Advertisement
Author: નોબત સમાચાર

સમસ્ત ઘેલાણી પરિવાર દ્વારા ધાર્મિક કાર્યક્રમ (હવન)નું આયોજન

કુતીયાણા તાલુકાના ઈશ્વરીયા ગામે

                                                                                                                                                                                                      

ભાણવડ તા. ૨૭: કુતીયાણા તાલુકાના ઈશ્વરીયા ગામે આગામી તા. ૨૯ના સમસ્ત ઘેલાણી પરિવાર દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું છે. જેમાં ભાણવડ, પોરબંદર, રાજકોટ, કચ્છ-ભૂજ સહિત નાના-મોટા વિસ્તારોમાંથી ઘેલાણી પરિવારના સભ્યો હાજરી આપશે.

ઈશ્વરીયામાં સમસ્ત ઘેલાણી પરિવારના કુળદેવી ભવાની માતાજી બીરાજી રહ્યા છે, કુળદેવીની જગ્યામાં બારેમાસ ઘેલાણી પરિવારના લોકો માથું ટેકવવા માટે શ્રદ્ધા અને ભક્તિભાવથી આવતા હોય છે.

પરંતુ આગામી તા. ૨૯ના હવન (યજ્ઞ)નો ધાર્મિક કાર્યક્રમ હોવાથી તેનું મહત્ત્વ વધી જાય છે. સવારે હવનનો પ્રારંભ થશે, અને બપોરે બીડું હોમાશે, ત્યાર બાદ સમસ્ત ઘેલાણી પરિવાર માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

અને નોંધનીય બાબત એ છે કે તા. ૨૯ના અગિયારસ હોવાથી ઉપવાસ કરતા પરિવારજનો માટે ફરાળની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ભવાની માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ ધીમંતભાઈ ઘેલાણી, ઉપપ્રમુખ નિમેશ ઘેલાણી, ધર્મેન્દ્ર ઘેલાણી, નિલેશ ઘેલાણી, હિતેશ ઘેલાણી, વિજય ઘેલાણી, જયેશ ઘેલાણી, રમેશભાઈ ઘેલાણી સહિત તમામ વ્યવસ્થા સંભાળી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh