Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્ય સરકારના અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસીંગ ડિપાર્ટમેન્ટ દ્વારા
જામનગર તા. ૧૭: ગુજરાત રાજ્ય સરકારના અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસીંગ ડિપાર્ટમેન્ટ દ્વારા તા. ૨૦-૯-૨૫ના દિને જામનગર એરીયા ડેવલપમેન્ટ ઓથોરીટી (જાડા)માં સમાવિષ્ટ થતાં ચોક્કસ વિસ્તારોના ઝોન ફેર અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામામાં દર્શાવેલ ઝોન ફેરના અમલ સમયે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય નીતિનભાઈ માડમે પ્રિન્સીપાલ સેક્રેટરીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી વાંધાઓ રજૂ કર્યા છે.
જામનગર વિકાસ વિસ્તાર વિકાસ સત્તામંડળ (જાડા)ની એક દરખાસ્ત ઉપર સંદર્ભમાં દર્શાવ્યા નંબરથી નોટીફીકેશન પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ ઝોનફેર સંબંધી જાહેરનામા અંતર્ગત અભ્યાસપૂર્વક વાંધા-સૂચનો દર્શાવીએ છીએ., જેને ગ્રાહ્ય રાખી જામનગર વિકાસ અને લોકહિતમાં ઝોનફેર બાબત અમલમાં ન લેવાય તેવી રજૂઆત કરવામાં આવી છે.
સર્વવિદિત છે કે જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ (જાડા)નો નકશો સને-૨૦૩૧ સુધી અમલમાં છે, જે તૈયાર કરવામાં ખાસ્સો સમય લેવાય ગયેલ હશે છતાં એ ફાયનલ વિકાસ રોડ મેપ બાદ ત્રણેક વખત અમુક અમુક ઝોનફેર સમયાંતરે થયેલા છે, તે સંજોગોમાં વિકાસ નકશામાં કંઈક ક્ષતિ છે અથવા તો ત્યાર બાદના ઝોનફેર કાર્યવાહીઓમાં કોઈ ક્ષતિ હોય તેમ જણાઈ આવે છે. કેમ કે, અગાઉના ઝોનફેર બાદ પણ લગત વિસ્તારના જમીનધારકોને સંતુલીત ઝોન વિભાગો પ્રાપ્ત થયા નથી, જે દરેડ, બેડેશ્વર, મસીતીયા, કનસુમરા, ખીમરાણા, ખીમલીયા, વિભાપર, નાઘેડી સહિતના ગામ/વિસ્તારો માંથી અમોએ બહોળી જાણકારી મેળવી છે તેના પરથી ફલિત થાય છે, માટે આ માત્ર જુજ અને સિમિત તેમજ ચોક્કસ વ્યક્તિ/ વ્યક્તિઓના હિત સાચવતી દરખાસ્તો ઉપર કોઈ જ મંજુરી આપતું આખરી જાહેરનામું પ્રસિદ્ધ થાય તેની સામે સ્પષ્ટ વાંધો છે.
જામનગર વિસ્તાર વિકાસ મંડળ (જાડા) દ્વારા સંપૂર્ણ અભ્યાસ કર્યા વગર ઉતાવળથી મુખ્ય-મુખ્ય ચારેક સ્થળના સર્વે નંબરોના ઝોનફેર કકરવા દરખાસ્ત કરી હોય તેમ લાગે છે. કનસુમરામાં ખેતીવાડી ધરાવતા અરજદારની જગ્યાની પાસે જ કારખાનાઓ છે જે આવી જ દરખાસ્તો અને આવા જ નોટીફીકેશનોથી ઉતાવળથી અમલમાં આવછેલ છે, માટે તો અમુક જુજ વરસોમાં જ તે વિસ્તારના ખેતી ધરાવનાર ત્રાસી ગયા અને ઝોનફેર કરવા અરજી કરી, હવે જે તે વખતે આ અભ્યાસ કર્યો હોત, કોઈને શાંતિથી સાંભળ્યા હોત, કોઈના વાંધા-સૂચન ગ્રાહ્ય રાખ્યા હોત તો આમ છાશવારે ઝોન બદલવાની કવાયત જે વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ મની અને વેસ્ટ ઓફ એનર્જી છે, તે ન થયા હોત અને એકધારી અને દુરદેશી ભરી કાર્યવાહી ઝોન મામલે જાડાએ કરી હોત તો સુશાસનનો જે હેતુ સરકારનો છે તે સાર્થક થયો હોત તેમ ગણી શકાય, પરંતુ તેમ થયું નથી, માટે આ દરખાસ્ત જે હજુ ઉતાવળે શઈ છે એમ અમારૃં સ્પષ્ટ માનવું છે. તે બાબતે ઝોનફેરના હાલ કોઈ નિર્ણય ન લેવાય તે જાહેર હિતમાં રહેશે તેવું આ મૂળ પ્રક્રિયા સામે વાંધા સૂચન છે. દરેક ઝોન ફેર દરખાસ્ત લગત સ્થળના લોકો પણ અજાણ છે અને જાહેર બાબત ખાનગીમાં કોઈ કારણસર કરાય છે માટે જ અસરકર્તા નાગરિકો છે તેમના ઉપર તો થોપી જ દેવાની બાબત બની રહેશે અને સૌનો સાથ સૌનો વિકાસ તદ્ન સાર્થક નહીં થાય. લગત જગ્યા ઉપર જઈ લોકોને વિશ્વાસમાં લઈ ઝોનફેરનું કારણ દર્શાવીને આ પ્રક્રિયા કરવી જોઈએ, માટે લોકોની વચ્ચે આ બાબત લઈ જવાની તમામ ઘટતી કાર્યવાહી થવી જ જોઈએ, જો તેમ નહીં થાય તો સમગ્ર પ્રક્રિયા ખાનગી ગણાશે અને મુખ્યમંત્રી સમક્ષ પણ અસરકર્તા લોકો જાડાની વધુ એક વખતની ઉતાવળી દરખાસ્ત અંગે રજૂઆત કરવા પણ જઈ શકે છે. (હાલ ગામ લગત વિસ્તારો સરકારી કચેરીઓ વગેરે તમામ જરૂરી જગ્યાએ વાંધા-સૂચન માંગતુ પ્રાઈમરી જાહેરનામું જોવા પણ મળતું નથી, જેની નોંધ લેવામાં આવે તેવી પણ વિનંતી છે). જાડાની કનસુમરાની આ લગત જમીનોના ઝોનફેરની દરખાસ્તમાં વિસંગતતા છે જેમ કે, ૧૯૪ પૈકી-૨ છે, જે ૧૯૪ પૈકી જ લખેલા છે, તો વળી ૧૯૩નો ઉલ્લેખ જ નથી, માટે તે ઉલ્લેખ અસ્પષ્ટ અને અધુરો હોઈ, આવા ડ્રાફટ સામે વાંધો છે.
ઝોનફેર દરખાસ્ત સિવાયની જગ્યાઓમાં રોડ રસ્તા, રહેણાંક, નાના-મોટા ખેતરો અને અમુક અન્ય ધંધાઓ તેમજ પાણી અને ડ્રેનેજ લાઈનો વગેરે પણ છે, માટે જો આ ઈન્ડસ્ટ્રીયલ ઝોન અમલમાં આવે તો હવાનું, રસાયણયુક્ત પાણી છોડવાનું (જામનગરમાં ક્યાંય કારખાના વેસ્ટનો એસટીપી નથી તો અહીં તો ન જ હોય) થાય જેથી જમીનનું અને પાણીનું તેમજ અમુક અંતર સુધી ખેતીની જમીનને નુકસાન થઈ શકે, પાણીનું તળ બગડવાની ભિતિ હોય, આ ઝોનફેર જાહેર હિતમાં અને પર્યાવરણ જાળવણીના હિતમાં ન હોય, આ મુદ્દા સહ પણ વિરોધ છે. આમેય સરકારની પ્રવર્તમાન નીતિ જાહેર પર્યાવરણ શુદ્ધ અને સંતુલિત રાખવાને લગતી છે, જેનાથી અહીં તદ્ન વિપરીત પરિસ્થિતિ નિર્માણ થઈ શકવાના સંદથી ઈન્ડસ્ટ્રી ઝોન કરવા સામે વાંધો છે.વિકાસમાં ઈન્ડસ્ટ્રીનો હિસ્સો નોંધપાત્ર છે, પરંતુ થોડાક રહેણાક હોય, થોડીક ખેતીની જમીનો હોય, અને વચ્ચે ક્યાંક ઉદ્યોગો સ્થપાયા હોય, અને પ્રોડક્શન વખતે બાયપ્રોડક્ટ રોકી શકાતું નથી, અને માટે જે પ્રદુષણ ફેલાય તે સહન કરવા સિવાય કંઈ છુટકો રહેતો નથી, માટે હાલ આવું બનતા અટકાવી શકાય તેમ હોય, ઝોનફેર સામે પ્રબળ વાંધો છે, તે અટકાવવાનું સૂચન છે.
જામનગરમાં જી.આઈ.ડી.સી., ઉદ્યોગનગર, દરેડ, એમ.પી.શાહ ઉદ્યોગનગર, પટેલ કોલોનીનો અમુક ભાગ, દિગ્વિજય પ્લોટના અમુક વિસ્તારો એન અન્યત્ર મળી ઉદ્યોગો માટે ઘણાં વિસ્તારો છે, તો આ રીત છુટક-છુટક ઈન્ડસ્ટ્રીઝઝોન કરવાની જરૂર કેમ પડે ? આ અણઘડ નીતિ સામે વાંધો છે.
ખેતીપ્રધાન દેશમાં સરકાર દ્વારા ખેતીને પ્રોત્સાહન આપવા ગામડામાં સુવિધા વધારાય છે, જેથી ખેતી જળવાઈ રહે એન લોકોને સુવિધા માટે ગામ બદલવું ન પડે, એના બદલે જાડાએ તો ઉલ્ટુ ખેતીઝોન મીટાવવા કાર્યવાહી કરી છે. જેની સામે સખ્ત વાંધો છે. અગાઉ સને-૨૦૨૨ની સાલમાં જાડાએ આ રીતે જુદા-જુદા ત્રણ મોટા વિસ્તારોના ઝોનફેર કરવા દિર્ઘદૃષ્ટિ વગરની અને અકળ કારણોસર દરખાસ્ત સરકારમાં કરી હતી, ત્યારે પણ અમોએ મુદ્દાસર સચોટ રજૂઆત કરી આ રીતે દરેક પાસાઓની વ્યાપક જનહિતમાં છણાવટ કરેલી હતી અને અમારા તે વાંધા-સૂચન ધ્યાને લઈ જાડાની દરખાસ્તો રદ કરી જાડાના બિનજરૂરી કાર્યવાહીઓના તમામ કારસા ફગાવી દઈ વિકાસ નકશા મુજબના ઝોનમાં કોઈપણ ફેરફાર નહીં કરવા આદેશ કર્યો હતો.
આવી જ પરિસ્થિતિ આ વખતે પણ હોઈ, એક તો શંકાપ્રેરક છુપી રીતે જાડાની તમામ કાર્યવાહીઓ, લગત લોકોને તેમજ નાગરિકોને સ્થળ વગેરે નહીં દર્શાવી ખૂબ ઉતાવળથી અને ગુપચુપ થઈ તેમાં જ કોઈકનો કોઈપણ પ્રકારે મલીન ઈરાદો બર ન આવે તે માટે આપની કક્ષાએથી પારદર્શી કાર્યવાહી કરી તારીખો તેમજ કામગીરીઓ તેમજ સ્થળ-સ્થિતિ વિગેરે વિસંગતતા વાળા આ ઝોનફેરને મંજુરી આપવામાં આવે નહીં તે માટે આ વાંધા-સૂચનો ગ્રાહ્ય રાખવા રજૂઆત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial