Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તુલા સહિત બે રાશિના જાતકોને કામની કદર-પ્રશંસા થાય તથા દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપની બુદ્ધિ-મહેનત-અનુભવથી કામકાજનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૮
Taurus (વૃષભ: બ-વ-ઉ)
સિઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગ સાથે નાણાકિય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૪
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના તથા સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૨
Cancer (કર્ક: ડ-હ)
આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પારિવારિક પ્રશ્ને ચિંતા રહે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૭
Leo (સિંહ: મ-ટ)
નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. આયાત-નિકાસના ધંધામાં સાનુકૂળતા રહે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૯-૪
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના કામકાજમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકૂળતા રહે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૨
Libra (તુલા: ર-ત)
આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે. આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય. કામ ઉકેલાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૮-૫
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. વાદ-વિવાદ, ગેરસમજથી સંભાળવું પડે.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના અગત્યના કામકાજનો ઉકેલ આવતા રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૮
Capricorn (મકર: ખ-જ)
સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. આપના કામનો ઉકેલ આવતા રાહત રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૩-૯
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૬
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૭-૪