Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
Jan 23, 2025
હિઝબુલ્લાહ સાથે યુદ્ધ વિરામ જાહેર થયા પછી પણ ઈઝરાયેલ દ્વારા લેબનોનમાં હુમલા ચાલુ
તેલઆઈલ તા. ૨૩: ઈઝરાયલે ગાઝાને ક્બરસ્તાન બનાવ્યું હોય તેમ બે દિવસમાં ૨૦૦ લાશો નીકળી છે. યુએનએના આકલન મુજબ કાટમાળની સફાઈમાં ૨૧ વર્ષ લાગશે. આ પ્રકારના અહેવાલોએ હાહાકાર મચાવ્યો છે. જેનિનમાં હજુ પણ ઓપરેશન ચાલુ રખાયું છે.
ઈઝરાયલ અને હમાસની વચ્ચે ૧૫ મહિનાથી ચાલુ યુદ્ધ ગત રવિવારે સીઝફાયર બાદ રોકાઈ ગયું. મહિનાઓ સુધી ચાલેલા યુદ્ધમાં સૌથી વધુ નુકસાન ગાઝાવાસીઓને વેઠવું પડ્યું. તેમના પરિવારજનો, સગાં-વ્હાલાં, ઘર, હોસ્પિટલ, સ્કૂલ બધું જ ખતમ ...
વધુ વાંચો »
Jan 23, 2025
આઠ હજાર એકરના વિસ્તારમાં વિકરાળ આગ
ન્યૂયોર્ક તા. ર૩: લોસ એન્જલસના વધુ એક જંગલમાં આગે વિકરાળ સ્વરૂપ ધર્યું છે. આ આગે ૮ હજાર એકર અથવા ૩,ર૦૦ હેક્ટર વિસ્તારને લપેટમાં લીધી છે, તેથી ૩૧,૦૦૦ નું રેસ્ક્યુ કરાયું છે.
અમેરિકાના લોસ એન્જલસમાં ફરી એક વખત આગ ફાટી નીકળી છે, જેના પછી હજારો લોકોએ પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ આશરો લેવો પડ્યો છે. અમેરિકા માટે પણ આ ચિંતાનો વિષય છે, કારણ કે તાજેતરમાં ...
વધુ વાંચો »
Jan 23, 2025
હૈદરાબાદમાં હૈયુ હચમચી જાય તેવી હત્યાથી હાહાકાર
હૈદરાબાદ તા. ર૩: પત્નીના ટૂકડા કરી, પ્રેસર કૂકરમાં બાફીને તળાવમાં ફેંકી દેનાર પતિની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી છે. આરોપીની કબુલાત સાંભળીને ખુદ પોલીસ પણ ચોંકી ઊઠી હતી.
દિલ્હીના શ્રદ્ધા વોકર હત્યાકેસે આખા દેશને હચમચાવી નાખ્યો હતો. હૈદરાબાદથી પણ આવો જ એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક પતિએ પોતાની પત્નીની હત્યા કરી દીધી. પત્નીની હત્યા કર્યા પછી તેણે તેના શરીરના ટૂકડા કર્યા ...
વધુ વાંચો »
Jan 23, 2025
પાકિસ્તાનથી આવેલા ઈ-મેઈલમાં લખ્યું, 'અમે બિશ્નોઈ નથી'
મુંબઈ તા. ર૩: કપિલ શર્મા સહિત ચાર એક્ટર્સને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પાકિસ્તાનથી આવેલા ઈ-મેઈલમાં જણાવાયું છે કે 'અમે બિશ્નોઈ નથી!'
કોમેડિયન કપિલ શર્માને પાકિસ્તાનથી ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો છે, જેમાં કોમેડિયનને મારી નાખવાની ધમકી મળી છે. કપિલ ઉપરાંત એક્ટર રાજપાલ યાદવ, કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને કોમેડિયન સુગંધા મિશ્રાને પણ જાનથી મારી નાખવકીઓ મળી છે.
ઈ-મેઈલમાં લખ્યું, 'અમે તમારી ...
વધુ વાંચો »
Jan 23, 2025
પંચાયતની ચૂંટણી માટે મતદાન હોઈ
નવીદિલ્હી તા. ૨૩: જીપીએસસી પરીક્ષા ૧૬મી ફેબ્રુઆરીએ પંચાયતની ચૂંટણીનું મતદાન હોવાથી નહીં યોજાય નવી તારીખ હવે જાહેર થશે
જીપીએસસીની પરીક્ષા માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી)ના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર માહિતી આપતાં જણાવ્યું હતું કે ૧૬મી ફેબ્રુઆરીએ પંચાયતની ચુંટણીનું મતદાન હોવાથી જીપીએસસીની પરીક્ષા યોજાશે નહીં. તે દિવસની પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમય જાહેર કરવામાં આવશે.
બે દિવસ પહેલાં ૨૧ જાન્યુઆરીએ હસમુખ પટેલે પરીક્ષકના મહેનતાણા ...
વધુ વાંચો »
Jan 23, 2025
રૂ.૧ કરોડ ૬૫ લાખમાં સોદો કરી બે વર્ષ સુધી બતાવ્યા આંબાઆંબલીઃ
જામનગર તા.ર૩ : જામનગરના શંકરટેકરી ઉદ્યોગ નગરમાં મુંબઈના એક મહાજન વેપારીના આવેલા બે શેડ વેચાણથી લેવા માટે બે વર્ષ પહેલાં નગરના બે મહાજનબંધુ એ સોદો કર્યા પછી સુથી ચૂકવી હતી અને બાકીની રકમ દસ્તાવેજ વેળાએ ચૂકવવાની વાત કરી હતી. તે પછી મૂળ માલિકની જાણ બહાર આ બંને બંધુએ તે શેડ પોતાના નામે કરાવી લઈ બે વર્ષ સુધી આંબા આંબલી બતાવતા મહાજન વેપારીનું કામકાજ સંભાળતા આસામીએ રૂ.૧,૪૦, ૨૫,૦૦૦ની છેતરપિંડી, વિશ્વાસઘાત આચરવા ...
વધુ વાંચો »
Jan 23, 2025
સામેથી આવતી બીજી ટ્રેનમાં કચડાયાઃ નેતાઓએ સંવેદના વ્યકત કરી
મુંબઈ તા. ૧૩: આગથી અફવાથી જીવ બચાવવા કુદીને સામેથી આવતી ટ્રેનમાં કચડાઈ જતા જીવ ગુમાવનારાઓના આંકડો ૧૩ પર પહોંચ્યો છે. હજુ ૧૫થી વધુ ઘાયલો સારવાર હેઠળ છે.
પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાં આગની અફવા બાદ મુસાફરોએ ડરના માર્યા ઉતાવળમાં બાજુના ટ્રેક પર કૂદવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન સામેથી આવતી બીજી ટ્રેની અડફેટે મુસાફરો આવી ગયા હતા અને અત્યારસુધી કુલ ૧૩ મુસાફરોના મોત ...
વધુ વાંચો »
Jan 23, 2025
કુંભમેળાઓ હિંદુ સમાજને એક મંચ પર લાવે છેઃ
અમદાવાદ તા. ૨૩: અમદાવાદમાં મિનિ કુંભનું ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યુ હતું કે, કુંભમેળાઓ હિન્દુ સમાજને એક મંચ પર લાવ્યા છે. તેમણે પ્રયાગરાજના મહાકુંભની મુલાકાત લેવા પણ લોકોને અપીલ કરી હતી.
અમદાવાદમાં મહાકુંભની જેમ મીની કુંભ મેળાનું આજે ગૃહમંત્રી અમિતશાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું.આ ઉદ્ઘાટન પ્રસંગે અમિતશાહે મીની કુંભ મેળાની સફળતા માટે શુભેચ્છા પાઠવી. તેમજ લોકોને પ્રયાગરાજ ખાતેના મહાકુંભમાં ભાગ લેવાની પણ અપીલ કરી હતી.
તેમણે કહૃાું કે ૧૪૪ વર્ષ બાદ મહાકુંભ પ્રયાગરાજમાં ...
વધુ વાંચો »
Jan 23, 2025
જામનગર તા. ૨૩: પાટણ જિલ્લાના સમી તાલુકાનાં દુદખ ગામના સુથારી કામ કરતા અને સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા યુવાનને જીએસટી વિભાગે ૧ કરોડ ૯૬ લાખની નોટીસ ઠપકારતા ચર્ચા જાગી છે.
પાટણ જિલ્લાના સમી તાલુકાનાં દુદખ ગામના સુથારી કામ કરતા સુનિલ સથવારાને બેંગ્લુરૂ જીએસટી વિભાગ તરફથી રૂ. ૧ કરોડ ૯૬ લાખનો ટેકસ ભરપાઈ કરવાની નોટીસ મળતા આ યુવક અને તેનો પરિવાર મુસીબતમાં મુકાઈ ગયો છે. નોટીસમાં કરાયેલ ઉલ્લેખ મુજબ એ યુવકના નામે દેશના અલગ અલગ રાજયમાં ૧૧ થી વધુ પેઢી ચાલે છે.
યુવક અને ...
વધુ વાંચો »
Jan 23, 2025
વિવાદાસ્પદ કાયદા સામે દુનિયાભરના મહિલા જુથો લાલધુમ
બગદાદ તા. ર૩: ઈરાકની સંસદે છોકરીઓના લગ્નની ઉંમર ઘટાડીને ૯ વર્ષ કરી કરી દીધી છે. મહિલા અધિકાર જુથોએ આ કાયદાઓના પસાર થવાને બયાનક ગણાવ્યું છે. દેશમાં શિયા અને સુન્ની માટે લગ્નની ઉંમર અલગ અલગ હશે. સંસદમાં વિવાદાસ્પદ કાયદો પસાર થયા પછી તેના વૈશ્વિક તીવ્ર પ્રત્યાઘાતો સામે આવ્યા છે.
ઈરાકની સંસદે મંગળવારે એક વિવાદાસ્પદ સુધારેલા બિલન મંજુરી આપી જેણે ઈસ્લામિક દેશમાં બાળ લગ્નને કાયદેસર ...
વધુ વાંચો »
Jan 23, 2025
ટ્રાફિક સમસ્યા નિવારવા ઉઠાવાયેલુ કદમઃ કેટલાક લોકો કોચવાયાઃ પોલીસ-મનપાની સહિયારી કાર્યવાહી
જામનગરમાં બર્ધન ચોક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે મહાનગર પાલિકા અને પોલીસ વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે આજે મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા બર્ધન ચોકમાં નડતરરૂપ દબાણ જેસીબી મારફત તોડી પાડવામાં આવ્યું હતું. અને જગ્યા ખુલ્લી કરાવી ત્યાં હવે હંગામી ચોકી બનાવવામાં આવનાર છે. આમ હવે બર્ધન ચોક વિસ્તારની ટ્રાફિક સમસ્યાના કાયમી નિરાકરણ માટે તંત્ર ...
વધુ વાંચો »
Jan 23, 2025
જામનગરના નભોમંડળમાં નરી આંખે દેખાતા તમામ ગ્રહોની વિસ્તૃત માહિતી
મંગળ ગ્રહઃ સૂર્ય થી ૨૪ કરોડ કી.મી. દૂર રહી ૭૮૭ દિવસ માં સૂર્યનું પરિભ્રમણ પૂર્ણ કરે છે. પોતાની ધરી ઉપર ૨૪.૫ કલાકમાં એક ચક્કર પૂર્ણ કરે છે. પૃથ્વીથી અર્ધો વ્યાસ ધરાવતા આ ગ્રહને બે નાના દિમોસ અને ફોર્સ નામના ચંદ્ર છે. રાતા ગ્રહ નામે ઓળખાતા આ ગ્રહના ધ્રુવ પ્રદેશ ઉપર સ્વેત અંગારવાયુનું પાત્ર વાતાવરણ છે.
શુક્ર ગ્રહઃ લગભગ પૃથ્વી જેવડો વ્યાસ ધરાવતો આ ગ્રહ સૂર્ય થી ૧૦.૭ કરોડ કી.મી. દૂર રહી પ્રદક્ષિણા કરે ...
વધુ વાંચો »
Jan 23, 2025
સાંસદ-ધારાસભ્ય-મેયર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં
જામનગર તા ૨૩, જામનગરના પ્રદર્શન મેદાનમાં આવતીકાલે તા. ૨૪ જાન્યુઆરીના સાંજે ૭ વાગ્યાથી રાત્રિના ૯ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન આપણા નભોમંડળમાં રહેલા મંગળ ગ્રહ, ગુરૂ ગ્રહ, શુક્ર ગ્રહ તથા શનિ સહિતના ગ્રહોનું ટેલિસ્કોપ દ્વારા પ્રત્યક્ષ નિદર્શનનો કાર્યક્રમ ખગોળ મંડળ, જામનગર તથા એમ.ડી. મહેતા સાયન્સ સેન્ટર ધ્રોળ દ્વાર રાખવામાં આવ્યો છે.
આ નિદર્શનના કાર્યક્રમમાં જામનગર શહેર અને જિલ્લાના તમામ મહાનુભાવો ઉપસ્થિત રહીને સમગ્ર ખગોળીય ઘટનાના સાક્ષી બનશે.
જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો રિવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ...
વધુ વાંચો »
Jan 23, 2025
ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરૂ દેવો મહેશ્વરઃ ગુરૂ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરૂવૈ નમઃ
જામનગરઃ સત પરિવારના સ્થાપક અવતારી પુરુષ હરિરામ બાપાના ધર્મપત્ની અને પુરણધામ આશ્રમ ઘુનેશ્વરના મોભીએ જગત જનની જગદંબા મણીમાં મકરસંક્રાંતિની સંધ્યાએ અનંતની વાટ પકડતા સતપરિવારમાં ઘેરો શોકની લાગણી છવાઈ છે તેમની પાલખીયાત્રામાં દેશ વિદેશના હજારો પરિવારો જોડાયા હતા *સત મણીમાની જય જય હો* ના જય કાર સાથે પુરણધામ ગુંજી ઉઠ્યું હતું
ઘુનડામાં પુરણધામનું નિર્માણ કરવામાં હરિરામ બાપાના પગલે પગલે જીવન સમર્પિત કરનાર નિર્મળ સ્વભાવ અને સહજમાં પોતાના સમગ્ર જીવનને ...
વધુ વાંચો »
Jan 23, 2025
સાત વર્ષ જુના કેસમાં સજા પડી
મુંબઈ તા. ૨૩: ચેક બાઉન્સ થતા બોલીવુડ ફિલ્મ ડિરેકટર રામગોપાલ વર્માને ત્રણ મહિનાની જેલ સજા થઈ છે. તે ઉપરાંત રૂ. ૩.૭૨ લાખનુ વળતર ચૂકવવાનો પણ આદેશ થયો છે.
મુંબઈની અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક બાઉન્સ કેસમાં બોલીવુડ ફિલ્મ ડિરેક્ટર રામ ગોપાલ વર્માને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે. આ નિર્ણય તેમના નવા પ્રોજેક્ટ *સિન્ડિકેટ*ની જાહેરાતના એક દિવસ પહેલા આવ્યો હતો. નોંધનીય છે કે, છેલ્લા સાત વર્ષથી આ કેસની સુનાવણી ચાલી રહી હતી. જો કે, ચુકાદો સંભળાવવામાં આવ્યો ...
વધુ વાંચો »
Jan 23, 2025
સરકારી ગૌચર જમીનમાં દબાણ અને વકફ હેઠળ કબ્રસ્તાન બતાવી મદરેસાનું બાંધકામ?
ખંભાળિયા તા. ૨૩: બેટ દ્વારકામાં ડિમોલીશનમાં વકફ બોર્ડે તેમની ગણાવેલી જમીન અંગે ગુજરાત હાઈકોર્ટમાં સરકાર પક્ષે સરકારી વકીલે દલીલો રજૂ કરી હતી. આ અંગે વધુ સુનાવણી તા. ૪ ફેબ્રુઆરીના થશે.
બેટ દ્વારકામાં ચાલતા ડિમોલીશન વખતે બેટના ચોકકસ વિસ્તારમાં આવેલી કબ્રસ્તાનની જમીન અંગે વકફ બોર્ડ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાંથી તોડી પાડવા સામે સ્ટેટસ કવો લેવામાં આવેલ જેના સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશ ...
વધુ વાંચો »
Jan 23, 2025
એક દુકાનદારે ઉગ્ર બોલાચાલી કરતા ૫ોલીસ બોલાવવી પડીઃ કાયમી ઉકેલ માટે કમિશનરની કવાયત
જામનગરમાં ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર કવાયત કરી રહ્યું છે. મંગળવારે બર્ધનચોક વિસ્તારમાંથી રેંકડી, પથારાવાળાઓને દૂર ખસેડ્યા પછી ફરી ગઈકાલે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ બર્ધનચોક વિસ્તારમાંથી ધંધાર્થીઓને દૂર ખસેડી સમગ્ર વિસ્તાર ખાલી કરાવ્યો હતો. આ સમયે ૧૪ રેંકડી અને ચાર કાઉન્ટરો જપ્ત કરાયા હતાંં. એક દુકાનદારે મહાનગરપાલિકાના અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી પણ કરી હતી. આખરે પોલીસે મામલો થાળે પાડ્યો હતો.
વધુ વાંચો »
Jan 23, 2025
જાહેર ઉપયોગના મેદાનમાં ખડકી લેવાયા સંડાસ, બાથરૂમ તથા શેડઃ તપાસનો ધમધમાટઃ
જામનગર તા.૨૩ : જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી એક સોસાયટી સ્થિત કોમન પ્લોટમાં એક શખ્સે સંડાસ-બાથરૂમ, શેડ સહિતનું પાકુ બાંધકામ ખડક્યા પછી તે ગેરકાયદે બાંધકામ ફરતે કમ્પાઉન્ડ વોલ પણ બનાવી નાખી હતી. આ મુદ્દે શરૂ થયેલો ચણભણાટ દબાઈ ગયો હતો. તે પછી કલેકટરની લેન્ડ ગ્રેબિંગ સમિતિ સમક્ષ ઉપરોકત મામલો રજૂઆતના સ્વરૂપમાં પહોંચ્યા પછી સમિતિએ કરેલી તપાસમાં તથ્ય જણાઈ આવતા પોલીસ ફરિયાદ નોંધાવવા ...
વધુ વાંચો »
Jan 23, 2025
રોકડ, બ્રાસપાર્ટ અને ડીવીઆર પણ લેતો ગયોઃ
જામનગર તા.૨૩ : જામનગરના દરેડ જીઆઈડીસીમાં આવેલા એક કારખાનામાં સોમવારની રાત્રે ડેલો ટપીને ઘૂસેલા શખ્સે શેડ તથા ઓફિસના શટરના તાળા તોડી અંદરથી રૂ.૩,૧૮,૫૦૦નો તૈયાર બ્રાસપાર્ટ તથા રૂ.૩ર હજાર રોકડા, સીસીટીવીનું ડીવીઆર ચોરી કરી લીધુ છે. કારખાનેદારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ-રમાં આવેલા ઈલેકટ્રીક્ટ ઝોન પ્લોટ નં.ઈ/૬ માં હિન્દુસતાન બ્રાસ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ગયા સોમવારની રાત્રે નવ વાગ્યાથી મંગળવારની સવાર સુધીમાં ...
વધુ વાંચો »
Jan 23, 2025
મસીતિયામાં કૂવામાં પડી ગયેલા શ્રમિકનું મોતઃ
જામનગર તા.૨૩ : જામનગર નજીકના મસીતીયામાં એક ખેતરમાં આવેલા કૂવામાં મંગળવારે કોઈ રીતે ખાબકી ગયેલા શ્રમિકનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. જ્યારે દ્વારકામાં કાદવવાળા ખાડામાં પડી ગયેલા અજાણ્યા યુવાન ખુંપી ગયા પછી મોતને શરણ થયા છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.
જામનગર તાલુકાના મસીતીયા ગામની સીમમાં આરીફભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ચમારીયા ગામના ...
વધુ વાંચો »
Jan 23, 2025
દિલ્હીના આસામીને દંડ ભરવા પણ અદાલતનો આદેશઃ
જામનગર તા.ર૩ : જામનગરમાં બ્રાસપાર્ટના વ્યવસાય સાથે સંકળાયેલી બે પેઢી પાસેથી દિલ્હીની એક પેઢીના સંચાલકે અનુક્રમે રૂ.૬,૭૪,૫૦૭ અને રૂ.૩,૬૫,૮૦૦નો સામાન ઉધારમાં ખરીદ કરી રકમ ચૂકવવા ચેક આપ્યા હતા. તે બંને ચેક પરત ફર્યાની કરાયેલી ફરિયાદના અંતે અદાલતે દિલ્હીના આસામીને એક-એક વર્ષની કેદ અને ચેક મુજબની રકમનો દંડ ભરવા આદેશ કર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ ત્રણ-ત્રણ મહિનાની કેદની સજા ફટકારવામાં આવી છે.
વધુ વાંચો »
Jan 23, 2025
સાત રસ્તા સર્કલમાં મોટર સાથે એસટી બસ ટકરાઈઃ
જામનગર તા.૨૩ : ખંંભાળિયાના ભાતેલ ગામના બે યુવાન ગઈકાલે સાંજે દેવરીયા પાટીયા પાસેથી બાઈકમાં જતા હતા ત્યારે ખુંટીયો આડો ઉતરતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. સાતરસ્તા સર્કલમાં મોટર સાથે એસટી બસ અથડાઈ પડી છે અને તળાવની પાળે સ્કૂટરને મોટરે ટક્કર મારી છે.
ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના જીતેન્દ્રસિંહ સજુભા જાડેજા (ઉ.વ.ર૧) તથા તેમના મિત્ર જયવીરસિંહ જુવાનસિંહ જાડેજા ગઈકાલે સાંજે ...
વધુ વાંચો »
Jan 23, 2025
પુત્રીને હાજર કરવાનું કહી અપાઈ ધમકીઃ
જામનગર તા.૨૩ : જામનગરના રણજીતસાગર રોડ પર નંદનવનમાં રહેતો એક યુવાન ત્યાં રહેતી યુવતી સાથે ભાગી ગયા પછી ગઈકાલે એક મહિલા અને ત્રણ શખ્સ ધસી આવ્યા હતા. તેઓએ યુવકના માતા તથા ભાઈ પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા નંદનવન પાર્કની શેરી નં.૨માં રહેતા વર્ષાબેન દીવાનભાઈ થધાણી નામના પ્રૌઢા ગઈરાત્રે પોતાના ઘર પાસે હતા ત્યારે નિલેશ, ફતેસિંહ, રીના નામની યુવતીના માસી, ઋષિરાજસિંહ આવ્યા હતા.
થોડા દિવસ ...
વધુ વાંચો »
Jan 23, 2025
રૂ.ર૩ લાખનું રોકાણ પરત મેળવવા બે આસામીની રાવઃ
જામનગર તા.ર૩ : જામનગરમાં કેટલાક આસામીઓએ યુનિક મર્કન્ટાઈલ નામની પેઢીમાં રોકાણ કર્યા પછી પેઢી દ્વારા તે રકમ પરત આપવાની બદલે ઠેગો બતાવાઈ રહ્યો છે ત્યારે નગરના બે આસામીએ પોતાના રૂ.ર૩ લાખના રોકાણને પરત મેળવવા ગ્રાહક તકરાર ફોરમમાં ધા નાખી છે.
જામનગરમાં સાંઢીયા પુલ પાસે માધવ બાગમાં રહેતા સુનિલ ભીખાલાલ ખખ્ખર તેમજ રાજપાર્કવાળા વિજય તુલસીભાઈ નકુમ વગેરેએ અમદાવાદની યુનિક મર્કન્ટાઈલ ઈન્ડિયા લિમિટેડ નામની ...
વધુ વાંચો »
Jan 23, 2025
ચેકની રકમ મુજબનો દંડ ભરવા હુકમઃ
જામનગર તા.ર૩ : જામનગરના દરબારગઢ વિસ્તારમાં દુકાન ચલાવતા એક આસામી સામે રૂ.અઢી લાખના ચેક પરતની કરાયેલી ફરિયાદ માં અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમનો દંડ ફટકાર્યાે છે.
જામનગરમાં વસવાટ કરતા સંજય શાંતિલાલ મકવાણા પાસેથી દરબારગઢ ૫ાસે આવેલી પારેખ વેલજી સોમચંદ એન્ડ કાું. નામની પેઢી વાળા પારેખ નિરવ ભરતભાઈ નામના આસામીએ રૂ.અઢી લાખ સંબંધદાવે ઉછીના મેળવી તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો ...
વધુ વાંચો »
Jan 23, 2025
યુવતીનું વર્ણન, ફોટો મેળવી તપાસ આરંભાઈઃ
જામનગર તા.૨૩ : જામનગરના મેઘપર ગામની એક યુવતી મંગળવારે સવારે પોતાના ઘરેથી ક્યાંક ચાલી જતાં તેણીના પરિવારે પોલીસને જાણ કરી છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા મેઘપર ગામમાં રહેતા સપનાબા વકુભા પરમાર ઉર્ફે ભૂમિ (ઉ.વ.રર) નામના યુવતી ગયા મંગળવારે સવારે દસેક વાગ્યે પોતાના ઘરેથી ક્હ્યા વગર જ ચાલ્યા ગયા છે.
આ યુવતીની તેણીના પરિવારે શોધખોળ કર્યા પછી પણ પત્તો નહીં લાગતા આખરે ...
વધુ વાંચો »
Jan 23, 2025
નિર્જન ટાપુ પર પ્રવેશ કરવામાં આવ્યો છે પ્રતિબંધિતઃ
જામનગર તા.૨૩ : ઓખાના દરિયામાં આવેલા ખારા મીઠા ચુસણા ટાપુ પર વગર મંજૂરીએ ગયેલા સલાયાના આઠ શખ્સને પોલીસે પકડી પાડ્યા છે. આ શખ્સો સામે પોલીસે ખુદ ફરિયાદી બની જુદા જુદા બે ગુન્હા નોંધ્યા છે. નિર્જન ટાપુ પર પ્રવેશ પ્રતિબંધિત કરવામાં આવ્યો હોવા છતાં આ શખ્સો તે ટાપુ પર પહોંચ્યા હતા.
ઓખા મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા દરિયામાં ગઈકાલે કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ ...
વધુ વાંચો »
Jan 23, 2025
ચોરાઉ વાયર સાથે બે શખ્સ ઝડપાયાઃ બેના નામ ખૂલ્યાઃ
જામનગર તા.૨૩ : ધ્રોલ પાસે એક હોટલ નજીક આવેલા ઈલેકટ્રીક સામાનના સ્ટોરમાં દસેક દિવસ પહેલાં રૂ.૭૦ હજારના એલ્યુમિનિયમ વાયરની ચોરી થઈ હતી. તેની પોલીસે શરૂ કરેલી તપાસમાં ગઈકાલે ચોરાઉ વાયર બોલેરો પીકઅપ વાનમાં લઈને નીકળેલા બે શખ્સ ઝડપાઈ ગયા છે. આ શખ્સોએ પોતાના બે સાગરિતના નામ ઓકી નાખ્યા છે. પોલીસે વાયર, બોલેરો કબજે કર્યા છે.
ધ્રોલથી રાજકોટ વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલી એક હોટલ પાછળ જામનગરના એક આસામીએ પોતાના ઈલેકટ્રીક કામ અંગે એક સ્ટોર ...
વધુ વાંચો »
Jan 23, 2025
હથિયારો આઠ શખ્સ તૂટી પડ્યાઃ
જામનગર તા.૨૩ : જોડિયાના મોટાવાસમાં વસવાટ કરતા એક યુવાનને ઈકો ચલાવવાની બાબતે જોડિયાના જ એક શખ્સ સાથે બોલાચાલી થયા પછી મંગળવારે રાત્રે તે યુવાન તથા તેના ભાઈ પર આઠ શખ્સે છરી, લાકડી, પાઈપ, ધારીયા વડે હુમલો કરી આડેધડ માર માર્યાે હતો. ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા છે.
જોડિયા શહેરમાં મોટા વાસમાં રહેતા અને ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા ઈશાક સુમાર ભાઈ ખીચડી ઉર્ફે માલમ નામના યુવાન મંગળવારે રાત્રે પોતાના ...
વધુ વાંચો »
Jan 23, 2025
રકમ પરત આપવા આપ્યો હતો ચેકઃ
જામનગર તા.૨૩ : જામનગરના એક આસામીએ પોતાના મિત્ર સામે રૂ.૨ લાખ ના ચેક પરત ફરવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
જામનગરના પરિમલ વિજયભાઈ ગોહિલ નામના આસામીએ પોતાના મિત્ર તક્ષ પ્રતાપભાઈ ગોસાઈને રૂ.ર લાખ સંબંધદાવે ઉછીના આપી ચેક મેળવ્યો હતો.
તે ચેક બેંકમાંથી પરત ફરતા નોટીસ પાઠવ્યા પછી પરિમલ ગોહિલે અદાલતમાં નેગો. ઈન્સ્ટ્ર. એક્ટની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી તરફથી વકીલ ...
વધુ વાંચો »
Jan 23, 2025
નવીનગરીમાંથી બોટલ ઝડપાઈઃ
જામનગર તા.૨૩ : કાલાવડના શિશાંગ ગામ પાસે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક શખ્સને ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે પકડી પાડ્યો છે. જ્યારે ઓખાની નવીનગરી નજીકથી બોટલ સાથે એકની અટકાયત કરાઈ છે.
કાલાવડ તાલુકાના શિશાંગ ગામથી નિકાવા ગામ તરફ જવાના રસ્તા પરથી ગઈકાલે પસાર થતાં શિશાંગ ગામના જયદીપસિંહ ગજરાજસિંહ જાડેજા નામના શખ્સને રોકાવી પોલીસે ચેક કરતા તેના કબજામાંથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ.૧૫૦૦ની બોટલ કબજે ...
વધુ વાંચો »
Jan 23, 2025
પતિને હાજર થવા કરાયો હુકમઃ
જામનગર તા.૨૩ : જામનગરના બે પરિણીતાને ભરણપોષણ ચૂકવવા અદાલતે આદેશ કર્યા પછી પણ બે વ્યક્તિએ ભરણપોષણ ન ચૂકવી તેની રકમ ચઢત કરતા બંને પરિણીતાએ ભરણપોષણ વસૂલ મેળવવા પતિ સામે અદાલતમાં અરજી કરી છે.
જામનગરના ખોજાનાકા વિસ્તારમાં રહેતા જસ્મિનબાનુ ચરીયાના નિકાહ રીઝવાન હુસેન ચરીયા સાથે થયા પછી આ પરિણીતાએ પતિ પાસેથી ભરણપોષણની અરજી કરી હતી. અદાલતે ભરણપોષણ ચૂકવવા હુકમ કર્યાે હતો. તે રકમ ચઢત થઈ રૂ.૧૭ ...
વધુ વાંચો »
Jan 23, 2025
ગ્રાહક ફોરમનો વીમા કંપનીને આદેશઃ
જામનગર તા.ર૩ : જામનગરના એક આસામીએ પોતાની મોટરને અકસ્માતમાં થયેલા નુકસાનનો ક્લેઈમ કરતા વીમા કંપનીએ વળતર ચૂકવ્યું ન હતું તેથી વીમા કંપની સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. વ્યાજ, વળતર ચૂકવવા આદેશ કરાયો છે.
જામનગરના ગિરીરાજ સિંહ ચંદુભા જાડેજા પોતાની જીજે-૩૬-એફ ૮૮૯૯ નંબરની મોટરમાં ગઈ તા.૨૮-૪-૨૩ના દિને રાજકોટથી આવતા હતા ત્યારે માર્ગમાં ખુંટીયો આડો ઉતરતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટરમાં નુકસાન થયું હતું.
વધુ વાંચો »
Jan 23, 2025
સદ્ગત કર્મચારીના માતાએ કરી હતી અરજીઃ
જામનગર તા.૨૩ : જામનગર વીજ કંપનીના એક કર્મચારીના ચાલુ ફરજે થયેલા અવસાન પછી તેઓના પરિવારને રૂ.૪૦ લાખ વળતર પેટે મંજૂર કરાયા હતા. તે રકમમાંથી સદ્ગત કર્મચારીના પત્નીએ માતાને કોઈ રકમ ન આપતા સદ્ગતના માતાએ અદાલતમાં દાવો કર્યાે હતો. અદાલતે બેંકને એક્સ પાર્ટી સ્ટેનો હુકમ કર્યાે છે.
જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર રાજીવનગર સ્થિત રહેતા જયેશભાઈ ધનજીભાઈ ભાંભી વીજ કંપનીમાં ફરજ બજાવતા હતા. તેઓનું ...
વધુ વાંચો »
Jan 23, 2025
અંધેરી નગરીને ગંડુ રાજા... ટકે શેર ભાજી ટકે શેર ખાજા
નવીદિલ્હી તા. ૨૩: પાકિસ્તાનના પંજાબમાં પતંગ ઉડાડવા પ વર્ષની જેલ અને ૨૦ લાખ દંડ થશે. પતંગ અને માંઝા બનાવનારાઓ માટે સજા અને દંડ વધુ કડક બનશે. આ કારણે પાકિસ્તાનને લઈને અવનવી કોમેન્ટો થઈ રહી છે. અને ટકે શેર ભાજી- ટકે શેર ખાજાની કહેવત યાદ કરાઈ રહી છે.
હવે પાકિસ્તાન સરકાર પતંગ ઉડાવવા અંગે કડક બની ગઈ છે. પતંગ ઉડાવવા ઉપરાંત, ...
વધુ વાંચો »
Jan 23, 2025
પ થી ૧પ વર્ષના વિદ્યાર્થીઓ માટેની કોમ્પીટીશનઃ
જામનગર તા. ર૩: જામનગરના પ થી ૧પ વર્ષના બાળકો માટે રી-પબ્લિક ડે ની થીમ ઉપર બ્રેઈની તથા અલોહાના સંયુક્ત ઉપક્રમે એશ્યોર એકેડેમી દ્વારા જામનગર કીડ્સ આર્ટ ફિયેસ્ટાનું આયોજન કરવામાં આવ્યું છે.
ડ્રોઈંગ તેમજ ક્લરીંગ કોમ્પીટીશન એઈજ વાઈઝ ૩ ગ્રુપમાં આયોજીત થનાર છે. જેમાં પ થી ૭ વર્ષ માટે આપેલ ડ્રોઈંગમાં રંગ ભરવાના રહેશે. ૮-૧૧ વર્ષ માટે આપેલ લાઈન ડ્રોઈંગમાં રંગ ભરી તેમજ ૧ર ...
વધુ વાંચો »
Jan 23, 2025
જામનગરમાં અધિકારીઓ સાથે બેઠક દરમિયાન કૃષિમંત્રી દ્વારા
જામનગર તા. ૨૩: કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર કલેકટર કચેરીમાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં તેમણે વિવિધ વિભાગની કામગીરી અંગે માહિતી મેળવી પડતર પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવવા તાકીદ કરી હતી.
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે કલેકટર કચેરીમાં વિવિધ વિભાગો જેમાં સિંચાઈ વિભાગ, ડીઆઈએલઆર, પાણી પુરવઠ્ઠા, પીજીવીસીએલ, જેટકો, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી વિભાગવાર ...
વધુ વાંચો »
Jan 23, 2025
જિલ્લાકક્ષાની વિજેતા ટીમો ઝોન કક્ષાએ પ્રતિનિધિત્વ કરશેઃ
ખંભાળિયા તા. ૨૩: ભાણવડના વાનાવડ ગામ પાસે અભિલાષા શિક્ષણ સંકુલના કબડ્ડી (ભાઈઓ બહેનો) સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અંડર ૧૪મા ૮૪ ભાઈઓ તથા ૬૦ બહેનો, અંડર ૧૭મા ૭૨ ભાઈઓ તથા ૬૦ બહેનો તથા ખુલ્લા વિભાગમાં ૭૨ ભાઈઓ તથા ૩૬ બહેનોએ ભાગ લીધો હતો. કુલ ૩૮૪ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
ખંભાળિયાના રામનગરની અગત્સ્ય શાળામાં એથલીટીકસ રમતોત્સવનું જિલ્લાકક્ષાનું આયોજન થયું હતું અંડર ૧૧મા ૫૭ ભાઈઓ ...
વધુ વાંચો »
Jan 23, 2025
જામનગર-દ્વારકા જિલ્લાની ૨૫ બહેનો સહભાગીઃ
ખંભાળિયા તા. ૨૩: ભારતીય સ્ટેટ બેંક દ્વારા પ્રાયોજિત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા જામનગર દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાની ગ્રામીણ વિસ્તારની સ્વ-સહાય જૂથોની બહેનોને વિવિધ વિષયો ઉપર રોજગારલક્ષી તાલીમોનું આયોજન કરવામાં આવે છે.
ભારત સરકારના નાણાં મંત્રાલય હેઠળના ગ્રામ પંચાયત દીઠ એક બેંક કોરોસ્પોડન્ટના અભિગમ અન્વયે સ્વ સહાય જૂથના બહેનોને બેંક કોરોસ્પોડન્ટની તાલીમ આપી બેંક કોરોસ્પોડન્ટ સખી તરીકે કામગીરી કરી ગામમાં બેકીંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આજીવિકા મેળવી શકે તે માટે ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ બેકીંગ એન્ડ ફાઈનાન્સ પ્રમાણિત બેંક ...
વધુ વાંચો »
Jan 23, 2025
જામનગર મહાનગરપાલિકામાં
જામનગર તા. ર૩: જામનગર મહાપાલિકામાં મિલકત વેરા શાખા કાર્યરત છે. તેમાં એક ટેક્સ ઓફિસર કાર્યરત છે. પરંતુ સરળતા માટે કામગીરીને ઝોન-૧ અને ઝોન-ર એમ બે વિભાગમાં વહેંચવામાં આવી છે.
જામનગર શહેરમાં ૩ લાખથી વધુ મિલકતો મહાનગરપાલિકામાં નોંધાયેલ છે. આ મિલકત ધારકોને વેરા બીલ પહોંચાડવા, વેરા વસુલાત વિગેરેની કામગીરી મિલકત વેરા શાખા દ્વારા કરવામાં આવે છે. જેના મુખ્ય અધિકારી તરીકે ટેક્સ ઓફિસર જવાબદારી સંભાળે છે. પરિણામે અધિકારી ઉપર કામનું ...
વધુ વાંચો »
Jan 23, 2025
નાગરિકો તથા "ઔદ્યોગિક" ટ્રાન્સપોર્ટેશન સરળ બનાવવા
ગાંધીનગર તા. ૨૩: રાજયના નાગરિકો તથા ઔદ્યોગિક જરૂરિયાતો માટે રસ્તા પર ટ્રાન્સપોર્ટેશન સરળ બને તે માટે રાજય સરકાર દ્વારા ફોર લેન માર્ગોના સાપેક્ષમાં જે હયાત પુલો સાંકડા છે તેને પહોળા કરવા માટેના ૧૧ કામો માટે રૂ. ૪૬૭.૫૦ કરોડ ફાળવ્યા હોવાનું જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ
વધુ વાંચો »
Jan 23, 2025
જામનગર વિદ્યોતેજક મંડળ સંચાલિત ડી.સી.સી. વિ. હાઈસ્કૂલના
જામનગર વિદ્યોતેજક મંડળ સંચાલિત શ્રી ડીસીસી વિ. હાઈસ્કૂલના નવનિર્મિત પી.ડી. મહેતા ભવનના લોકાર્પણનો કાર્યક્રમ દાતા પ્રવિણભાઈ ધનજીભાઈ મહેતા (ધ્રાફાવાળા) ની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે દાતા પરિવારના શ્રીમતી સ્નેહલતાબેન મહેતા, મૌસમી પોલી, કવિ પોલ, વિનુભાઈ મહેતા, શૈલેષભાઈ મહેતા વિગેરેએ ઉપસ્થિત રહી ભવનનું લોકાર્પણ કર્યુ હતું. આ સમયે સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ શાહ, મંત્રી પાર્થભાઈ પંડ્યા, સહમંત્રી હસમુખભાઈ શાહ, શ્રીમતી ચંદ્રીકાબેન કોટેચા, શાળાના આચાર્ય ડો. સંજયભાઈ દતાણી, ...
વધુ વાંચો »
Jan 23, 2025
વાડીનાર તા. ૨૩: ભારતીય કોસ્ટગાર્ડ મથક વાડીનાર દ્વારા કોસ્ટ ગાર્ડના ૪૯માં સ્થાપના દિવસ નિમિત્તે વાડીનાર કોસ્ટગાર્ડ પરિશરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કસ્ટમ વિભાગના અધિક કમિશનર હરિકરપાલ ખટાણા, ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈ, કોસ્ટ ગાર્ડના અધિકારીઓ, કર્મચારીઓ વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ઈકો સીસ્ટમના મહત્ત્વ વિષે જાગૃતિ લાવવા, ઈકોલોજીકલ અધોગતિને રોકવા અને પર્યાવરણની જાળવણીને પ્રોત્સાહન માટે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
જો આપને આ
વધુ વાંચો »
Jan 23, 2025
મીઠાપુરમાં ટાટા કેમિકલ્સ સંચાલિત મીઠાપુર નૂતન બાલ શિક્ષણ સંઘ શાળાનો ૫૧ મો રમતોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ર૬ જેટલી વિવિધ રમતોમાં ૧૦૦ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે, કામથ, અન્ય અધિકારીઓ, પ્રિન્સિપાલ નિરવ જોશી, શર્મા, ટ્રસ્ટીઓ, રંજની કામથ, મૌસમીબેન, વાલીઓ હાજર રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી
વધુ વાંચો »
Jan 23, 2025
વિજેતા સ્પર્ધકોને અપાશે ખાસ ઈનામઃ
જામનગર તા. ૨૩: ચેસ જામનગર ડિસ્ટ્રિકટ એસોસિએશન દ્વારા અને પ્રાણજીવનભાઈ રાઘવજીભાઈ ભટ્ટની સ્મૃતિમાં અન્ડર-૨૫ માટે ચેસ સ્પર્ધા તા. ૨૬-૧ને રવિવારે બપોરે ૧ વાગ્યે દયારામ લાઈબ્રેરી, રણજીત રોડ, જામનગરમાં રાખવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે પાંચ ચેસ સ્પર્ધા યોજાશે. જેમાંની આ પ્રથમ સ્પર્ધા છે. પાંચેય સ્પર્ધામાં જે સ્પર્ધકના વધુ પોઈન્ટ થશે તેને ખાસ ઈનામ આપવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવા મો. ૮૫૧૧૧ ૨૩૩૬૦ વોટસએપ પર એન્ટ્રી લખાવવી. ...
વધુ વાંચો »
Jan 23, 2025
જામનગર જિલ્લા-તાલુકામાં ચાલુ માસે
જામનગર તા. ૨૩: રાજ્ય ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત સાથે જ આદર્શ ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી છે. જેને અનુલક્ષીને જાન્યુઆરી મહિનાનો તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ન યોજવા બાબતે સૂચના આવેલ છે. જે ધ્યાને લઇને જાન્યુઆરી-૨૦૨૫ મહિનાના જિલ્લા-તાલુકા તથા રાજય સ્વાગત કાર્યક્રમ યોજાશે નહી તેમ નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેરએ જણાવ્યું છે.
જો
વધુ વાંચો »
Jan 23, 2025
નવોદિત કલાકારો અને કલાસાધકો માટે
જામનગર તા. ૨૩: નવોદિત કલાકારો તથા કલાસાધકો માટે *નવાનગર નેચર અને આર્ટ કલબ* દ્વારા તા. ૨-૦૨-૨૦૨૫, રવિવારે પોસ્ટર કલર માધ્યમનો વર્કશોપ રાખવામાં આવેલ છે.
આ માધ્યમ જળરંગી જ છે પણ, જળરંગો કરતા થોડું અલગ છે. વર્કશોપમાં આ માધ્યમની તમામ ટેકનિકો, તેની ખૂબીઓ વગેરે વિશે જાણકારી આપવામાં આવશે. જાણીતા કલાકાર આશુતોષ ભેડા દ્વારા એક ડેમોસ્ટ્રેશન આપવામાં આવશે અને ત્યારબાદ, ભાગ લેનાર કલાકારો પાસે પણ આ માધ્યમમાં ...
વધુ વાંચો »
Jan 23, 2025
આગામી તા. ર૬મી જાન્યુઆરીએ પ્રતિવર્ષ મુજબ
જામનગર તા. ર૩: જામનગર ન્યુઝ પેપર ગ્રુપ વિતરક મંડળ દ્વારા આ વરસે પણ અખબાર વિતરક ભાઈઓ માટે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ર૬મી જાન્યુઆરીએ સવારે ૬ વાગ્યે કાશીવિશ્વનાથ મંદિરેથી પ્રવાસ માટેની બસ ઊપડશે. સમાણા પાસે ખોડિયાર માતાજી મંદિર, ફુલનાથ મહાદેવ, સિદસર - ઊમિયાજી માતાજી મંદિર, ઢાંક ગણપતિ મંદિર અને ત્યાંથી હરિરામબાપાના આશ્રમ થઈને રાત્રે પરત આવવાનું આયોજન છે.
જે અખબાર વિતરક આ પ્રવાસમાં જોડાવા ઈચ્છતા હોય તેમણે પ્રવિણભાઈ ગજરા (પ્રમુખ) (મો. ૯૮ર૪૪ પ૭૮૮૭), દિનેશભાઈ સોઢા (મંત્રી) ...
વધુ વાંચો »
Jan 23, 2025
જામનગરના એડવોકેટ દ્વારા રજૂઆતઃ
જામનગર તા. ૨૩: જામનગર નજીક આવેલા મોખાણા ગામથી રણજીતસાગર ડેમના બેઠા પુલ સુધીનો કાચો માર્ગ છે અને તે અત્યંત બિસ્માર હાલતમાં છે.
દોઢ કિ.મી.નો આ માર્ગે વરસોથી કાચો માર્ગ જ છે. દડીયા, નારણપર, ધોરીવાવ, દરેડ વગેરે તરફ આવવા જવા માટે આ માર્ગ ખૂબ જ અનુકુળ અને ઉપયોગી છે.
આ માર્ગને વ્યવસ્થિત રીતે ડામર રોડ બનાવવા એડવોકેટ ગૌતમ ગોહીલે રજૂઆત કરી છે.
વધુ વાંચો »
Jan 23, 2025
તારીખ ૩૧ જાન્યુઆરીના આયોજનઃ
જામનગર તા. ર૩: રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ તા. ૩૧/૧ ને શુક્રવારે સવારે ૯-૩૦ થી ૧ર વાગ્યા દરમિયાન પ્રભુદાસ ખીમજી કોટેચા હોલ, જલારામ મંદિર હાપામાં યોજવામાં આવ્યો છે. મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવા સહિતની વ્વસ્થા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. વધુ વિગત માટે રમેશભાઈ દત્તાણી (પ્રમુખ, જલારામ સેવા ટ્રસ્ટ), ભાવેશ દત્તાણી મો. ૯૪ર૭ર ૭પ૮૮૮ અથવા અલ્પાબેન વસોયા ...
વધુ વાંચો »
Jan 23, 2025
આગામી તા. ૨૫ થી ૩૧ જાન્યુઆરી દરમ્યાન
જામનગર તા. ૨૩: સર્વ પિતૃ મોક્ષાર્થે જામનગર ના ગાંધીનગર, મોમાઈનગર શેરી નંબર ૨માં સર્વે ભાઈઓ તથા બહેનો દ્વારા તા. ૨૫ થી ૩૧ જાન્યુઆરી સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભાગવત સપ્તાહનો તા. ૨૫ના બપોરે ત્રણ વાગ્યે પ્રારંભ થશે. કથાનો સમય દરરોજ બપોરે ૩ થી સાંજે ૭ વાગ્યા સુધીનો રહેશે. આ દરમિયાન તા. ૨૬ના શ્રી કપિલ જન્મ પ્રાગટ્ય, તા.૨૭ના શ્રી વામન જન્મ પ્રાગટ્ય, તા.૨૮ના શ્રી રામ જન્મ પ્રાગટ્ય અને શ્રીકૃષ્ણ જન્મ પ્રાગટ્ય, ...
વધુ વાંચો »
Jan 23, 2025
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... ગુરૂવારે શેરબજારમાં કારોબારની શરૂઆત તેજી સાથે થઈ હતી.સેન્સેક્સ ૧૨૬ પોઈન્ટના ઉછાળા સાથે ૭૬૫૩૨ ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૪ પોઈન્ટની ઉછાળા સાથે ૨૩૨૪૦ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો,જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૨૨ પોઈન્ટની ઉછાળા સાથે ૪૮૭૭૦ના સ્તરે કામકાજ કરી રહ્યો હતા. મેક્સિકો અને કેનેડા પર ૨૫%ની ટેરિફ વધારવાની સાથે આગામી મહિનાઓમાં વિશ્વભરના દેશો પર વધતે-ઓછે અંશે ટેરિફમાં વધારો થશે એવી સંભાવના પાછળ ભારત પણ આમાંથી બાકાત નહીં રહે તેવી દહેશતે ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જોવા મળી રહી છે.
જાન્યુઆરી માસમાં સ્થાનિક ફંડો અને સંસ્થાઓની અંદાજીત રૂ. ૫૩૫૦૦ કરોડની ખરીદી સામે ...
વધુ વાંચો »
Jan 23, 2025
ટ્રાફિક સમસ્યા નિવારવા ઉઠાવાયેલુ કદમઃ કેટલાક લોકો કોચવાયાઃ પોલીસ-મનપાની સહિયારી કાર્યવાહી
જામનગરમાં બર્ધન ચોક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે મહાનગર પાલિકા અને પોલીસ વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે આજે મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા બર્ધન ચોકમાં નડતરરૂપ દબાણ જેસીબી મારફત તોડી પાડવામાં આવ્યું હતું. અને જગ્યા ખુલ્લી કરાવી ત્યાં હવે હંગામી ચોકી બનાવવામાં આવનાર છે. આમ હવે બર્ધન ચોક વિસ્તારની ટ્રાફિક સમસ્યાના કાયમી નિરાકરણ માટે તંત્ર તૈયારી કરી રહી છે. આ સમયે અમુક લોકોમાં થોડો કળળાટ, અને વિરોધ પણ જોવા મળ્યો હતો.
જો
વધુ વાંચો »
Jan 23, 2025
હૈદરાબાદમાં હૈયુ હચમચી જાય તેવી હત્યાથી હાહાકાર
હૈદરાબાદ તા. ર૩: પત્નીના ટૂકડા કરી, પ્રેસર કૂકરમાં બાફીને તળાવમાં ફેંકી દેનાર પતિની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી છે. આરોપીની કબુલાત સાંભળીને ખુદ પોલીસ પણ ચોંકી ઊઠી હતી.
દિલ્હીના શ્રદ્ધા વોકર હત્યાકેસે આખા દેશને હચમચાવી નાખ્યો હતો. હૈદરાબાદથી પણ આવો જ એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક પતિએ પોતાની પત્નીની હત્યા કરી દીધી. પત્નીની હત્યા કર્યા પછી તેણે તેના શરીરના ટૂકડા કર્યા પછી તેણે તેને પ્રેશર કૂકરમાં ઉકાળ્યું અને પછી તેને તળાવમાં ફેંકી દીધું. આરોપી પતિએ પોલીસ સમક્ષ આ મોટો ખુલાસો કર્યો ...
વધુ વાંચો »
Jan 23, 2025
રૂ.૧ કરોડ ૬૫ લાખમાં સોદો કરી બે વર્ષ સુધી બતાવ્યા આંબાઆંબલીઃ
જામનગર તા.ર૩ : જામનગરના શંકરટેકરી ઉદ્યોગ નગરમાં મુંબઈના એક મહાજન વેપારીના આવેલા બે શેડ વેચાણથી લેવા માટે બે વર્ષ પહેલાં નગરના બે મહાજનબંધુ એ સોદો કર્યા પછી સુથી ચૂકવી હતી અને બાકીની રકમ દસ્તાવેજ વેળાએ ચૂકવવાની વાત કરી હતી. તે પછી મૂળ માલિકની જાણ બહાર આ બંને બંધુએ તે શેડ પોતાના નામે કરાવી લઈ બે વર્ષ સુધી આંબા આંબલી બતાવતા મહાજન વેપારીનું કામકાજ સંભાળતા આસામીએ રૂ.૧,૪૦, ૨૫,૦૦૦ની છેતરપિંડી, વિશ્વાસઘાત આચરવા અંગે બંધુ સામે ફરિયાદ કરી છે.
જામનગરમાં ગોકુલનગર પાસે આવેલી હરિયા સ્કૂલ સામે મહાવીર એપાર્ટમેન્ટમાં રહેતા મેહુલ વીરચંદભાઈ શાહ નામના આસામીએ ...
વધુ વાંચો »
Jan 23, 2025
જાહેર ઉપયોગના મેદાનમાં ખડકી લેવાયા સંડાસ, બાથરૂમ તથા શેડઃ તપાસનો ધમધમાટઃ
જામનગર તા.૨૩ : જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી એક સોસાયટી સ્થિત કોમન પ્લોટમાં એક શખ્સે સંડાસ-બાથરૂમ, શેડ સહિતનું પાકુ બાંધકામ ખડક્યા પછી તે ગેરકાયદે બાંધકામ ફરતે કમ્પાઉન્ડ વોલ પણ બનાવી નાખી હતી. આ મુદ્દે શરૂ થયેલો ચણભણાટ દબાઈ ગયો હતો. તે પછી કલેકટરની લેન્ડ ગ્રેબિંગ સમિતિ સમક્ષ ઉપરોકત મામલો રજૂઆતના સ્વરૂપમાં પહોંચ્યા પછી સમિતિએ કરેલી તપાસમાં તથ્ય જણાઈ આવતા પોલીસ ફરિયાદ નોંધાવવા સૂચના અપાઈ હતી. જેના પગલે આજે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા નામના શખ્સ સામે વિધિવત ગુન્હો નોંધાયો ...
વધુ વાંચો »
Jan 23, 2025
સરકારી ગૌચર જમીનમાં દબાણ અને વકફ હેઠળ કબ્રસ્તાન બતાવી મદરેસાનું બાંધકામ?
ખંભાળિયા તા. ૨૩: બેટ દ્વારકામાં ડિમોલીશનમાં વકફ બોર્ડે તેમની ગણાવેલી જમીન અંગે ગુજરાત હાઈકોર્ટમાં સરકાર પક્ષે સરકારી વકીલે દલીલો રજૂ કરી હતી. આ અંગે વધુ સુનાવણી તા. ૪ ફેબ્રુઆરીના થશે.
બેટ દ્વારકામાં ચાલતા ડિમોલીશન વખતે બેટના ચોકકસ વિસ્તારમાં આવેલી કબ્રસ્તાનની જમીન અંગે વકફ બોર્ડ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાંથી તોડી પાડવા સામે સ્ટેટસ કવો લેવામાં આવેલ જેના સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશ સમક્ષ ગુજરાત સરકારના વતી એડવોકેટ જી.એચ. વિર્ક દ્વારા ખૂબ જ ચોંકાવનારી દલીલો સામે આધારો રજૂ કરાયા હતાં.
વધુ વાંચો »
Jan 23, 2025
વિવાદાસ્પદ કાયદા સામે દુનિયાભરના મહિલા જુથો લાલધુમ
બગદાદ તા. ર૩: ઈરાકની સંસદે છોકરીઓના લગ્નની ઉંમર ઘટાડીને ૯ વર્ષ કરી કરી દીધી છે. મહિલા અધિકાર જુથોએ આ કાયદાઓના પસાર થવાને બયાનક ગણાવ્યું છે. દેશમાં શિયા અને સુન્ની માટે લગ્નની ઉંમર અલગ અલગ હશે. સંસદમાં વિવાદાસ્પદ કાયદો પસાર થયા પછી તેના વૈશ્વિક તીવ્ર પ્રત્યાઘાતો સામે આવ્યા છે.
ઈરાકની સંસદે મંગળવારે એક વિવાદાસ્પદ સુધારેલા બિલન મંજુરી આપી જેણે ઈસ્લામિક દેશમાં બાળ લગ્નને કાયદેસર બનાવી દીધા છે. દાયકાઓ જુના કાયદામાં સુધારા પછી હવે ૯ વર્ષની છોકરીઓના પણ લગ્ન થઈ શકે છે. ઈરાકી સંસદની વેબસાઈટે ...
વધુ વાંચો »
Jan 23, 2025
હિઝબુલ્લાહ સાથે યુદ્ધ વિરામ જાહેર થયા પછી પણ ઈઝરાયેલ દ્વારા લેબનોનમાં હુમલા ચાલુ
તેલઆઈલ તા. ૨૩: ઈઝરાયલે ગાઝાને ક્બરસ્તાન બનાવ્યું હોય તેમ બે દિવસમાં ૨૦૦ લાશો નીકળી છે. યુએનએના આકલન મુજબ કાટમાળની સફાઈમાં ૨૧ વર્ષ લાગશે. આ પ્રકારના અહેવાલોએ હાહાકાર મચાવ્યો છે. જેનિનમાં હજુ પણ ઓપરેશન ચાલુ રખાયું છે.
ઈઝરાયલ અને હમાસની વચ્ચે ૧૫ મહિનાથી ચાલુ યુદ્ધ ગત રવિવારે સીઝફાયર બાદ રોકાઈ ગયું. મહિનાઓ સુધી ચાલેલા યુદ્ધમાં સૌથી વધુ નુકસાન ગાઝાવાસીઓને વેઠવું પડ્યું. તેમના પરિવારજનો, સગાં-વ્હાલાં, ઘર, હોસ્પિટલ, સ્કૂલ બધું જ ખતમ થઈ ગયું. ગાઝા મૃતદેહોનોે ઢગલો બની ચૂક્યું છે. આ યુદ્ધમાં ૪૭ હજાર ગાઝાવાસીઓને પોતાનો જીવ ગુમાવવો પડ્યો.
ઈઝરાયલી સેના ગાઝામાં પોતાનો ...
વધુ વાંચો »
Jan 23, 2025
જામનગર તા. ૨૩: પાટણ જિલ્લાના સમી તાલુકાનાં દુદખ ગામના સુથારી કામ કરતા અને સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા યુવાનને જીએસટી વિભાગે ૧ કરોડ ૯૬ લાખની નોટીસ ઠપકારતા ચર્ચા જાગી છે.
પાટણ જિલ્લાના સમી તાલુકાનાં દુદખ ગામના સુથારી કામ કરતા સુનિલ સથવારાને બેંગ્લુરૂ જીએસટી વિભાગ તરફથી રૂ. ૧ કરોડ ૯૬ લાખનો ટેકસ ભરપાઈ કરવાની નોટીસ મળતા આ યુવક અને તેનો પરિવાર મુસીબતમાં મુકાઈ ગયો છે. નોટીસમાં કરાયેલ ઉલ્લેખ મુજબ એ યુવકના નામે દેશના અલગ અલગ રાજયમાં ૧૧ થી વધુ પેઢી ચાલે છે.
યુવક અને પરિવાર દ્વારા તપાસ કરવામાં આવતા તેના નામે કોઈએ બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરીને છેતરપીંડી આચરી છે. બીજી તરફ આ યુવક પોલીસ ...
વધુ વાંચો »
Jan 23, 2025
એક દુકાનદારે ઉગ્ર બોલાચાલી કરતા ૫ોલીસ બોલાવવી પડીઃ કાયમી ઉકેલ માટે કમિશનરની કવાયત
જામનગરમાં ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર કવાયત કરી રહ્યું છે. મંગળવારે બર્ધનચોક વિસ્તારમાંથી રેંકડી, પથારાવાળાઓને દૂર ખસેડ્યા પછી ફરી ગઈકાલે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ બર્ધનચોક વિસ્તારમાંથી ધંધાર્થીઓને દૂર ખસેડી સમગ્ર વિસ્તાર ખાલી કરાવ્યો હતો. આ સમયે ૧૪ રેંકડી અને ચાર કાઉન્ટરો જપ્ત કરાયા હતાંં. એક દુકાનદારે મહાનગરપાલિકાના અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી પણ કરી હતી. આખરે પોલીસે મામલો થાળે પાડ્યો હતો.
જામનગરના બર્ધનચોક, માંડવી ટાવર પાસે જાહેર રોડ પર ધંધો કરતા ફેરીયા, રેંકડી, પથારાવાળાઓના કારણે કાયમી ટ્રાફિક સમસ્યા ...
વધુ વાંચો »
Jan 23, 2025
સાત વર્ષ જુના કેસમાં સજા પડી
મુંબઈ તા. ૨૩: ચેક બાઉન્સ થતા બોલીવુડ ફિલ્મ ડિરેકટર રામગોપાલ વર્માને ત્રણ મહિનાની જેલ સજા થઈ છે. તે ઉપરાંત રૂ. ૩.૭૨ લાખનુ વળતર ચૂકવવાનો પણ આદેશ થયો છે.
મુંબઈની અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક બાઉન્સ કેસમાં બોલીવુડ ફિલ્મ ડિરેક્ટર રામ ગોપાલ વર્માને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે. આ નિર્ણય તેમના નવા પ્રોજેક્ટ *સિન્ડિકેટ*ની જાહેરાતના એક દિવસ પહેલા આવ્યો હતો. નોંધનીય છે કે, છેલ્લા સાત વર્ષથી આ કેસની સુનાવણી ચાલી રહી હતી. જો કે, ચુકાદો સંભળાવવામાં આવ્યો ત્યારે રામ ગોપાલ વર્મા કોર્ટમાં હાજર નહોતા.
અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે ફિલ્મ ડિરેક્ટર રામ ગોપાલ વર્મા સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવાનો આદેશ ...
વધુ વાંચો »
Jan 23, 2025
જામનગરના નભોમંડળમાં નરી આંખે દેખાતા તમામ ગ્રહોની વિસ્તૃત માહિતી
મંગળ ગ્રહઃ સૂર્ય થી ૨૪ કરોડ કી.મી. દૂર રહી ૭૮૭ દિવસ માં સૂર્યનું પરિભ્રમણ પૂર્ણ કરે છે. પોતાની ધરી ઉપર ૨૪.૫ કલાકમાં એક ચક્કર પૂર્ણ કરે છે. પૃથ્વીથી અર્ધો વ્યાસ ધરાવતા આ ગ્રહને બે નાના દિમોસ અને ફોર્સ નામના ચંદ્ર છે. રાતા ગ્રહ નામે ઓળખાતા આ ગ્રહના ધ્રુવ પ્રદેશ ઉપર સ્વેત અંગારવાયુનું પાત્ર વાતાવરણ છે.
શુક્ર ગ્રહઃ લગભગ પૃથ્વી જેવડો વ્યાસ ધરાવતો આ ગ્રહ સૂર્ય થી ૧૦.૭ કરોડ કી.મી. દૂર રહી પ્રદક્ષિણા કરે છે. આકાશ માં વધુમાંવધુ ૪૮ અંશની ઊંચાઈ હોવાથી શુક્ર આખું વર્ષ વહેલી સવારે પૂર્વ ક્ષિતિજ ઉપર અથવા સાંજે પશ્ચિમ ક્ષિતિજ ...
વધુ વાંચો »
Jan 23, 2025
પાકિસ્તાનથી આવેલા ઈ-મેઈલમાં લખ્યું, 'અમે બિશ્નોઈ નથી'
મુંબઈ તા. ર૩: કપિલ શર્મા સહિત ચાર એક્ટર્સને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પાકિસ્તાનથી આવેલા ઈ-મેઈલમાં જણાવાયું છે કે 'અમે બિશ્નોઈ નથી!'
કોમેડિયન કપિલ શર્માને પાકિસ્તાનથી ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો છે, જેમાં કોમેડિયનને મારી નાખવાની ધમકી મળી છે. કપિલ ઉપરાંત એક્ટર રાજપાલ યાદવ, કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને કોમેડિયન સુગંધા મિશ્રાને પણ જાનથી મારી નાખવકીઓ મળી છે.
ઈ-મેઈલમાં લખ્યું, 'અમે તમારી ગતિવિધિ પર નજર રાખી રહ્યા છીએ. અમે તમારા ધ્યાનમાં સેન્સિટિવ બાબત લાવ્યા છીએ. આ કોઈ પબ્લિસિટી સ્ટંટ કે તમને હેરાન ...
વધુ વાંચો »
Jan 23, 2025
કુંભમેળાઓ હિંદુ સમાજને એક મંચ પર લાવે છેઃ
અમદાવાદ તા. ૨૩: અમદાવાદમાં મિનિ કુંભનું ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યુ હતું કે, કુંભમેળાઓ હિન્દુ સમાજને એક મંચ પર લાવ્યા છે. તેમણે પ્રયાગરાજના મહાકુંભની મુલાકાત લેવા પણ લોકોને અપીલ કરી હતી.
અમદાવાદમાં મહાકુંભની જેમ મીની કુંભ મેળાનું આજે ગૃહમંત્રી અમિતશાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું.આ ઉદ્ઘાટન પ્રસંગે અમિતશાહે મીની કુંભ મેળાની સફળતા માટે શુભેચ્છા પાઠવી. તેમજ લોકોને પ્રયાગરાજ ખાતેના મહાકુંભમાં ભાગ લેવાની પણ અપીલ કરી હતી.
તેમણે કહૃાું કે ૧૪૪ વર્ષ બાદ મહાકુંભ પ્રયાગરાજમાં યોજાયો છે. મહાકુંભમાં ખૂબ સુંદર વ્યવસ્થાઓ થઈ છે. આ વખતનો મહાકુંભ ખાસ મહત્વ ધરાવે છે. વિશ્વભરના લોકો તેને આશ્ચર્યથી જોઇ ...
વધુ વાંચો »
Jan 23, 2025
પંચાયતની ચૂંટણી માટે મતદાન હોઈ
નવીદિલ્હી તા. ૨૩: જીપીએસસી પરીક્ષા ૧૬મી ફેબ્રુઆરીએ પંચાયતની ચૂંટણીનું મતદાન હોવાથી નહીં યોજાય નવી તારીખ હવે જાહેર થશે
જીપીએસસીની પરીક્ષા માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી)ના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર માહિતી આપતાં જણાવ્યું હતું કે ૧૬મી ફેબ્રુઆરીએ પંચાયતની ચુંટણીનું મતદાન હોવાથી જીપીએસસીની પરીક્ષા યોજાશે નહીં. તે દિવસની પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમય જાહેર કરવામાં આવશે.
બે દિવસ પહેલાં ૨૧ જાન્યુઆરીએ હસમુખ પટેલે પરીક્ષકના મહેનતાણા વિશે માહિતી આપતાં લખ્યું કે, 'નિબંધલક્ષી પરીક્ષામાં સારા પરીક્ષક મળે તે માટે પ્રશ્નપત્ર તપાસવાનું મહેનતાણું આયોગ દ્વારા બમણું કરવામાં આવ્યું ...
વધુ વાંચો »
Jan 23, 2025
સામેથી આવતી બીજી ટ્રેનમાં કચડાયાઃ નેતાઓએ સંવેદના વ્યકત કરી
મુંબઈ તા. ૧૩: આગથી અફવાથી જીવ બચાવવા કુદીને સામેથી આવતી ટ્રેનમાં કચડાઈ જતા જીવ ગુમાવનારાઓના આંકડો ૧૩ પર પહોંચ્યો છે. હજુ ૧૫થી વધુ ઘાયલો સારવાર હેઠળ છે.
પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાં આગની અફવા બાદ મુસાફરોએ ડરના માર્યા ઉતાવળમાં બાજુના ટ્રેક પર કૂદવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન સામેથી આવતી બીજી ટ્રેની અડફેટે મુસાફરો આવી ગયા હતા અને અત્યારસુધી કુલ ૧૩ મુસાફરોના મોત થયા હતા જ્યારે ૧૫થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.
આ અકસ્માત ઉત્તર મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પચોરા શહેર નજીક ...
વધુ વાંચો »
Jan 23, 2025
આઠ હજાર એકરના વિસ્તારમાં વિકરાળ આગ
ન્યૂયોર્ક તા. ર૩: લોસ એન્જલસના વધુ એક જંગલમાં આગે વિકરાળ સ્વરૂપ ધર્યું છે. આ આગે ૮ હજાર એકર અથવા ૩,ર૦૦ હેક્ટર વિસ્તારને લપેટમાં લીધી છે, તેથી ૩૧,૦૦૦ નું રેસ્ક્યુ કરાયું છે.
અમેરિકાના લોસ એન્જલસમાં ફરી એક વખત આગ ફાટી નીકળી છે, જેના પછી હજારો લોકોએ પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ આશરો લેવો પડ્યો છે. અમેરિકા માટે પણ આ ચિંતાનો વિષય છે, કારણ કે તાજેતરમાં જ લોસ એન્જલસમાં આગની બે મોટી ઘટનાઓ બની છે. લોસ એન્જલસમાં સળગી રહેલી આ આગ કાસ્ટેક લેક નજીકના જંગલ વિસ્તારમાં ...
વધુ વાંચો »
Jan 23, 2025
રૂ.ર૩ લાખનું રોકાણ પરત મેળવવા બે આસામીની રાવઃ
જામનગર તા.ર૩ : જામનગરમાં કેટલાક આસામીઓએ યુનિક મર્કન્ટાઈલ નામની પેઢીમાં રોકાણ કર્યા પછી પેઢી દ્વારા તે રકમ પરત આપવાની બદલે ઠેગો બતાવાઈ રહ્યો છે ત્યારે નગરના બે આસામીએ પોતાના રૂ.ર૩ લાખના રોકાણને પરત મેળવવા ગ્રાહક તકરાર ફોરમમાં ધા નાખી છે.
જામનગરમાં સાંઢીયા પુલ પાસે માધવ બાગમાં રહેતા સુનિલ ભીખાલાલ ખખ્ખર તેમજ રાજપાર્કવાળા વિજય તુલસીભાઈ નકુમ વગેરેએ અમદાવાદની યુનિક મર્કન્ટાઈલ ઈન્ડિયા લિમિટેડ નામની પેઢીમાં રોકાણ કર્યું હતું.
ઉપરોક્ત બંને આસામીએ અનુક્રમે રૂ.૧૧ લાખ તથા રૂ.૧૦ લાખ રોક્યા પછી પ્લાનની મુદ્દત ...
વધુ વાંચો »
Jan 23, 2025
પુત્રીને હાજર કરવાનું કહી અપાઈ ધમકીઃ
જામનગર તા.૨૩ : જામનગરના રણજીતસાગર રોડ પર નંદનવનમાં રહેતો એક યુવાન ત્યાં રહેતી યુવતી સાથે ભાગી ગયા પછી ગઈકાલે એક મહિલા અને ત્રણ શખ્સ ધસી આવ્યા હતા. તેઓએ યુવકના માતા તથા ભાઈ પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા નંદનવન પાર્કની શેરી નં.૨માં રહેતા વર્ષાબેન દીવાનભાઈ થધાણી નામના પ્રૌઢા ગઈરાત્રે પોતાના ઘર પાસે હતા ત્યારે નિલેશ, ફતેસિંહ, રીના નામની યુવતીના માસી, ઋષિરાજસિંહ આવ્યા હતા.
થોડા દિવસ પહેલાં વર્ષાબેનનો પુત્ર પુનીત એક યુવતી સાથે ભાગી ગયો હતો. પુનીતને અને તે યુવતીને હાજર કરો તેમ કહી રીનાના માસીએ ...
વધુ વાંચો »
Jan 23, 2025
રોકડ, બ્રાસપાર્ટ અને ડીવીઆર પણ લેતો ગયોઃ
જામનગર તા.૨૩ : જામનગરના દરેડ જીઆઈડીસીમાં આવેલા એક કારખાનામાં સોમવારની રાત્રે ડેલો ટપીને ઘૂસેલા શખ્સે શેડ તથા ઓફિસના શટરના તાળા તોડી અંદરથી રૂ.૩,૧૮,૫૦૦નો તૈયાર બ્રાસપાર્ટ તથા રૂ.૩ર હજાર રોકડા, સીસીટીવીનું ડીવીઆર ચોરી કરી લીધુ છે. કારખાનેદારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ-રમાં આવેલા ઈલેકટ્રીક્ટ ઝોન પ્લોટ નં.ઈ/૬ માં હિન્દુસતાન બ્રાસ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ગયા સોમવારની રાત્રે નવ વાગ્યાથી મંગળવારની સવાર સુધીમાં કોઈ શખ્સ ડેલો ટપીને ઘૂસી ગયો હતો.
આ શખ્સે કારખાનામાં પ્રવેશ કર્યા પછી તેના ઉપરના માળે આવેલા ...
વધુ વાંચો »
Jan 23, 2025
સાંસદ-ધારાસભ્ય-મેયર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં
જામનગર તા ૨૩, જામનગરના પ્રદર્શન મેદાનમાં આવતીકાલે તા. ૨૪ જાન્યુઆરીના સાંજે ૭ વાગ્યાથી રાત્રિના ૯ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન આપણા નભોમંડળમાં રહેલા મંગળ ગ્રહ, ગુરૂ ગ્રહ, શુક્ર ગ્રહ તથા શનિ સહિતના ગ્રહોનું ટેલિસ્કોપ દ્વારા પ્રત્યક્ષ નિદર્શનનો કાર્યક્રમ ખગોળ મંડળ, જામનગર તથા એમ.ડી. મહેતા સાયન્સ સેન્ટર ધ્રોળ દ્વાર રાખવામાં આવ્યો છે.
આ નિદર્શનના કાર્યક્રમમાં જામનગર શહેર અને જિલ્લાના તમામ મહાનુભાવો ઉપસ્થિત રહીને સમગ્ર ખગોળીય ઘટનાના સાક્ષી બનશે.
જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો રિવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, જિલ્લા કલેકટર ભાવિનકુમાર પંડ્યા, મ્યુનિ. કમિશનર ડી. એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક ...
વધુ વાંચો »
Jan 23, 2025
ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરૂ દેવો મહેશ્વરઃ ગુરૂ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરૂવૈ નમઃ
જામનગરઃ સત પરિવારના સ્થાપક અવતારી પુરુષ હરિરામ બાપાના ધર્મપત્ની અને પુરણધામ આશ્રમ ઘુનેશ્વરના મોભીએ જગત જનની જગદંબા મણીમાં મકરસંક્રાંતિની સંધ્યાએ અનંતની વાટ પકડતા સતપરિવારમાં ઘેરો શોકની લાગણી છવાઈ છે તેમની પાલખીયાત્રામાં દેશ વિદેશના હજારો પરિવારો જોડાયા હતા *સત મણીમાની જય જય હો* ના જય કાર સાથે પુરણધામ ગુંજી ઉઠ્યું હતું
ઘુનડામાં પુરણધામનું નિર્માણ કરવામાં હરિરામ બાપાના પગલે પગલે જીવન સમર્પિત કરનાર નિર્મળ સ્વભાવ અને સહજમાં પોતાના સમગ્ર જીવનને સત પરિવાર માટે સઘળું આપી દેવાનો સૌજન્ય સ્વભાવથી જ હજારો પરિવાર માટે ભાગ્યશાળી બન્યો અને ૩૦ વર્ષ પહેલા હરિરામ બાપા ...
વધુ વાંચો »
Jan 23, 2025
સાત રસ્તા સર્કલમાં મોટર સાથે એસટી બસ ટકરાઈઃ
જામનગર તા.૨૩ : ખંંભાળિયાના ભાતેલ ગામના બે યુવાન ગઈકાલે સાંજે દેવરીયા પાટીયા પાસેથી બાઈકમાં જતા હતા ત્યારે ખુંટીયો આડો ઉતરતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. સાતરસ્તા સર્કલમાં મોટર સાથે એસટી બસ અથડાઈ પડી છે અને તળાવની પાળે સ્કૂટરને મોટરે ટક્કર મારી છે.
ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના જીતેન્દ્રસિંહ સજુભા જાડેજા (ઉ.વ.ર૧) તથા તેમના મિત્ર જયવીરસિંહ જુવાનસિંહ જાડેજા ગઈકાલે સાંજે જીજે-૩૭-પી ૧૩૬૯ નંબરના મોટરસાયકલમાં જતા હતા. આ વેળાએ એસ્સાર કંપનીના મટીરીયલ ગેઈટ પાસે જયારે તેઓ પહોંચ્યા ત્યારે અચાનક જ એક ...
વધુ વાંચો »
Jan 23, 2025
જામનગર મહાનગરપાલિકામાં
જામનગર તા. ર૩: જામનગર મહાપાલિકામાં મિલકત વેરા શાખા કાર્યરત છે. તેમાં એક ટેક્સ ઓફિસર કાર્યરત છે. પરંતુ સરળતા માટે કામગીરીને ઝોન-૧ અને ઝોન-ર એમ બે વિભાગમાં વહેંચવામાં આવી છે.
જામનગર શહેરમાં ૩ લાખથી વધુ મિલકતો મહાનગરપાલિકામાં નોંધાયેલ છે. આ મિલકત ધારકોને વેરા બીલ પહોંચાડવા, વેરા વસુલાત વિગેરેની કામગીરી મિલકત વેરા શાખા દ્વારા કરવામાં આવે છે. જેના મુખ્ય અધિકારી તરીકે ટેક્સ ઓફિસર જવાબદારી સંભાળે છે. પરિણામે અધિકારી ઉપર કામનું ભારણ વધુ રહે છે. આથી કામની વહેંચણી કરવા કમિશનર દ્વારા નિર્ણય કરાયો હતો. આમ શહેરમાં કુલ ૧૬ વોર્ડ માંથી વોર્ડ ...
વધુ વાંચો »
Jan 23, 2025
દિલ્હીના આસામીને દંડ ભરવા પણ અદાલતનો આદેશઃ
જામનગર તા.ર૩ : જામનગરમાં બ્રાસપાર્ટના વ્યવસાય સાથે સંકળાયેલી બે પેઢી પાસેથી દિલ્હીની એક પેઢીના સંચાલકે અનુક્રમે રૂ.૬,૭૪,૫૦૭ અને રૂ.૩,૬૫,૮૦૦નો સામાન ઉધારમાં ખરીદ કરી રકમ ચૂકવવા ચેક આપ્યા હતા. તે બંને ચેક પરત ફર્યાની કરાયેલી ફરિયાદના અંતે અદાલતે દિલ્હીના આસામીને એક-એક વર્ષની કેદ અને ચેક મુજબની રકમનો દંડ ભરવા આદેશ કર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ ત્રણ-ત્રણ મહિનાની કેદની સજા ફટકારવામાં આવી છે.
જામનગરમાં અશોક બ્રાસ મોલ્ડીંગ નામની પેઢીવાળા જીવરામ સોરઠીયા પાસેથી દિલ્હીની સ્ટાર ઈન્ટરનેશનલ નામની પેઢીના સંચાલક શાહનવાઝ સૈફીએ બ્રાસના સળીયા ...
વધુ વાંચો »
Jan 23, 2025
નિર્જન ટાપુ પર પ્રવેશ કરવામાં આવ્યો છે પ્રતિબંધિતઃ
જામનગર તા.૨૩ : ઓખાના દરિયામાં આવેલા ખારા મીઠા ચુસણા ટાપુ પર વગર મંજૂરીએ ગયેલા સલાયાના આઠ શખ્સને પોલીસે પકડી પાડ્યા છે. આ શખ્સો સામે પોલીસે ખુદ ફરિયાદી બની જુદા જુદા બે ગુન્હા નોંધ્યા છે. નિર્જન ટાપુ પર પ્રવેશ પ્રતિબંધિત કરવામાં આવ્યો હોવા છતાં આ શખ્સો તે ટાપુ પર પહોંચ્યા હતા.
ઓખા મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા દરિયામાં ગઈકાલે કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન ગોપ ગોરીસા નામની માછીમારી બોટ ઓખા નજીકના ખારા મીઠા ટાપુ પાસે લાંગરેલી જોવા મળી હતી. તેથી પોલીસ ટીમ ખારા ...
વધુ વાંચો »
Jan 23, 2025
મસીતિયામાં કૂવામાં પડી ગયેલા શ્રમિકનું મોતઃ
જામનગર તા.૨૩ : જામનગર નજીકના મસીતીયામાં એક ખેતરમાં આવેલા કૂવામાં મંગળવારે કોઈ રીતે ખાબકી ગયેલા શ્રમિકનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. જ્યારે દ્વારકામાં કાદવવાળા ખાડામાં પડી ગયેલા અજાણ્યા યુવાન ખુંપી ગયા પછી મોતને શરણ થયા છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.
જામનગર તાલુકાના મસીતીયા ગામની સીમમાં આરીફભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ચમારીયા ગામના અજય લાલસીંગ બામણીયા (ઉ.વ.ર૪) નામના શ્રમિક મંગળવારે સાંજે ખેતરમાં હતા ત્યારે કોઈ રીતે કૂવામાં ખાબકી ગયા હતા.
વધુ વાંચો »
Jan 23, 2025
જામનગર વિદ્યોતેજક મંડળ સંચાલિત ડી.સી.સી. વિ. હાઈસ્કૂલના
જામનગર વિદ્યોતેજક મંડળ સંચાલિત શ્રી ડીસીસી વિ. હાઈસ્કૂલના નવનિર્મિત પી.ડી. મહેતા ભવનના લોકાર્પણનો કાર્યક્રમ દાતા પ્રવિણભાઈ ધનજીભાઈ મહેતા (ધ્રાફાવાળા) ની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે દાતા પરિવારના શ્રીમતી સ્નેહલતાબેન મહેતા, મૌસમી પોલી, કવિ પોલ, વિનુભાઈ મહેતા, શૈલેષભાઈ મહેતા વિગેરેએ ઉપસ્થિત રહી ભવનનું લોકાર્પણ કર્યુ હતું. આ સમયે સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ શાહ, મંત્રી પાર્થભાઈ પંડ્યા, સહમંત્રી હસમુખભાઈ શાહ, શ્રીમતી ચંદ્રીકાબેન કોટેચા, શાળાના આચાર્ય ડો. સંજયભાઈ દતાણી, ભવન નિર્માણના સેતુરૂપ બનેલ યુવા ફાઉન્ડેશન અમદાવાદના મેહુલભાઈ પ્રજાપતિ તથા સંસ્થાના સદસ્યો અને શાળા પરિવારના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં. આ ...
વધુ વાંચો »
Jan 23, 2025
અંધેરી નગરીને ગંડુ રાજા... ટકે શેર ભાજી ટકે શેર ખાજા
નવીદિલ્હી તા. ૨૩: પાકિસ્તાનના પંજાબમાં પતંગ ઉડાડવા પ વર્ષની જેલ અને ૨૦ લાખ દંડ થશે. પતંગ અને માંઝા બનાવનારાઓ માટે સજા અને દંડ વધુ કડક બનશે. આ કારણે પાકિસ્તાનને લઈને અવનવી કોમેન્ટો થઈ રહી છે. અને ટકે શેર ભાજી- ટકે શેર ખાજાની કહેવત યાદ કરાઈ રહી છે.
હવે પાકિસ્તાન સરકાર પતંગ ઉડાવવા અંગે કડક બની ગઈ છે. પતંગ ઉડાવવા ઉપરાંત, સરકાર હવે માંઝા બનાવવા અને ખોટા સમાચાર ફેલાવવા સામે પણ કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. પાકિસ્તાનની પંજાબ સરકારે પતંગ ...
વધુ વાંચો »
Jan 23, 2025
વિજેતા સ્પર્ધકોને અપાશે ખાસ ઈનામઃ
જામનગર તા. ૨૩: ચેસ જામનગર ડિસ્ટ્રિકટ એસોસિએશન દ્વારા અને પ્રાણજીવનભાઈ રાઘવજીભાઈ ભટ્ટની સ્મૃતિમાં અન્ડર-૨૫ માટે ચેસ સ્પર્ધા તા. ૨૬-૧ને રવિવારે બપોરે ૧ વાગ્યે દયારામ લાઈબ્રેરી, રણજીત રોડ, જામનગરમાં રાખવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે પાંચ ચેસ સ્પર્ધા યોજાશે. જેમાંની આ પ્રથમ સ્પર્ધા છે. પાંચેય સ્પર્ધામાં જે સ્પર્ધકના વધુ પોઈન્ટ થશે તેને ખાસ ઈનામ આપવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવા મો. ૮૫૧૧૧ ૨૩૩૬૦ વોટસએપ પર એન્ટ્રી લખાવવી. વધુ વિગત માટે મો. ૯૮૯૮૬૦૭૬૦૭ નો સંપર્ક કરવા સુનીલ ઝાલા દ્વારા જણાવાયું છે.
જો
વધુ વાંચો »
Jan 23, 2025
આગામી તા. ૨૫ થી ૩૧ જાન્યુઆરી દરમ્યાન
જામનગર તા. ૨૩: સર્વ પિતૃ મોક્ષાર્થે જામનગર ના ગાંધીનગર, મોમાઈનગર શેરી નંબર ૨માં સર્વે ભાઈઓ તથા બહેનો દ્વારા તા. ૨૫ થી ૩૧ જાન્યુઆરી સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભાગવત સપ્તાહનો તા. ૨૫ના બપોરે ત્રણ વાગ્યે પ્રારંભ થશે. કથાનો સમય દરરોજ બપોરે ૩ થી સાંજે ૭ વાગ્યા સુધીનો રહેશે. આ દરમિયાન તા. ૨૬ના શ્રી કપિલ જન્મ પ્રાગટ્ય, તા.૨૭ના શ્રી વામન જન્મ પ્રાગટ્ય, તા.૨૮ના શ્રી રામ જન્મ પ્રાગટ્ય અને શ્રીકૃષ્ણ જન્મ પ્રાગટ્ય, તા. ૨૯ના શ્રી ગોવર્ધન લીલા મહોત્સવ, તા.૩૦ના શ્રીકૃષ્ણ રુકમણીજીના વિવાહ કથા, તા.૩૧ના સુદામાચરિત્ર અને પરિક્ષિત મોક્ષની કથા પછી કથા વિરામ ...
વધુ વાંચો »
Jan 23, 2025
હથિયારો આઠ શખ્સ તૂટી પડ્યાઃ
જામનગર તા.૨૩ : જોડિયાના મોટાવાસમાં વસવાટ કરતા એક યુવાનને ઈકો ચલાવવાની બાબતે જોડિયાના જ એક શખ્સ સાથે બોલાચાલી થયા પછી મંગળવારે રાત્રે તે યુવાન તથા તેના ભાઈ પર આઠ શખ્સે છરી, લાકડી, પાઈપ, ધારીયા વડે હુમલો કરી આડેધડ માર માર્યાે હતો. ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા છે.
જોડિયા શહેરમાં મોટા વાસમાં રહેતા અને ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા ઈશાક સુમાર ભાઈ ખીચડી ઉર્ફે માલમ નામના યુવાન મંગળવારે રાત્રે પોતાના ઘર પાસે હતા ત્યારે હુસેન ઈશા સાયચા, શકીલ ઈશા સાયચા, અયુબ કરીમ, કાસમ કરીમ સાયચા નામના ચાર શખ્સ ધસી આવ્યા ...
વધુ વાંચો »
Jan 23, 2025
આગામી તા. ર૬મી જાન્યુઆરીએ પ્રતિવર્ષ મુજબ
જામનગર તા. ર૩: જામનગર ન્યુઝ પેપર ગ્રુપ વિતરક મંડળ દ્વારા આ વરસે પણ અખબાર વિતરક ભાઈઓ માટે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ર૬મી જાન્યુઆરીએ સવારે ૬ વાગ્યે કાશીવિશ્વનાથ મંદિરેથી પ્રવાસ માટેની બસ ઊપડશે. સમાણા પાસે ખોડિયાર માતાજી મંદિર, ફુલનાથ મહાદેવ, સિદસર - ઊમિયાજી માતાજી મંદિર, ઢાંક ગણપતિ મંદિર અને ત્યાંથી હરિરામબાપાના આશ્રમ થઈને રાત્રે પરત આવવાનું આયોજન છે.
જે અખબાર વિતરક આ પ્રવાસમાં જોડાવા ઈચ્છતા હોય તેમણે પ્રવિણભાઈ ગજરા (પ્રમુખ) (મો. ૯૮ર૪૪ પ૭૮૮૭), દિનેશભાઈ સોઢા (મંત્રી) (મો. ૯પ૧ર૧ ૪૮પ૦૬), સુરેશભાઈ હકુમત (ઉપપ્રમુખ) (મો. ૯૬૬ર૬ ૯૬ર૭૮) નો સંપર્ક કરવા જણાવાયું છે.
જો
વધુ વાંચો »
Jan 23, 2025
ચોરાઉ વાયર સાથે બે શખ્સ ઝડપાયાઃ બેના નામ ખૂલ્યાઃ
જામનગર તા.૨૩ : ધ્રોલ પાસે એક હોટલ નજીક આવેલા ઈલેકટ્રીક સામાનના સ્ટોરમાં દસેક દિવસ પહેલાં રૂ.૭૦ હજારના એલ્યુમિનિયમ વાયરની ચોરી થઈ હતી. તેની પોલીસે શરૂ કરેલી તપાસમાં ગઈકાલે ચોરાઉ વાયર બોલેરો પીકઅપ વાનમાં લઈને નીકળેલા બે શખ્સ ઝડપાઈ ગયા છે. આ શખ્સોએ પોતાના બે સાગરિતના નામ ઓકી નાખ્યા છે. પોલીસે વાયર, બોલેરો કબજે કર્યા છે.
ધ્રોલથી રાજકોટ વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલી એક હોટલ પાછળ જામનગરના એક આસામીએ પોતાના ઈલેકટ્રીક કામ અંગે એક સ્ટોર ભાડેથી રાખ્યો હતો. તેના ખુલ્લા પ્લોટમાં ગઈ તા.૧૨ની સવારે કોઈ શખ્સો ઘૂસી ગયા હતા.
આ શખ્સોએ ત્યાં પડેલા એલ્યુમિનિયમના વીજ વાયરના ...
વધુ વાંચો »
Jan 23, 2025
યુવતીનું વર્ણન, ફોટો મેળવી તપાસ આરંભાઈઃ
જામનગર તા.૨૩ : જામનગરના મેઘપર ગામની એક યુવતી મંગળવારે સવારે પોતાના ઘરેથી ક્યાંક ચાલી જતાં તેણીના પરિવારે પોલીસને જાણ કરી છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા મેઘપર ગામમાં રહેતા સપનાબા વકુભા પરમાર ઉર્ફે ભૂમિ (ઉ.વ.રર) નામના યુવતી ગયા મંગળવારે સવારે દસેક વાગ્યે પોતાના ઘરેથી ક્હ્યા વગર જ ચાલ્યા ગયા છે.
આ યુવતીની તેણીના પરિવારે શોધખોળ કર્યા પછી પણ પત્તો નહીં લાગતા આખરે પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે આ યુવતીનું વર્ણન તથા ફોટો મેળવી તપાસ શરૂ કરી છે. ઉપરોક્ત યુવતી અંગે કોઈને ...
વધુ વાંચો »
Jan 23, 2025
નાગરિકો તથા "ઔદ્યોગિક" ટ્રાન્સપોર્ટેશન સરળ બનાવવા
ગાંધીનગર તા. ૨૩: રાજયના નાગરિકો તથા ઔદ્યોગિક જરૂરિયાતો માટે રસ્તા પર ટ્રાન્સપોર્ટેશન સરળ બને તે માટે રાજય સરકાર દ્વારા ફોર લેન માર્ગોના સાપેક્ષમાં જે હયાત પુલો સાંકડા છે તેને પહોળા કરવા માટેના ૧૧ કામો માટે રૂ. ૪૬૭.૫૦ કરોડ ફાળવ્યા હોવાનું જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો
વધુ વાંચો »
Jan 23, 2025
ગ્રાહક ફોરમનો વીમા કંપનીને આદેશઃ
જામનગર તા.ર૩ : જામનગરના એક આસામીએ પોતાની મોટરને અકસ્માતમાં થયેલા નુકસાનનો ક્લેઈમ કરતા વીમા કંપનીએ વળતર ચૂકવ્યું ન હતું તેથી વીમા કંપની સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. વ્યાજ, વળતર ચૂકવવા આદેશ કરાયો છે.
જામનગરના ગિરીરાજ સિંહ ચંદુભા જાડેજા પોતાની જીજે-૩૬-એફ ૮૮૯૯ નંબરની મોટરમાં ગઈ તા.૨૮-૪-૨૩ના દિને રાજકોટથી આવતા હતા ત્યારે માર્ગમાં ખુંટીયો આડો ઉતરતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટરમાં નુકસાન થયું હતું.
તેનું વળતર મેળવવા વીમા કંપની સમક્ષ ક્લેઈમ કરાતા સર્વે કરાવ્યા પછી વીમા કંપનીએ બોનસ ક્લેઈમ રદ્દ કર્યાે હતો. તેથી ...
વધુ વાંચો »
Jan 23, 2025
રકમ પરત આપવા આપ્યો હતો ચેકઃ
જામનગર તા.૨૩ : જામનગરના એક આસામીએ પોતાના મિત્ર સામે રૂ.૨ લાખ ના ચેક પરત ફરવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
જામનગરના પરિમલ વિજયભાઈ ગોહિલ નામના આસામીએ પોતાના મિત્ર તક્ષ પ્રતાપભાઈ ગોસાઈને રૂ.ર લાખ સંબંધદાવે ઉછીના આપી ચેક મેળવ્યો હતો.
તે ચેક બેંકમાંથી પરત ફરતા નોટીસ પાઠવ્યા પછી પરિમલ ગોહિલે અદાલતમાં નેગો. ઈન્સ્ટ્ર. એક્ટની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી તરફથી વકીલ ઉમર લાકડાવાલા રોકાયા છે.
જો આપને આ
વધુ વાંચો »
Jan 23, 2025
જામનગર જિલ્લા-તાલુકામાં ચાલુ માસે
જામનગર તા. ૨૩: રાજ્ય ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત સાથે જ આદર્શ ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી છે. જેને અનુલક્ષીને જાન્યુઆરી મહિનાનો તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ન યોજવા બાબતે સૂચના આવેલ છે. જે ધ્યાને લઇને જાન્યુઆરી-૨૦૨૫ મહિનાના જિલ્લા-તાલુકા તથા રાજય સ્વાગત કાર્યક્રમ યોજાશે નહી તેમ નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેરએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ
વધુ વાંચો »
Jan 23, 2025
ચેકની રકમ મુજબનો દંડ ભરવા હુકમઃ
જામનગર તા.ર૩ : જામનગરના દરબારગઢ વિસ્તારમાં દુકાન ચલાવતા એક આસામી સામે રૂ.અઢી લાખના ચેક પરતની કરાયેલી ફરિયાદ માં અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમનો દંડ ફટકાર્યાે છે.
જામનગરમાં વસવાટ કરતા સંજય શાંતિલાલ મકવાણા પાસેથી દરબારગઢ ૫ાસે આવેલી પારેખ વેલજી સોમચંદ એન્ડ કાું. નામની પેઢી વાળા પારેખ નિરવ ભરતભાઈ નામના આસામીએ રૂ.અઢી લાખ સંબંધદાવે ઉછીના મેળવી તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો.
તે ચેક બેંકમાંથી પરત ફરતા સંજયભાઈએ નોટીસ આપ્યા પછી અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી ...
વધુ વાંચો »
Jan 23, 2025
નવીનગરીમાંથી બોટલ ઝડપાઈઃ
જામનગર તા.૨૩ : કાલાવડના શિશાંગ ગામ પાસે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક શખ્સને ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે પકડી પાડ્યો છે. જ્યારે ઓખાની નવીનગરી નજીકથી બોટલ સાથે એકની અટકાયત કરાઈ છે.
કાલાવડ તાલુકાના શિશાંગ ગામથી નિકાવા ગામ તરફ જવાના રસ્તા પરથી ગઈકાલે પસાર થતાં શિશાંગ ગામના જયદીપસિંહ ગજરાજસિંહ જાડેજા નામના શખ્સને રોકાવી પોલીસે ચેક કરતા તેના કબજામાંથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ.૧૫૦૦ની બોટલ કબજે કરી જયદીપસિંહની ધરપકડ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં નવીનગરી પાસેથી ગઈકાલે સાંજે કેશુભા રાજાભા માણેક નામના ...
વધુ વાંચો »
Jan 23, 2025
પતિને હાજર થવા કરાયો હુકમઃ
જામનગર તા.૨૩ : જામનગરના બે પરિણીતાને ભરણપોષણ ચૂકવવા અદાલતે આદેશ કર્યા પછી પણ બે વ્યક્તિએ ભરણપોષણ ન ચૂકવી તેની રકમ ચઢત કરતા બંને પરિણીતાએ ભરણપોષણ વસૂલ મેળવવા પતિ સામે અદાલતમાં અરજી કરી છે.
જામનગરના ખોજાનાકા વિસ્તારમાં રહેતા જસ્મિનબાનુ ચરીયાના નિકાહ રીઝવાન હુસેન ચરીયા સાથે થયા પછી આ પરિણીતાએ પતિ પાસેથી ભરણપોષણની અરજી કરી હતી. અદાલતે ભરણપોષણ ચૂકવવા હુકમ કર્યાે હતો. તે રકમ ચઢત થઈ રૂ.૧૭ હજાર થઈ જતાં જસ્મિનબાનુએ પતિ પાસેથી તે રકમ વસૂલ મેળવવા અદાલતનો આશરો લીધો છે. પતિને અદાલતમાં હાજર થવા હુકમ કરાયો ...
વધુ વાંચો »
Jan 23, 2025
વાડીનાર તા. ૨૩: ભારતીય કોસ્ટગાર્ડ મથક વાડીનાર દ્વારા કોસ્ટ ગાર્ડના ૪૯માં સ્થાપના દિવસ નિમિત્તે વાડીનાર કોસ્ટગાર્ડ પરિશરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કસ્ટમ વિભાગના અધિક કમિશનર હરિકરપાલ ખટાણા, ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈ, કોસ્ટ ગાર્ડના અધિકારીઓ, કર્મચારીઓ વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ઈકો સીસ્ટમના મહત્ત્વ વિષે જાગૃતિ લાવવા, ઈકોલોજીકલ અધોગતિને રોકવા અને પર્યાવરણની જાળવણીને પ્રોત્સાહન માટે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય
વધુ વાંચો »
Jan 23, 2025
તારીખ ૩૧ જાન્યુઆરીના આયોજનઃ
જામનગર તા. ર૩: રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ તા. ૩૧/૧ ને શુક્રવારે સવારે ૯-૩૦ થી ૧ર વાગ્યા દરમિયાન પ્રભુદાસ ખીમજી કોટેચા હોલ, જલારામ મંદિર હાપામાં યોજવામાં આવ્યો છે. મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવા સહિતની વ્વસ્થા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. વધુ વિગત માટે રમેશભાઈ દત્તાણી (પ્રમુખ, જલારામ સેવા ટ્રસ્ટ), ભાવેશ દત્તાણી મો. ૯૪ર૭ર ૭પ૮૮૮ અથવા અલ્પાબેન વસોયા મો. ૯૪૦૮૧ ૬૨૧૬૨ નો સંપર્ક કરવો.
જો આપને
વધુ વાંચો »
Jan 23, 2025
જિલ્લાકક્ષાની વિજેતા ટીમો ઝોન કક્ષાએ પ્રતિનિધિત્વ કરશેઃ
ખંભાળિયા તા. ૨૩: ભાણવડના વાનાવડ ગામ પાસે અભિલાષા શિક્ષણ સંકુલના કબડ્ડી (ભાઈઓ બહેનો) સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અંડર ૧૪મા ૮૪ ભાઈઓ તથા ૬૦ બહેનો, અંડર ૧૭મા ૭૨ ભાઈઓ તથા ૬૦ બહેનો તથા ખુલ્લા વિભાગમાં ૭૨ ભાઈઓ તથા ૩૬ બહેનોએ ભાગ લીધો હતો. કુલ ૩૮૪ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
ખંભાળિયાના રામનગરની અગત્સ્ય શાળામાં એથલીટીકસ રમતોત્સવનું જિલ્લાકક્ષાનું આયોજન થયું હતું અંડર ૧૧મા ૫૭ ભાઈઓ ૪૬ બહેનો, અંડર ૧૪મા ૬૧ ભાઈઓ ૬૦ બહેનો, અંડર-૧૭માં ૮૨ ભાઈઓ તથા ૭૮ બહેનો ઓપન વિભાગમાં ૮૧ ભાઈઓ તથા ૫૨ ...
વધુ વાંચો »
Jan 23, 2025
નવોદિત કલાકારો અને કલાસાધકો માટે
જામનગર તા. ૨૩: નવોદિત કલાકારો તથા કલાસાધકો માટે *નવાનગર નેચર અને આર્ટ કલબ* દ્વારા તા. ૨-૦૨-૨૦૨૫, રવિવારે પોસ્ટર કલર માધ્યમનો વર્કશોપ રાખવામાં આવેલ છે.
આ માધ્યમ જળરંગી જ છે પણ, જળરંગો કરતા થોડું અલગ છે. વર્કશોપમાં આ માધ્યમની તમામ ટેકનિકો, તેની ખૂબીઓ વગેરે વિશે જાણકારી આપવામાં આવશે. જાણીતા કલાકાર આશુતોષ ભેડા દ્વારા એક ડેમોસ્ટ્રેશન આપવામાં આવશે અને ત્યારબાદ, ભાગ લેનાર કલાકારો પાસે પણ આ માધ્યમમાં કામ કરાવવામાં તથા શીખવવામાં આવશે. રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તા. ૨૮-૧ છે.
આ વર્કશોપમાં ભાગ લેવા ઈચ્છતા ...
વધુ વાંચો »
Jan 23, 2025
જામનગર-દ્વારકા જિલ્લાની ૨૫ બહેનો સહભાગીઃ
ખંભાળિયા તા. ૨૩: ભારતીય સ્ટેટ બેંક દ્વારા પ્રાયોજિત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા જામનગર દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાની ગ્રામીણ વિસ્તારની સ્વ-સહાય જૂથોની બહેનોને વિવિધ વિષયો ઉપર રોજગારલક્ષી તાલીમોનું આયોજન કરવામાં આવે છે.
ભારત સરકારના નાણાં મંત્રાલય હેઠળના ગ્રામ પંચાયત દીઠ એક બેંક કોરોસ્પોડન્ટના અભિગમ અન્વયે સ્વ સહાય જૂથના બહેનોને બેંક કોરોસ્પોડન્ટની તાલીમ આપી બેંક કોરોસ્પોડન્ટ સખી તરીકે કામગીરી કરી ગામમાં બેકીંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આજીવિકા મેળવી શકે તે માટે ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ બેકીંગ એન્ડ ફાઈનાન્સ પ્રમાણિત બેંક કોરોસ્પોડન્ટની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૧૨ તથા જામનગર જિલ્લાના ૧૩ બહેનો મળી કુલ-૨૫ બહેનો આ તાલીમમાં ...
વધુ વાંચો »
Jan 23, 2025
જામનગરના એડવોકેટ દ્વારા રજૂઆતઃ
જામનગર તા. ૨૩: જામનગર નજીક આવેલા મોખાણા ગામથી રણજીતસાગર ડેમના બેઠા પુલ સુધીનો કાચો માર્ગ છે અને તે અત્યંત બિસ્માર હાલતમાં છે.
દોઢ કિ.મી.નો આ માર્ગે વરસોથી કાચો માર્ગ જ છે. દડીયા, નારણપર, ધોરીવાવ, દરેડ વગેરે તરફ આવવા જવા માટે આ માર્ગ ખૂબ જ અનુકુળ અને ઉપયોગી છે.
આ માર્ગને વ્યવસ્થિત રીતે ડામર રોડ બનાવવા એડવોકેટ ગૌતમ ગોહીલે રજૂઆત કરી છે.
જો આપને આ
વધુ વાંચો »
Jan 23, 2025
સદ્ગત કર્મચારીના માતાએ કરી હતી અરજીઃ
જામનગર તા.૨૩ : જામનગર વીજ કંપનીના એક કર્મચારીના ચાલુ ફરજે થયેલા અવસાન પછી તેઓના પરિવારને રૂ.૪૦ લાખ વળતર પેટે મંજૂર કરાયા હતા. તે રકમમાંથી સદ્ગત કર્મચારીના પત્નીએ માતાને કોઈ રકમ ન આપતા સદ્ગતના માતાએ અદાલતમાં દાવો કર્યાે હતો. અદાલતે બેંકને એક્સ પાર્ટી સ્ટેનો હુકમ કર્યાે છે.
જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર રાજીવનગર સ્થિત રહેતા જયેશભાઈ ધનજીભાઈ ભાંભી વીજ કંપનીમાં ફરજ બજાવતા હતા. તેઓનું ચાલુ ફરજે આકસ્મિક રીતે અવસાન થતાં બેંક દ્વારા તેઓને રૂ.૪૦ લાખની રકમ વળતર પેટે મળવાપાત્ર થઈ હતી અને તેમના પત્ની ...
વધુ વાંચો »
Jan 23, 2025
જામનગરમાં અધિકારીઓ સાથે બેઠક દરમિયાન કૃષિમંત્રી દ્વારા
જામનગર તા. ૨૩: કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર કલેકટર કચેરીમાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં તેમણે વિવિધ વિભાગની કામગીરી અંગે માહિતી મેળવી પડતર પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવવા તાકીદ કરી હતી.
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે કલેકટર કચેરીમાં વિવિધ વિભાગો જેમાં સિંચાઈ વિભાગ, ડીઆઈએલઆર, પાણી પુરવઠ્ઠા, પીજીવીસીએલ, જેટકો, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી વિભાગવાર વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧, ૬ અને ૪માં ભૂગર્ભ ગટર અને ...
વધુ વાંચો »
Jan 23, 2025
વધુ વાંચો »
Jan 23, 2025
વધુ વાંચો »
Jan 23, 2025
પ થી ૧પ વર્ષના વિદ્યાર્થીઓ માટેની કોમ્પીટીશનઃ
જામનગર તા. ર૩: જામનગરના પ થી ૧પ વર્ષના બાળકો માટે રી-પબ્લિક ડે ની થીમ ઉપર બ્રેઈની તથા અલોહાના સંયુક્ત ઉપક્રમે એશ્યોર એકેડેમી દ્વારા જામનગર કીડ્સ આર્ટ ફિયેસ્ટાનું આયોજન કરવામાં આવ્યું છે.
ડ્રોઈંગ તેમજ ક્લરીંગ કોમ્પીટીશન એઈજ વાઈઝ ૩ ગ્રુપમાં આયોજીત થનાર છે. જેમાં પ થી ૭ વર્ષ માટે આપેલ ડ્રોઈંગમાં રંગ ભરવાના રહેશે. ૮-૧૧ વર્ષ માટે આપેલ લાઈન ડ્રોઈંગમાં રંગ ભરી તેમજ ૧ર થી ૧પ વર્ષના વિદ્યાર્થીઓ માટે ગણતંત્ર દિવસ થીમ પર ડ્રોઈંગ કરી તેમાં કલર પૂરવાના રહેશે. સ્પર્ધાની થીમ "રી-પબ્લિક ડે" રાખવામાં ...
વધુ વાંચો »
Jan 23, 2025
મીઠાપુરમાં ટાટા કેમિકલ્સ સંચાલિત મીઠાપુર નૂતન બાલ શિક્ષણ સંઘ શાળાનો ૫૧ મો રમતોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ર૬ જેટલી વિવિધ રમતોમાં ૧૦૦ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે, કામથ, અન્ય અધિકારીઓ, પ્રિન્સિપાલ નિરવ જોશી, શર્મા, ટ્રસ્ટીઓ, રંજની કામથ, મૌસમીબેન, વાલીઓ હાજર રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો
વધુ વાંચો »
Jan 23, 2025
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... ગુરૂવારે શેરબજારમાં કારોબારની શરૂઆત તેજી સાથે થઈ હતી.સેન્સેક્સ ૧૨૬ પોઈન્ટના ઉછાળા સાથે ૭૬૫૩૨ ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૪ પોઈન્ટની ઉછાળા સાથે ૨૩૨૪૦ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો,જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૨૨ પોઈન્ટની ઉછાળા સાથે ૪૮૭૭૦ના સ્તરે કામકાજ કરી રહ્યો હતા. મેક્સિકો અને કેનેડા પર ૨૫%ની ટેરિફ વધારવાની સાથે આગામી મહિનાઓમાં વિશ્વભરના દેશો પર વધતે-ઓછે અંશે ટેરિફમાં વધારો થશે એવી સંભાવના પાછળ ભારત પણ આમાંથી બાકાત નહીં રહે તેવી દહેશતે ...
વધુ વાંચો »
Jan 23, 2025
વધુ વાંચો »
Jan 23, 2025
વધુ વાંચો »
તા. ૨૩-૦૧-ર૦૨૫, ગુરૂવાર અને ૫ોષ વદ-૯ : આપના કામકાજમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. જમીન-મકાન-વાહનના કામમાં આપને ... વધુ વાંચો »
તા. ૨૩-૦૧-ર૦૨૫, ગુરૂવાર અને ૫ોષ વદ-૯ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ ... વધુ વાંચો »
તા. ૨૩-૦૧-ર૦૨૫, ગુરૂવાર અને ૫ોષ વદ-૯ : નાણાકીય રોકાણ-વ્યવહારના કામમાં આપે સાવધાની રાખવી પડે. વાદ-વિવાદ, મનદુઃખથી ... વધુ વાંચો »
તા. ૨૩-૦૧-ર૦૨૫, ગુરૂવાર અને ૫ોષ વદ-૯ : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામકાજમાં વ્યસ્ત રહો. વિચારોની દ્વિધા-અસમંજસતા ... વધુ વાંચો »
તા. ૨૩-૦૧-ર૦૨૫, ગુરૂવાર અને ૫ોષ વદ-૯ : આપના કાર્યની સાથે સામાજિક કામકાજમાં આપે વ્યસ્ત રહેવાનું બને. ... વધુ વાંચો »
તા. ૨૩-૦૧-ર૦૨૫, ગુરૂવાર અને ૫ોષ વદ-૯ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ અનુભવો. ... વધુ વાંચો »
તા. ૨૩-૦૧-ર૦૨૫, ગુરૂવાર અને ૫ોષ વદ-૯ : આપ હરો-ફરો-કામ કરો, પરંતુ આપના હ્ય્દય-મનને શાંતિ રાહત જણાય ... વધુ વાંચો »
તા. ૨૩-૦૧-ર૦૨૫, ગુરૂવાર અને ૫ોષ વદ-૯ : આપના વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. ... વધુ વાંચો »
તા. ૨૩-૦૧-ર૦૨૫, ગુરૂવાર અને ૫ોષ વદ-૯ : આપને પ્રારંભિક પ્રતિકૂળતા બાદ ધીમે-ધીમે કામમાં સાનુકૂળતા થતી જાય. ... વધુ વાંચો »
તા. ૨૩-૦૧-ર૦૨૫, ગુરૂવાર અને ૫ોષ વદ-૯ : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહેતા કામનો ઉકેલ લાવી ... વધુ વાંચો »
તા. ૨૩-૦૧-ર૦૨૫, ગુરૂવાર અને ૫ોષ વદ-૯ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેનીનો અનુભવ થાય. કામ ન ... વધુ વાંચો »
તા. ૨૩-૦૧-ર૦૨૫, ગુરૂવાર અને ૫ોષ વદ-૯ : દેશ-પરદેશના આયાત-નિકાસના કામ માં આપને સાનુકૂળતા મળી રહે. બઢતી-બદલીના ... વધુ વાંચો »
તમારા માટે સ્વાસ્થ્ય સુધારતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન જુના રોગોમાંથી ... વધુ વાંચો »
આપના માટે નવી તકોનું નિર્માણ કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »
તમારા માટે ઘર-પરિવારના મામલે પરિસ્થિતિ સાનુકૂળ બનાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »
તમારા માટે આકસ્મિક લાભ અપાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »
આપના માટે પરિશ્રમ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »
તમારા માટે તડકા-છાયા જેવી મિશ્ર પરિસ્થિતિનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય ... વધુ વાંચો »
આપના માટે મિલન-મુલકાત કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શર થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »
તમારા માટે કાર્યબોજ વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »
આપના માટે મિશ્ર પ્રકારનો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »
તમારા માટે ખર્ચ-વ્યય કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »
આપના માટે શુભ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »
તમારા માટે પારિવારિક કાર્યો કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ ... વધુ વાંચો »