Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ મંજુર કરવામાં ટેન્ડરની શરતો-નિયમોનો ઉલાળિયો

"...હૈ તો, મુમકીન હૈ...!"

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગર મહાનગરપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન થયું હતું, જેમાં પ્લોટની હરાજી પ્રકરણમાં એક આસામીએ ટેન્ડરની મુખ્ય શરત પ્રમાણે ડિમાન્ડ ડ્રાફ્ટથી રૂ. ૪૦ લાખ જેવી રકમ જ જમા નહીં કરાવી હોવા છતાં પ્લોટ ફાળવાયો અને આ આસામીએ મેળામાં તગડી કમાણી પણ કરી લીધી.

વિરોધ પક્ષે આધાર-પુરાવા સાથે આ કૌભાંડનો પર્દાફાશ કરતા જો નાના કર્મચારીઓને નોટીસ આપવા સિવાય કોઈ કાર્યવાહી થઈ નથી એટલું જ નહીં, આ કૌભાંડમાં જેની સીધી જવાબદારી છે તેવા અધિકારી સામે કોઈ કરતા કોઈ પગલાં લેવાની દરકાર પણ કરવામાં આવી નથી.

આવું જ અન્ય એક પ્રકરણ ચર્ચાઈ રહ્યું છે. શહેરમાં કૂતરાઓને ખસ્સીકરણની રસ્સી મૂકવાના કોન્ટ્રાક્ટમાં ટેન્ડરની શરત પ્રમાણે ૧૦ ટકા રકમ ડિપોઝિટ તરીકે જમા કરાવવાની થાય છે, પણ જાણવા મળતી વિગતો પ્રમાણે આ કામ સંભાળનારે માત્ર બે ટકા જ ડિપોઝિટની રકમ જમા કરાવી છે...! એટલું જ નહીં, આ કામમાં દરરોજ કેટલા કૂતરાઓને રસ્સી મૂકાઈ, અત્યાર સુધીમાં કેટલું રસીકરણ થયું તેની વિગતો પણ સત્તાવાર રીતે મળતી નથી.

આમ મનપા તંત્રમાં હવે કોઈને પણ લાખો-કરોડોના કામ જોઈતા હોય તો નાણાકીય સદ્ધરતા હોય કે ન હોય, કામ કરવાની ક્ષમતા કે દાનત હોય કે ન હોય, ટેન્ડર ભરો... જરૂરી ડિપોઝિટ કે પૂરેપૂરી રકમ ભરવાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કોઈની મીઠી નજર કે ભલામણ હશે તો કામ ૧૦૦% મળી જવાની ગેરન્ટી...! એટલે જ મનપા વર્તુળોમાં હવે વ્યંગમાં કહેવાય છે કે... '...હૈ, તો મુમકીન હૈ' કોઈ પગલાં લેવાશે નહીં... જાવ મોજ કરો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh