Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્ય સરકાર દ્વારા તા. ૭/૧૧ થી તા. ૧૩/૧૧ સુધી આયોજનઃ
ગાંધીનગર તા. ૬: રાષ્ટ્ર નિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદૃેશ્ય સાથે કુલ ૧૪ જિલ્લાઓના ૮૮ જેટલા ગામોમાં રથયાત્રા ભ્રમણ કરશે. રથયાત્રા દરમ્યાન વિવિધ સ્થળોએ આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો, સાંસદો અને ધારાસભ્યો સહભાગી થશે.
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે તા. ૧ થી ૧૫ નવેમ્બર, ૨૦૨૫ દરમ્યાન જનજાતિય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા તા. ૭ થી ૧૩ નવેમ્બર સુધી રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં જનજાતિય ગૌરવ રથ યાત્રા કરશે જેમાં રૂટ નં. ૧ ઉંમરગામથી એકતાનગર સુધી ૬૬૫ કિ.મી. અને રૂટ નં. ૨ અંબાજીથી એકતાનગર સુધી ૭૧૩ કિ.મી. એમ કુલ ૧,૩૭૮ કિ.મી. માં આદિજાતિ વિસ્તારને આવરી લઈ જનજાતિય ગૌરવ રથ યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
રાષ્ટ્ર નિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદૃેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૨૧માં બિરસા મુંડાના જન્મદિવસ તા. ૧૫મી નવેમ્બરને 'જન જાતિય ગૌરવ દિવસ' તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અન્વયે ચાલુ વર્ષે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતી રાજ્યમાં 'જન જાતિય ગૌરવ વર્ષ' તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે.
રાજયના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ અને રાજ્ય મંત્રી પી.સી. બરંડાના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા 'જનજાતિય ગૌરવ રથયાત્રા' નું રાજ્યના ૧૪ જિલ્લાઓના ૮૮ જેટલા ગામોમાં વિવિધ રૂટ વાઈઝ આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રાના રૂટ ઉપર તેમજ ખાસ કરીને રાત્રિ રોકાણ દરમ્યાન ભગવાન બિરસા મુંડાના જીવન સાથે જોડાયેલી ગાથાઓ તેમજ આદિજાતિ વિકાસ યોજનાઓની માહિતીને નાટક, સભાઓ, સંવાદ, વકતૃત્વ સ્પર્ધાઓ જેવા વિવિધ માધ્યમો દ્વારા રજૂ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial