સોનભદ્ર વિવાદમાં પ્રિયંકા ગાંધીએ ર૬ કલાક પછી ધરણાં કર્યા સમાપ્ત

લખનૌવ તા. ર૦ઃ સોનભદ્ર હત્યાકાંડના પીડિતોને મળવાનો હેતુ સિધ્ધ થતા ર૬ કલાક પછી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ધરણાં સમાપ્ત કર્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે.

સોનભદ્ર હત્યાકાંડના પીડિતોને મળવાનો હેતુ સિધ્ધ થયો હોવાનું જણાવી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ર૬ કલાક પછી ધરણાં સમાપ્ત કર્યા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળે છે. સોનભદ્ર નરસંહારના પીડિત ૧પ લોકો પ્રિયંકા ગાંધીને મળવા ચુનાર ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતાં. સુત્રોના જણાવ્યા પ્રમાણે માત્ર બે લોકોને જ પ્રિયંકા ગાંધીને મળવાની મંજુરી આપવામાં આવી હતી. પીડિતોને મળીને તેમની તકલીફ સાંભળીને પ્રિયંકા ગાંધી પણ રડી પડયા હતાં.

close
Nobat Subscription