ભારતીય શેરબજારનું ફરી ઐતિહાસિક સપાટી નજીક કારોબાર!!

તા. ૨૭-૧૧-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....

સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારની નોંધપાત્ર ઉછાળા સાથે થઇ હતી. અમેરિકામાં રિટેલ વેચાણ અને ગ્રાહક વિશ્વાસ જેવા આર્થિક ડેટા નબળા આવતા, યુએસ ફેડરલ રિઝર્વ ડિસેમ્બર ૨૦૨૫માં વ્યાજદરમાં ઘટાડો કરશે એવી આશા વધતા વૈશ્વિક બજારોમાં તેજી સાથે આજે ભારતીય શેરબજારમાં પણ તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.

ગઈકાલના ફંડો દ્વારા નીચા મથાળે લેવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં અંદાજીત ૧૦૦૦ પોઈન્ટથી વધુના ઉછાળા બાદ આજે ફરી ઓલ-ટાઇમ હાઈની નજીક પહોંચ્યું હતું. બીએસઈ સેન્સેક્સ ૩૦૦ પોઈન્ટથી વધુના ઉછાળા સાથે ૮૫૯૦૦ પોઈન્ટની, જયારે નિફ્ટી ફ્યુચર ૯૦ પોઈન્ટથી વધુનો મજબૂત ઉછાળો નોંધાવી ૨૬૪૭૦ પોઈન્ટની સપાટીને પાર કરી હતી.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૦%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૬૯% અને નેસ્ડેક ૦.૮૭% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૪% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૧૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૭૩ અને વધનારની સંખ્યા ૧૯૪૪ રહી હતી, ૧૯૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર ગોલ્ડ રૂ.૧,૨૫,૫૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૨૫,૭૨૭ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૨૫,૩૫૧ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૪૨૯ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૨૫,૫૦૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર સિલ્વર રૂ.૧,૬૦,૬૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૬૧,૧૯૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૬૦,૨૬૨ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૪૦ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૬૧,૨૩૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

હેવેલ્સ ઇન્ડિયા (૧૪૪૭) : કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિકસ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૨૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૦૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૬૩ થી રૂ.૧૪૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૪૭૭ ઉપર તેજી તરફી ધ્યાન...!!

એસબીઆઈ કાર્ડ્સ (૮૮૩) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૮૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૮૬૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૮૯૦ થી રૂ.૮૯૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

એલઆઈસી હાઉસિંગ (૫૬૧) : રૂ.૫૪૪ નો પ્રથમ તેમજ રૂ.૫૩૦ બીજા સપોર્ટથી હાઉસિંગ ફાઈનાન્સ કંપની સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૭૩ થી રૂ.૫૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

ભારત ઈલેક્ટ્રોનિક્સ (૪૧૮) : એરોસ્પેસ એન્ડ ડિફેન્સ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૪૨૮ થી રૂ.૪૪૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૪૦૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, વિશ્વભરમાં વધતા સપ્લાયને પગલે આગામી વર્ષોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઘટાડો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. વર્તમાન વર્ષે અત્યાર સુધીમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ૧૪%નો ઘટાડો નોંધાયો છે અને તાજેતરના રિપોર્ટ્સ સૂચવે છે કે આ દબાણ આગામી બે વર્ષમાં વધુ જોવા મળી શકે છે. જેપી મોર્ગનના અંદાજ મુજબ, વર્ષ ૨૦૨૭ સુધીમાં બ્રેન્ટ ક્રૂડનો સપ્લાય એટલો વધી જશે કે તેની કિંમત પ્રતિ બેરલ ૩૦ ડોલર સુધી તૂટી શકે છે. રિપોર્ટ મુજબ ૨૦૨૬માં જ ક્રૂડ ૬૦ ડોલરથી નીચે અને વર્ષના અંત સુધીમાં ૫૦ ડોલર સુધી આવી શકે છે, જયારે વર્ષ ૨૦૨૭માં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

ગોલ્ડમેન સાક્સે પણ બજારમાં પૂરતા કરતાં વધુ સપ્લાય અંગે ચેતવણી આપી છે. ક્રૂડના ભાવમાં ઘટાડો ભારત માટે અનેક રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પ્રતિ બેરલ ૧ ડોલરનો ઘટાડો ભારતમાં ચાલુ ખાતાની ખાધમાં વર્ષનું લગભગ ૧.૫ થી ૧.૬ અબજ ડોલરનું સુધારણું લાવે છે. ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાથી ભારતીય રિફાઇનરી અને માર્કેટિંગ કંપનીઓને ઓછા ઇનપુટ ખર્ચનો સીધો લાભ થશે, જે તેમના રિફાઇનિંગ અને માર્કેટિંગ માજીનને મજબૂત કરી શકે છે. સાથે સાથે ટાયર, પેઇન્ટ અને સૌથી વધુ લાભ એવિયેશન સેક્ટર આ પરિસ્થિતિ અત્યંત ફાયદાકારક બની શકે છે.

close
Ank Bandh