Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોયલ ટોલનાકા પાસે બે મોટર વચ્ચે અકસ્માતઃ
જામનગર તા. ૬: જામનગર-રાજકોટ રોડ પર મોટી બાણુંગારથી રામપર પાટીયા વચ્ચે મંગળવારે રાત્રે એક મોટર પાછળ ટ્રક ટકરાઈ પડતા અકસ્માત સર્જાયો હતો. જ્યારે ધ્રોલ નજીકના સોયલ ટોલનાકા પાસે રવિવારે એક મોટરની પાછળ બીજી મોટર ઘૂસી ગઈ હતી.
જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા મોટી બાણુંગાર ગામના પાટીયા પાસેથી મંગળવારે રાત્રે પોતાની જીજે-૩-બીવાય ૯૧૦૫ નંબરની મોટર લઈને જતા રાજકોટ જિલ્લાના પડધરીમાં રહેતા કિશનભાઈ અમરાભાઈ ચૌહાણની મોટર પાછળ રામપર પાટીયા નજીક જીજે-૩૭-વી ૮૮ નંબરનો ટ્રક ટકરાઈ પડ્યો હતો. આ અકસ્માતમાં સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી. ટ્રકચાલક કલ્યાણપુર તાલુકાના લીમડી ગામના ભાવેશ રામભાઈ કંડોરીયા સામે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કિશનભાઈએ ફરિયાદ નોંધાવી છે.
કચ્છ જિલ્લાના ભુજમાં સંસ્કારનગરમાં રહેતા અશોકભાઈ ચંપકલાલ ભટ્ટ નામના વૃદ્ધ ગઈ તા.રની સવારે સોયલ ટોલનાકા પાસેથી જીજે-૧૨-બીએફ ૩૨૨૭ નંબરની મોટર લઈને જતા હતા ત્યારે જીજે-૧-આરએફ ૮૫૯ નંબરની બીજી મોટર પાછળથી ટકરાઈ પડી હતી. તે મોટરના ચાલક સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial