ કુમારસિંહ 'બબલુ' (છાતાપુર) અને જેડી(યુ) ના લેશીસિંહ (ધમદહા), શીલા મંડલ (કુલપરાસ) તથા જામમા ખાન (ચૈનપુર) ની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. આ ઉપરાંત પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ પણ કટિહાર બેઠક પરથી પાંચમી વખત જીત નોંધાવવા માટે મેદાનમાં છે. કટિહાર જિલ્લાની બલરામપુર અને કદવા બેઠકો પરથી અનુક્રમે ભાકપા (માલે) લિબરેશનના મહબૂબ આલમ અને કોંગ્રેસના શકીલ અહેમદ ખાન સતત તરીજી જીત માટે પ્રયત્નશીલ છે. એનડીએના ઘટક દળ 'હમ'ની તમામ છ બેઠકો પર પણ આ જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે.
દિલ્હીમાં સોમવારે સાંજે થયેલા બ્લાસ્ટ પછી બિહાર પોલીસને એલર્ટ મોડ પર મૂકવામાં આવી છે. મતદાનને ધ્યાનમાં રાખીને રાજ્યમાં સુરક્ષાના વ્યાપક પ્રબંધો કરાયા છે. ચાર લાખથી વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ બુથો પર સીઆરપીએફ જવાનોને તૈનાત કરાયા છે. બિહારની અન્ય રાજ્યો સાથે જોડાયેલી સુરક્ષા વધારી દેવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial