મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

પાંચ સ્કૂટરની ઉઠાંતરી કરનાર ટાબરીયો ઝડપાયો

જામનગર તા. ૨૦ઃ જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાંથી છેલ્લા એક મહિનામાં ચાર તેમજ રણજીતનગરમાંથી એક મળી પાંચ એક્સેસ, એક્ટીવાની ઉઠાંતરી થઈ હતી. પોલીસે કાયદાથી સંઘર્ષિત કિશોરને પકડી આ ગુન્હાઓનો ભેદ ઉકેલ્યો છે.

જામનગરના સદ્ગુરૃ સોસાયટી સાતનાલા પાસેથી ગઈકાલે શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક કાયદાથી સંઘર્ષિત કિશોરને પોલીસે રોકી તેની પુછપરછ કરતા આ કિશોરે જામનગર શહેરમાંથી પાંચ વાહનની ચોરી કર્યાની કબુલાત આપી છે. પોલીસે પાંચેય વાહન ઝબ્બે લઈ આ કિશોર સામે કાયદાકીય કાર્યવાહી કરી છે.

સ્કૂટર ફેરવવાના શોખના કારણે વાહનચોરીના રવાડે ચડેલા આ કિશોરે પોલીસની પ્રાથમિક પુછપરછમાં ખોડિયાર કોલોની પાસેથી ત્રણ એક્સેસ અને એક એક્ટીવા સ્કૂટર તેમજ રણજીતનગરના કે.ડી. ટાવર પાસેથી અન્ય એક એક્સેસ સ્કૂટર ચોર્યાની કબુલાત આપી હતી. આ કાર્યવાહીમાં સિટી 'સી'ના પીઆઈ જી.પી. પરમાર, એએસઆઈ એ.ઓ. કુરેશી, એ.ઓ. સુમરા, ડી.જી. ઝાલા, આર.બી. જાડેજા, આર.એલ. જાડેજા, હિતેશ મકવાણા, હિતેન્દ્રસિંહ સાથે રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription