Advertisement
Author: નોબત સમાચાર

લૂંટ, હત્યા જેવા ભારે ગુન્હાના વોન્ટેડ આરોપીઓ સામે જાહેર કરાયા ઈનામ

બાતમી આપનારના નામ રહેશે ગુપ્તઃ રેન્જ આઈજી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: રાજકોટ રેન્જના આઈજી તરીકે નિર્લિપ્તરાયએ ચાર્જ સંભાળ્યા પછી લૂંટ, હત્યા, હત્યા પ્રયાસ, હથિયારધારા ભંગ અને એનડીપીએસ જેવા ગુન્હાઓમાં સંડોવાયેલા જામનગર શહેર-જિલ્લાના નવ શખ્સ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચાર શખ્સ અંગે માહિતી આપનાર વ્યક્તિઓને રોકડ ઈનામની જાહેરાત કરવા ઉપરાંત માહિતી આપનારના નામ ગુપ્ત રાખવાની બાહેંધરી આપી છે.

જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લા અને રાજકોટ, મોરબી તથા સુરેન્દ્રનગર જિલ્લાના રેન્જ આઈજી તરીકે આ અધિકારીએ ચાર્જ સંભાળ્યા પછી કુલ ર૯ વોન્ટેડની બાતમી આપવા માટે ઈનામની જાહેરાત કરી છે.

જામનગરમાં રાજપાર્ક વિસ્તારમાં વર્ષ ૨૦૨૪માં એક બાળકીની થયેલી હત્યાના આરોપી લાલજી કૈલાસ પંડયા ઉપરાંત હત્યાના એક આરોપી આસુતોષ પન્નાલાલ ચતુર્વેદી, આસુતોષ શિવધરન ત્રિપાઠી ઉપરાંત મહેન્દ્ર કૃષ્ણબલદેવ તિવારી અને ગ્રામ્ય પંથકમાં દુષ્કર્મના એક ગુન્હામાં સંડોવાયેલા કૈલાસ રામસિંગ અજનાર, લૂંટમાં ગુન્હામાં સંડોવાયેલા વસના ભૂરા સરૂપા તથા બાલુ માનસિંગ બિલવાવ નામના આરોપીઓ માટે ઈનામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ભાણવડના બે ગુન્હાના આરોપી અર્જુનસિંગ મોહંતી પંડિત, કમલેશ નીનાવા, મીઠાપુરના એનડીપીએસના આરોપી ભાવેશ વિઠ્ઠલદાસ દુધાત્રા, ખંભાળિયાના ગુન્હાના આરોપી લખવીન્દરસિંહ સ્વરૂપસિંગ જાટ સામે પણ ઈનામની જાહેરાત કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh