Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના સરવાણીયાની જમીન અંગે કરાર પાલનનો કરાયો દાવો

રૂ।.૪ કરોડ ૬૦ લાખની જમીનનો મુદ્દોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૨૭ : કાલાવડના સરવાણીયા ગામમાં આવેલી ખેતીની એક જમીન ખરીદવા તેના માલિકોને રૂ।.૫૦ લાખની સુંથી ચૂકવાયા પછી પણ કરાર મુજબ દસ્તાવેજ કરી આપવામાં ન આવતા અદાલતમાં કરાર પાલનનો દાવો કરાયો છે.

કાલાવડ તાલુકાના સરવાણીયા ગામમાં આવેલી ખેતીની એક જમીન ખરીદવા માટે જગદીશભાઈ પરસોત્તમભાઈ નામના આસામીને રૂ।.૪ કરોડ ૬૦ લાખમાં સોદો કર્યા પછી તેના કરારના અંતે રૂ।.૫૦ લાખ ચૂકવી આપ્યા હતા.

ત્યારપછી બાકી રહતી રકમ ચૂકવવા જગદીશભાઈ તૈયાર હોવા છતાં જમીનના માલિકો જુદા જુદા બહાના કાઢી દસ્તાવેજ કરી આપતા ન હોવાથી જગદીશભાઈએ જામનગરની દીવાની અદાલતમાં કરાર પાલનનો દાવો કર્યાે છે. વાદી તરફથી વકીલ યુસુફ બ્લોચ, સાજીદ વાય. બ્લોચ, મુસીર એમ. બ્લોચ રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh