Advertisement
Author: નોબત સમાચાર

આડોસંબંધ ધરાવતા શખ્સે પૈસાની માગણીથી કંટાળી મહિલાનું ઢીમ ઢાળી દીધાનું ખૂલ્યું

બનાવના સ્થળે લઈ જઈ કરાવાયું રી-કન્સ્ટ્રક્શનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરના ડીફેન્સ કોલોની વિસ્તારમાં વસવાટ કરતા એક મહિલાનો મૃતદેહ કોથળામાં બાંધેલી હાલતમાં ગઈકાલે એક ખંઢેર જેવા મકાનમાંથી મળી આવ્યા પછી પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ પરથી તેના જ મિત્રની હત્યાના ગુન્હામાં ધરપકડ કરી છે. આરોપી અને મૃતક મહિલા વચ્ચે આડોસંબંધ હોવાનું અને મહિલા વારંવાર પૈસાની માગણી કરતા હોવાથી આ શખ્સે પતાવી દીધાનું બહાર આવ્યું છે. બનાવના સ્થળે લઈ જઈ પોલીસે આજે આરોપી પાસે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.

જામનગરના ડીફેન્સ કોલોનીમાં આવેલી વુલન મીલ શેરી નં.રમાં વસવાટ કરતા રીંકીદેવી બંટુસિંઘ કઠેરીયા (ઉ.વ.૪૦) નામના મહિલા બે દિવસ પહેલાં ગુમ થઈ ગયાની પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મહિલાના પતિનું નિધન થયા પછી તેણી ૧૯ અને ૧૭ વર્ષના બે પુત્ર અને ૬ વર્ષની પુત્રી સાથે ત્યાં રહેતા હતા. દવાની એક ફેક્ટરીમાં કામ પર જતા હતા.

પોતાના માતા ગુમ થતાં તેઓના બંને પુત્ર માતાની શોધખોળ કરી રહ્યા હતા જેમાં મોટા પુત્રના મિત્ર વિજય વિઠ્ઠલભાઈ ઓડીચ પણ જોડાયા હતા. તે દરમિયાન આ જ વિસ્તારમાં આવેલા કાનાભાઈ ઓડીચ નામના આસામીના ખંઢેર જેવા મકાનમાંથી દુર્ધંગ વછૂટતી હોય તેવો કોથળો મળી આવ્યો હતો. જેમાંથી રીંકીદેવીનો મૃતદેહ સાંપડ્યો હતો. બનાવની પોલીસને જાણ કરવામાં આવતા સિટી સીના પીએસઆઈ એન.પી. જોષી દોડી ગયા હતા.

પોલીસે કોથળો ખોલાવતા તેમાંથી રીંકીદેવીનો ગળુ દાબીને હત્યા કરાયેલો મૃતદેહ જોવા મળતા તેનો કબજો સંભાળી પોલીસે શરૂ કરેલી તપાસમાં મૃતક મહિલાના મોટાપુત્ર રોહિતસિંહના મિત્ર વિજય વિઠ્ઠલભાઈ ઓડીચે આ મહિલાની બે દિવસ પહેલા સાંજના સમયે ગળુ દાબીને હત્યા કર્યાનું બહાર આવ્યું છે. આ મહિલા સાથે આડોસંબંધ ધરાવતા વિજય પાસે તે મહિલા અવારનવાર પૈસાની માગણી કરતા હતા અને પૈસા ન આપી શકતા વિજયે કંટાળી જઈને તેણીને મોતને ઘાટ ઉતારી હોવાનું ખૂલ્યું છે. પોલીસે રોહિતસિંહની ફરિયાદ પરથી હત્યાનો ગુન્હો નોંધી વિજય ઓડીચની ધરપકડ કરી લીધી છે. આજે બપોરે આ શખ્સને બનાવના સ્થળે રીકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh